________________
જ્યાં પુરાતન વસ્તુઓની શોધળને ખાતાંને વડે ચલાવે છે, ત્યાંનું વિશ્વવિદ્યાલય એક વખતે ઘણી ઉચી પાયરીપર હતું. હજારે વિદ્યાથીઓ દૂરનાં દેશેમાંથી ત્યાં અધ્યયનાર્થે આવતા હતા, જ્યાં તેઓને અનેક જાતની વિદ્યાકળા અને શારો શીખવવામાં આવતાં હતાં. આ ઘણુ સમય પહેલાંની વાત થઈ પણ નાલન્દા ખાતેની વિદ્યાપીઠ ઈસવીસનની આઠમી સદી સૂધી વિદ્યમાન હતી. તે વિશ્વવિદ્યાલય હાલના બિહાર પ્રાન્તમાં હતું. બ્રહ્મદેશ, ચીન, તિબેટ અને તુર્કરથાન વગેરે દેશે જેટલે દૂરથી વિદ્યાર્થીઓ ત્યાં શિક્ષણ લેવા આવતા હતા, મજકુર વિદ્યાલય શહેરથી દૂર એક રમણીય ઉપવનમાં આવેલું હતું. ત્યાંનાં કુદરતી દો અત્યંત મનોહર તથા કુદરતના સર્જનહાર પિતાની દિવ્ય અલેકિક શક્તિઓનું પ્રત્યક્ષ ભાન કરાવનારાં હતાં. ત્યાંના ઉતાદો અને શિક્ષકે ચેકસ વિષયમાં પારંગત (experts) હતા, ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કદાચ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી નાંખશે, પણ તે વિષે હવે કશે શક રો નથી કે તે લગભગ દશ હજાર જેટલી હતી. તે સદીમાં અને મુસાફરી માટે આવનાર ચીની મુસાફર હ્યુ-અન-સંગ પિતાના હિન્દની મુસાફરીને લગતા પુરતકમાં તે વિષે સાક્ષી આપે છે. કદાચ તેનું વચન અતિશયોક્તિ ભરેલું લાગતું હોય તે કવિકુલભૂષણ કાલિદાસ, જે ઈ. સનની પહેલી સદીમાં થઈ ગયેલે માનવામાં આવે છે તેને હવાલે આપણે આપીશું. તેના
અભિજ્ઞાન શાકુંતલ' નાટકના પહેલા અંકમાં જ્યારે રાજા દુષ્યત કવઋષિના આશ્રમે મૃગની પાછળ શિકારે જાય છે, ત્યારે તે આશ્રમ નિવાસી એક વાનપ્રસ્થાશ્રમી મજકુર રાજાને તે કાર્ય કરતે અટકાવે છે અને તેમ કરતાં તે વખાનસ રાજાને કહે છે કે “આ આશ્રમ કુલપતિ કણવને છે” મજકુર “કુલપતિ” શબ્દની વ્યાખ્યા જ્યાં આપવામાં આવી છે ત્યાં જણાવવામાં આવ્યું છે કે,
मुनीनां दशसाहस्रं योन्नदानादि पोपणात् ।
अध्यापयति विप्रपिरसौ कुलपतिः स्मृतः ॥ “જે વિપ્રષેિ દશ હજાર મુનિઓ-વિદ્યાર્થીઓને અન્નવસ્ત્રો સાથે શિક્ષણ આપે છે તેને કુલપતિ જાણો.” ઉપલી વ્યાખ્યા પુરાણોક્ત હોવાથી પિરાણિક કાળમાં પણ આપણા દેશમાં કુલપતિઓ હોવા જોઈએ એમ સિદ્ધ થાય છે. નાલન્દા વિશ્વવિદ્યાલય પણ એવા કેઈ કુલપતિની ફરજ બજાવતા કઈ બોદ્ધગુરૂને હસ્તક હેય તે તે અસંભવિત નથી, કારણ કે ત્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ઉપરાંત તેઓ માટે ત્યાં રહેવાને તથા ખાવાપીવાને અને વસ્ત્રાદિને પણ પ્રબંધ કરવામાં આવ્યું હતું. આ વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ લઈ બહાર પડતા વિદ્યાર્થીઓ પિતાના જીવનને સંસારોપયોગી કામમાં વ્યતીત કરતા હતા તથા ધર્મપ્રચાર પણ કરતા હતા. એમ માનવામાં આવે છે કે બદ્ધધર્મ જે અમેરિકાના કિસકે