SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા વાત્સલ્ય? કયાં છે લ્હારાં ધર્મ અને સક? અજ્ઞાનની ઘોર નિદ્રામાં ઉંધ્યાં કરતી આર્યા ! જાગ! પતિસેવાને બદલે સમાન હકની માગણીઓ ! રાતિ એ પ્રાચીન સૂત્ર પ્રતિપાલન કરવાને બદલે સ્વતંત્રતાની અભિલાષાઓ, વડીલોને વિનય, અને અવિભક્ત કુટુંબનાં વહાણું લેવાને બદલે, લડી ઝગડી વડીલથી માત્ર પતિને લઈ જુદા રહેવાની હમારી આકાંક્ષાઓ ! હા! ખેદની વાત છે ! આ શું? પુણ્યશીલા આય! હારા અંગને ભાવતી આ અનાયે વસ્તુઓ, બુટ, ઓવરકોટ, આ લેડી વોચ, આ માથાના વાળની શૈલી : હાય ! આર્યા! શું પૂર્વનાં મર્યાદાશીલ વસ્ત્રાભૂષણ? પગની પાની પણ ન જણાય તેવું વસ્ત્ર ધારણ ઇત્યાદિ ત્યામાં છે ! સ્ત્રીઓને વળી બુટ ! અહા ! આટલા બધા ફેરફાર ! મહારી આયો ત્યારામાં ? શું હું મહારા રામ પાછળ બાર-બાર વર્ષ ભૂખી તરસી અડવાણે પગે જંગલે જંગલે ભટકી દુષ્ટ રાવણના દિવ્ય વિલાસને ઠાકરે મારી પતિવ્રત્ય જાળવ્યું, પતિના હેમ અગ્નિમાં પડી અને અનેક કષ્ટ વેઠયાં પણ સ્ત્રીવર્સ ન ત્યારે તે ભૂલી ગઈ? જગ જાત થા. હારાં સ્ત્રીધર્ન પ્રતિપાલન કરી ત્યારી પ્રજને સત્ય આ બનાવ ! આ હાર અનાર્ય વસ્ત્રાભૂષણને બદલે હાર અંગ અસલ મર્યાદા વસ્ત્રાભૂષણથી વિભૂષિત કર ! કલ્યાણ પુનિત પતિત પાલ, પતિને દેવ સમાણી? જગમંડળ અજવાળ, આય ! પુણ્યશીલા બની! ” એક પ્રચંડ અવાજ સાથે પૃથ્વી કપટી અને દેવી સીતા અદશ્ય થયાં, અને આત્મજ્ઞાનનાં ગૂઢ તત્વજ્ઞાનનાં ગીત ગાતાં ગાતાં તપસ્વિનીરંદ વચ્ચે ભગવતી ગાગની ઉજવલ દેહલતા અનેક ઋષિપત્નિઓ સમેત દશ્યમાન થઈ અને પ્રભાવશાલી મુખશ્રીમાંથી વચનગગા સ્ત્રવવા લાગી – આર્યા! પુત્રી ! હદ ! હવે ઉંઘવાના વિચાર છેડી દે ! જાગૃત થા !! ખટીએ ભેરવેલે ત્યારે ધર્મને જન્મે પહેરી લે! પુત્રીધર્મ, સ્ત્રીધર્મ, પતિવ્રતા ધર્મ, માટિધર્મ ધારણ કરી લે! હવે મંદિરે મંદિર ભટકવાનું છોડી દે! પતિસેવા એજ ત્યારે ધર્મ હમજ? માંદાની, દુઃખની, અધમની, અનાથની પરપકર દષ્ટિએ સેવા એ સાક્ષાત પ્રભુ સેવાજ હમજ! હારાં બાળકને દૂધમાંજ ધર્મભક્તિ, દેશભક્તિ અને રાજ્યભકિતનું શિક્ષણ આપ: હારું બાળક પિતાના જીવનની અધી કેળવણું હારા ખોળામાંથી જ લે છે ! ને એવી કેળવણી આપ કે તે પૂર્ણ મનુષ્ય અને પછી દેવ થઇ શકે. હારી અજ્ઞાન ભગિનિઓને કેળવ! હારા વડે પૃથ્વી ઉજળી છે ! તું વિશ્વની માતા છે ! આર્યા! હારું અસલ સ્વરૂપ પ્રકટ કર ! કર્તવ્ય, પુણ્યશીલ થા ! અમારે ધ્યાનો સમય થયો છે! પણ આટલું કરજે! સ્ત્રીધર્મ માનધર્મ પત્નિધર્મ તું ય જગાવ જે. આર્યા! પ્રજાગર થઈ હવે પ્રાચીન ગરવે લાવજે!” આર્યાનાં ચર્મચક્ષુ ખુલી ગયાં. પરંતુ એક પલવારમાં અમાનુષી અગમ્ય માયાના પ્રભાવથી પાછાં બંધ થઇ ગયાં, ને અંતરચક્ષુ ખુલ્યાં તો બે ભવ્ય તેજસ્વી અગોચર મૂર્તિઓએ સમક્ષ આવી સ્થાન લીધું. એ મૂર્તિઓ વી કાપદીની અને સતી સાવિત્રીની હતી. આ માત્ર કાને સાંભળી રહી: આર્યા ! હાલી આર્યા! ઉંચું ! અમે સ્ટંને સદાચરણ, ફરજ, ધર્મ, ભક્તિ અને નીતિને રસ્તે દેરી જનાર છીએ. આર્યા! હવે હાર બધી જાતના મોટા મોજશોખ અને વિશ્વાસ છેડી દે ' ત્વારી સ્થૂલ વાંછનાઓથી જ તે તારું ઉચ્ચ પદ ગુમાવ્યું છે; જ્યા
SR No.522099
Book TitleBuddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy