SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પર બુદ્ધિપ્રભા તેવી સ્ત્રીઓનું કેળવણીને લગતું પ્રમાણ ઉપર પ્રમાણે કેટલું બધું ઓછું આવે છે તે જનસમાજ સહેલાઈથી જોઈ શકશે. દક્ષીણ વિભાગમાં સ્ત્રી કેળવણી જેવું કાંઈ છે જ નહિ એમ ખુલ્લ દેખાઈ આવે છે. ગુજરાતમાં ઘણું સામાન્ય પ્રમાણ આવે છે. આવી સ્થિતિ સુધારવા સારૂ જેન એજ્યુકેશન બોર્ડ કાંઈ પણ ન કરી શકે ? વળી કેમની અંદર બાળલમ, નાની ઉમરમાં થતા લગ્ન આદી પ્રસંગને લીધે, એકજ સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં ફેરફાર થતા, હજુ તે ગૃહિણી તરીકેની ફરજો સમજવાને ભાગ્યેજ લાયકાત મેળવી હોય છે તે પ્રસંગે કર્મસંગે અનુકૂળતાને અભાવ હોય તે જે કાંઈ પણ શિક્ષણ જૈન બહેનોએ શરૂઆતમાં લીધું હોય છે તે પણ નિરૂપયોગી થઈ પડે છે, અને આવી મુશ્કેલીમાંથી સ્ત્રી વર્ગ દુર થાય અને તેમની સામાન્ય સામાજિક સ્થિતિ કઈ પણ પ્રકારે સુધરે તેવા હેતુથી પ્રેરાઈ હાલ તુરત મુંબઈ શહેરમાં સ્ત્રીઓને ઘેર બેઠા મફત વાંચનને લાભ આપવા સારૂ, મુની શ્રી મેહનલાલજી જૈન સેન્ટ્રલ લાઈબ્રેરી મારફતે કેટલાક ઉદારચીત ગૃહસ્થની મદદથી ટોલીંગ લાઈબ્રેરી યાને ફરતા પુસ્તકાલયની પેટીઓ દરેક માળે માળે અને ચાલીએ ફેરવવા સારૂ પ્રયાસ કરવામાં આળ્યું હતું. પરંતુ ખેદની વાત છે કે આવા ઉચ્ચ આશયથી રજુ કરવામાં આવેલી જનાથી પણ જે જોઈએ તે વાંચનને લાભ લેવાઈ શકાતું નથી; કારણ કે આવા કાર્યમાં અમુક સ્વયંસેવકો જ્યાં સુધી આત્મભોગ આપવા બહાર પડે નહિ ત્યાં સુધી આવા કાર્યોની મુશ્કેલી દુર થઈ શકતી નથી. જે આ બાબત હજુ પણ લક્ષ આપવામાં આવે તે ખરેખર કેમના એક અજ્ઞાન વર્ગને આપણે અંધકારના પડદામાંથી બહાર લાવી ઘણું અજવાળું પાડી શકીએ તેમ છે. જે અમુક સ્ત્રીઓ મત વાંચનને લાભ લેશે અને તેના ફાયદાઓ સમજતી થશે તે બીજી બહેનને આ બાબત લક્ષ ખેંચવાને સારી મહેનત કરશે તેથી થોડું ઘણું લીધેલું શિક્ષણ પણ ટકાવી રાખવા સારૂ આ પેજના સાથી ઉત્તમ છે તેમ માનતાં જરાએ અટકી શકાતું નથી. મુંબઈ શહેર એકલાજ માટે નહિ પરંતુ દરેક શહેરમાં પણ આ યોજના આદરણીય થશે. કારણ કે બહુજ ઓછા ખર્ચથી મેંટે લાભ આપનારી આ ચેજના છે. આશ્ચર્ય જેવું છે કે લેક લક્ષ આ બાબત તરફ હજુ સુધી ખેંચાયલ નથી! તે તે બાબત જરૂર કેળવણીને અંગે રસ લેનાર દરેક વિદ્વાન બધુઓને સુચના કરવામાં આવે છે કે આ બાબત પિતાથી બની શકે તેટલે પ્રયાસ કરે જોઈએ. જૈનના કેળવણીને લગતા આંકડાઓ વસ્તીપત્રકમાં જુદા મેળવવાની જરૂરીઆત. જૈન કેમની વતી જોતાં, આ આંકડાઓ જુદા જુદા પ્રાંતવાર મેળવવાની જરૂરીઆત છે; કારણ કે આખા હીંદુસ્તાનની આપણી કેળવણી સંબંધી સ્થિતિ જાણવાને તે ઘણાજ ઉપયોગી છે એટલું જ નહિ પરંતુ કયા વિભાગમાં કેળવ
SR No.522095
Book TitleBuddhiprabha 1917 08 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size629 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy