________________
-
-
-
-
-
કેળવણી સંબંધી સ્થિતિ અને જૈન એજ્યુકેશન બેની ફરજ. ૫૧ સંમુખ રજુ કરી શકાય અને આવી રીતે દરેક પ્રાંતવાર શિક્ષણ લેતા વિદ્યાર્થીએના અટકી જવાનાં મુખ્ય કારણે અને તેને અટકાવવા ઉપાયે શોધી કાઢવામાં ન આવે ત્યાં સુધી જેનકેમ કેળવણીમાં આગળ વધે છે તે કહેવું ગેરવ્યાજબી છે. સને ૧૯૧૧ ની સાલને વસ્તીપત્રકને છેલે રિપોર્ટ અને તેની અંદર જેનેની કેળવણી સંબંધી સ્થિતિને લગતા આંકડાઓ જોતાં માલુમ પડે છે કે ગુજરાતમાં દરહજારે પુરૂષે ૭૪૫ જૈને લખી વાંચી શકે છે જ્યારે દક્ષીણ વિભાગમાં કર્ણાટકમાં દરહજાર પુરૂષે ફક્ત ૧૦૮ જૈનેજ લખી વાંચી શકે છે. આવી મુંબઈ ઇલાકાની કેળવણીને લગતી સ્થિતિ જોતાં અને તે સંબંધી તે ખાતાને અમલદાર વસ્તીપત્રકમાં જણાવે છે કે "The Jain in the Karnatak is distinguishable both in appearance and dress fron the local cultivators and the comparatively low ratio of litracy is due to racial causes” આ ઉપરથી જોન એજ્યુકેશન બોર્ડ જેવા ખાતાની ખાસ કરજ છે કે “ Racial Causes” કયાં કયાં છે તે શેધી કાઢવાં જોઈએ કે જેથી કરીને કેળવણી લેતા અટકી જતા જૈન વિદ્યાર્થીઓનું આવડું મોટું પ્રમાણ આવે છે તે જનસમાજ સંમુખ રજુ કરી શકાય. આવી બાબતે ઉપર દધ્યાન આપવામાં આવે તે માટે ઉપાચે જવા કાંઈ પણ પ્રયાસ કરવામાં આવશે તે જ વ્યાજબી ગણાશે.
જૈન કોમમાં સ્ત્રી કેળવણી સંબંધી સ્થિતિ, જેના ઉપર દેશને, કેમને અને આખી જ્ઞાતિની ઉન્નતિને આધાર છે તેવા વર્ગની કેળવણીની સ્થિતિ તરફ કેમ તરફથી ગમે તેટલા પ્રયાસ કરવામાં આવતા છતાં હજુ પણ આટલા બધા અજાણ્યા છીએ કે તેની ખરી સ્થિતિ શું છે તે જાણી શકતા નથી. અને તે વખતે સરકારી રિપેટે આપણા આધાર ભૂત થઈ પડે છે. છેલલા વસ્તીપત્રક ઉપરથી માલુમ પડે છે કે મુંબઈ ઇલાકામાં ગુજરાતમાં દરહજારે ૧૫૪ સ્ત્રીએ જૈન કેમમાં લખી વાંચી શકે છે. અને દક્ષીણ વિભાગમાં દરહજારે ૭ ફક્ત (સાત) સ્ત્રીએ લખી વાંચી શકે છે.
જ્યાં સુધી આટલે દરજે સ્ત્રી કેળવણીની ખામી છે તેવે વખતે જ્ઞાતિ ઉન્નતિને વિચાર કેવી રીતે પાર પાડી શકાય તે પણ વિચારવા જેવું છે. સ્ત્રીઓ સુશિક્ષિત થાય તેવી ભાવનાને સિદ્ધાંત તરીકે સાબીત કરવા સારૂ ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે. અને જ્યાં સુધી આ બાબત કોમના કેળવાયેલ વર્ગ તરફથી લક્ષ આપવામાં નહિ આવે ત્યાં સુધી કેમની ઉન્નતિ થવી મુશ્કેલ છે. જ્યારે નામદાર સરકાર તરફથી સ્ત્રીઓ ઉંચ કેળવણી લેવાને લલચાય તે સારૂ રોલરશીપે સ્થાપવામાં આવે છે અને બીજી તરફ પ્રોફેસર ક જેવા ગૃહસ્થ તરફથી સ્ત્રી કેળવણીની ઉન્નતિ થાય તે સારૂ પ્રયત્ન કરી સ્ત્રીઓ માટે યુનીવરસીટી સ્થાપવા નકકી કરવામાં આવ્યું છે ત્યારે જૈન જેવી સમજુ કેમમાં પણ લખી વાંચી શકે