________________
હટ સ્પેન્સરની અય-મીમાંસા.
૨૮૧ એમ કહેવું ઠીક ન ગણાય. સંસારના સર્વ દેશમાં અને સર્વ મનુષ્ય જાતીઓમાં ધાર્ષિક વિશ્વાસ અંતર્ગત છે જે એમ પૂછવામાં આવે કે આમ હેવાનું શું પ્રયોજન તે તેના બે ઉત્તર છે. પ્રથમ તે એ કે જેમ સુધા, તથા આદિ દકિઓના ધર્મ મનુષ્યમાં જન્મથીજ અંતર્ગત છે તેવી જ રીતે આ ધાર્મિક વિશ્વાસ પણ જન્મથી ઉત્પન્ન થાય છે. બીજે ઉત્તર એ કે આ વિશ્વાસ જન્મથી નથી ઉત્પન્ન થતું પરંતુ વિચાર કમથી શનૈઃ શનૈઃ ઉત્પન્ન થાય છે. આપણું પુર્વજો એમ માનતા હતા કે જેવી રીતે ઈશ્વરે મનુષ્યને ઇન્દ્રિઓના ધમ આપ્યા તેવીજ રીતે આ ધાર્મિક વિશ્વાસ પણ આપ્યા હતા. આ કારણથી મનુષ્ય ધર્માવિલમ્બન કરે છે. આ પ્રથમ ઉત્તરનું ઉદાહરણ થયું. જે બીજે ઉત્તર માન્ય ગણાય તે એવા એવા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ધાર્મિક વિશ્વાસ કેમ ઉત્પન્ન થયે? આ વિશ્વાસથી કઈ પ્રયજન સિદ્ધિ થાય છે? આ સંબંધમાં સૂક્ષ્મ વિચાર કરતાં નિશ્ચય થાય છે કે ધાર્મિક વિશ્વાસની ઉત્પત્તિ મનુષ્યજાતિના હિત સાથે સંબંધ ધરાવે છે અને આ વિશ્વાસ મનુષ્યજતિના હિત માટે ઉપયોગી પણ છે. અને ઉત્તરથી એટલું સિદ્ધ થાય છે કે મનુષ્યજાતિમાં ધાર્મિક વિશ્વાસ પૂર્વકાલથી ચાલતો આવ્યો છે. આવા વિશ્વાસને અનાદર કરવો એ કેવળ અનુચિત છે.
હવે વિજ્ઞાન (Science) તરફ નજર નાંખીએ. સંસારના ઘણાખરા વ્યાપક નિયમ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે. વિજ્ઞાનથી દિનપ્રતિદિન એવા આવિષ્કાર થતા જાય છે કે જે મનુષ્યજાતિને માટે બહુ ઉપયોગી છે. એમ કહેવું કેવળ અનુચિત છે કે વિજ્ઞાન કંઇ નથી, એ ધાર્મિક વિશ્વાસને વિરોધી છે. જે ધર્મવિષયક વિચારોમાં સત્યને અંશ સ્વીકારવામાં આવે તે શું વૈજ્ઞાનિક વિચારોમાં સત્યાંશ ન હોઈ શકે? સત્ય-સંબંધમાં વિજ્ઞાનનું ગૌરવ તે એથી પણ અધિક છે. જે વિજ્ઞાનશાસ્ત્ર ધર્મને કલકલ્પિત માની એને તિરસ્કાર કરે અને ધર્મશાસ્ત્ર વિજ્ઞાનને વિરોધી જાણી છોડી દે તે મહાન અનર્થ થાય. બન્ને પક્ષમાં સત્ય છે. જ્યારે બન્ને પક્ષોમાં સત્ય છે તે પછી બનેમાં એકેયનો પણ સંભવ છે. કારણકે બે સત્યાત્મક પદાર્થ કદી વિરોધી ન હોઈ શકે. કેવળ ધર્મ ઈશ્વરે બનાવ્યો છે અને ધર્મ સત્ય છે; વિજ્ઞાન અસુરોએ નિર્માણ કર્યો છે અને અસત્ય છે એમ કહેવું એ કેવળ મૂર્ખતા છે. એ બન્નેમાં વિરોધમાં ગમે તેટલાં ચિન્હ હે; વાસ્તવમાં એ બન્ને એક છે. એ બન્નેનું ઐક્ય ગુમ છે. બંને પક્ષવાળાઓએ ઉદાર-હૃદય થઈ વિચાર કરવો જોઈએ. પરસ્પરના સિદ્ધાન્તને તિરસ્કાર કરે ન જોઇએ. જે સાચા દિલથી ચેષ્ટા કરવામાં આવે તે બન્નેના સમીકરણને માર્ગ અવશ્ય નીકળી આવશે.
હવે એ જોવાનું કે એવી કઈ બાબતે છે કે જેથી ધર્મ અને વિજ્ઞાનમાં ઐક્ય સ્થાપિત થઇ શકે. એ તથ્ય સિદ્ધાન્તને નિર્ણય કરવામાં એટલું ધ્યાનમાં રાખવાનું કે સિદ્ધાન્ત એવા ચૂંટી કાઢવા કે જે અખંડનીય હેય, અવિચલ હૈય, જેથી પરસ્પરને વિરોધ મટી જાય અને જેથી બન્નેમાં સંધિ થઈ જાય. આ સિદ્ધાન્ત સત્યના એવા આધાર પર નિશ્ચિત થ જોઈએ કે બન્ને પક્ષવાળા એ માન્ય કરે. કોઈ પક્ષને કંઈ સંદેહ ન રહે; બન્નેનું પૂર્ણ સમાધાન થાય. ધર્મથી સત્યને એ અંશ શોધી કાઢવે જોઈએ કે વિજ્ઞાનશાસ્ત્રના અભાવમાં પણ અચલ રહે. તે જ પ્રમાણે વિજ્ઞાનશાસ્ત્રથી પણ એવો અંશ ખેળી કાઢવો જોઈએ કે જે ધર્મના અભાવમાં પણ નિરતર વિદ્યમાન રહે. અર્થાત સિદ્ધાન્ત એવો હવે જોઈએ કે જેને માનવા બન્ને પક્ષ બાધ ગણાય; અતએ જે બન્નેમાં ઐક્યની સ્થાપના કરી શકે,