________________
૧૧
આપણું પ્રાચીન વિદ્યાલ. દેશ લગી વ્યાપ્ત થયે હતા તેનું આવાં વિશ્વવિદ્યાલયો પણ એક સંગીન કારણ હતું. મજકુર વિદ્યાલયનું કામ ઘણું નિયમિત રીતે ચાલતું હતું. બ્રાહામુહૂર્તમાં ઉઠવું, નિત્યકર્મ કરવું, ભેજન લેવું, અધ્યયન કરવું, કસરત કરવી, સૂવું વગેરે કાર્યો નિયમિત રીતે કરવામાં આવતાં હતાં. મજકુર વિદ્યાલયને આ નિયમ હતું કે જેને જે વિષયમાં પારંગત થવું હોય ને તે વિષયમાં થવા દેતા. અધ્યયન વખતે તે પોતાના શિક્ષક પાસે પિતાને પાઠ લેવા જતા હતા. છૂટીના દિવસોમાં શિક્ષકો અને શિવે પગે ચાલીને લાંબી મુસાફરી કરતા હતા અને તીર્થસ્થાન, નગર, પર્વત, ખીણ વગેરેના અવલોકનથી પિતાનાં જ્ઞાન તથા બુદ્ધિની વૃદ્ધિ તથા ખીલવણી કરતા હતા. આવા સ્થળની લેવામાં આવેલી મુલાકાત ઉપરથી અને પોતે કેટલીક વસ્તુઓ સિદ્ધ કરવા ઉપરથી જે 3. જગદીશચન્દ્રને એવી પ્રેરણા થઈ હોય કે હિન્દ પિતાની અસલ ઉન્નતિ પ્રાપ્ત કરવાની સાથે અગાઉનાં જેવાં મહાન સરસ્વતિ-મન્દિર ધરાવી પાશ્ચાત્ય વિજ્ઞાનવિશારદ વિદ્વાનોનાં બાલકને અત્રે જ્ઞાન અપાતું થાય તે તેઓની તે મહત્વાકાંક્ષા તેઓ જેવા એક વિદ્વાન વૈજ્ઞાનિકની ઉડી દેશભક્તિનું નિર્મળ પ્રતિબિંબ પાડે છે. હિન્દના ભાવિ ઉત્કર્ષની આશાના ઉદ્દગા કહાડતાં 3. બેઝ કહે છે કે, “અત્રે એક એવું સરસ્વતિ મન્દિર સ્થાપન થશે કે, જ્યાં સંસારનાં બંધનેને કાપી નાંખી શિક્ષકે સત્યની શોધ ચાલુ ચલાવશે અને પિતાનું કામ પિતાના શિષ્યને હેરતક રેપીને પિતાના શરીરને ત્યાગ કરશે, કારણ કે તેઓના આશયે એક સન્યાસીના આશયોને મળતા છે. અને હિન્દજ એક એ દેશ છે કે જ્યાં વિજ્ઞાન અને ધર્મ વચ્ચે વિરુદ્ધતા હોવા છતાં જ્ઞાન જ ધર્મ લેખાય છે!”
રા, જનાર્દન -હાનાભાઈ પ્રભાકર.
શુષ્ક જીવન કેમ ખીલે? કૃત વિલંબિત.
અચળતા પ્રિય ! ના જગમાં કહીં, જીવન શુષ્ક અને ઘડમાં વળી; વહી જતું ટૂંકું આયુષ્ય સત્વર, મનનું સર્વ રહે મનમાં અરે ! ૧ નહિ જગે સુખ સર્વ પ્રહાય છે, પ્રભુની મીઠી દયા ન પમાય છે પ્રભુની ગેબી કલા ન કળાય છે, નહિ અહીં ! નહિ ત્યાંય વસાય છે ! ૨ હૃદયને ઇવનિ એક કહે કંઈ, સુકૃત તું જગમાં કરજે અતિ, કમલ જેમ બહુ વિકસે-ખીલે, હૃદય તેમ સદા વિકસાવજે. ૩ સુકૃત શ્રી પ્રભુ ખાતર કે દિને, જીવનવેલ લીલીજ બનાવશે ભલું કરે નિત્ય તે નર, તેથી સૈ, મનની શાંતિ અહીં તહીં પામશે. ૪
રા, ધનકર હીરાશંકર ત્રિપાઠી