SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. કેમ તરફથી પિતાની કેમમાં કેળવણી સંબંધી કેવી પ્રગતિ છે તે જે તપાસવામાં આવે તે ઘણું જાણવાનું બની શકે તેમ છે. મુંબઈ ઇલાકામાં શિક્ષણ લેતા એન વિદ્યાર્થીઓની સંખ્યા ૧૯૮૦૦ ની છે. પ્રાથમિક કેળવણીમાં ૧૭૦૬૪, માધ્યમિક કેળવણીમાં રર૩૫, ખાનગી સ્કુલેમાં ૨૫૯ અને કોલેજમાં શિક્ષણ લેતા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૪ર ની છે. આ પ્રમાણે આંકડાઓ જેવાથી માલુમ પડશે કે ૧૭૬૦૪ જૈન વિદ્યાર્થીઓ પ્રાથમિક કેળવણ લે છે. માધ્યમિક કેળવણીમાં ફક્ત રર૩૫ જૈન વિદ્યાર્થીઓ શિક્ષણ લે છે તે આવી રીતે શરૂઆતની પ્રાથમિક કેળવણી લીધા પછી આવી મોટી સંખ્યા કેળવણી લેતાં કેમ અટકી જાય છે તે લાગતા વળગતાએ ખાસ તપાસ કરાવવાની જરૂર છે. કારણ કે કેળવણીનું રણ આવી રીતે ઓછા પ્રમાણનું રહેશે તે કેમને ઉચ્ચ દરજે આવવાને હજુ કેટલે વખત લાગશે તે વિચારવા જેવું છે. તે ઉપરાંત ઉંચી કેળવણું લેતા જૈન વિદ્યાર્થીઓની સંખ્યા તરફ જોઈએ છીએ ત્યારે ખેદ ઉત્પન્ન થયા વિના રહેતું નથી. કારણ કે ફક્ત ૨૪૨ જૈન વિદ્યાર્થીઓજ કેલેજમાં શિક્ષણ લે છે. આ બાબત ધ્યાનમાં લઈએ અને જે કેળવણીને આગળ વધારવા સારૂ ઘટતા ઉપાયે કેળવાએલા વર્ગ તરફથી જલ્દીથી લેવામાં નહિ આવે તે કેળવણીને માટે નજીકના ભવિષ્યમાં સારી આશા રાખવી તે ફેકટ છે. જૈન એજયુકેશન બોર્ડ તરફથી હાલમાં કેટલુંક પ્રગતિમય કાર્ય કરવામાં આવે છે પરંતુ તેના કાર્યને સરવાળે મુઠીભર વિદ્યાર્થીઓને અમુક ઈનામ અને હરીફાઈની પરીક્ષામાંજ સમાઈ જ હોય તેથી કાંઈ કાર્યસાધક પરિણામ શું આવશે તે પણ વિચારવા જેવું છે. સતર હજાર જૈન વિદ્યાર્થીએ પ્રાથમિક કેળવણીનું શિક્ષણ લે છે. અને આશરે પંદર હજાર વિદ્યાર્થીઓ (Secondary) માધ્ય. મિક શિક્ષણ લેતાજ અટકી જાય છે તેનાં કારણે અને તે અટકાવવાને ઉપા શોધવા તે જૈન એજ્યુકેશન બોર્ડનું પહેલું કર્તવ્ય છે. દરેક પ્રાંતમાં નિમાયેલ પ્રાંતીક એન. સેક્રેટરીઓના નામની હારમાળા તરફ નજર કરીએ છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિને આશ્ચર્ય થયા વિના રહેશે નહિ કે તેઓ કેટલું બધું કાર્ય કરતા હશે પરંતુ તેઓની ખરી ફરજ તે એ છે કે શિક્ષણ લેતા પ્રાથમિક કેળવણીના વિદ્યાર્થીઓ આગળ શિક્ષણ લેતા કેમ અટકી જાય છે તે જન સમાજની નજર ઉપર લાવી દરેક પ્રાંતમાં તે કેમ અટકાવી શકાય વગેરે બાબતે સુચનાઓ કરવી જોઈએ. મુંબઈ ઈલાકામાં પચીસ હજાર શહેરમાં લગભગ સેળ હજારમાં તે સ્કુલેનું નામ પણ નથી એવી સામાન્ય સ્થિતિ ઇલાકાની કેળવણીને લગતી છે તેવે વખતે દરેક કેમ તરફથી જે પિતાની કોમની કેળવણીની સ્થિતિ તરફ લક્ષ આપવામાં આવે તે કામને વિ. ઘાર્થીવર્ગ કયાં કારણોને લીધે, કેળવણી લેવા બેનશીબ રહે છે તે કેમ
SR No.522095
Book TitleBuddhiprabha 1917 08 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size629 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy