________________
૨૮૦
બુદ્ધિપ્રભા
લાગ્યા. વિદ્યા, શિક્ષણ અને સભ્યતા વધવાથી આ વિચારમાં પણ પરિવર્તન થયું. રાજા કેવલ દયા, દક્ષિણ્ય જ્ઞાન આદિ ગુણોને આદર્શ પુરૂષ મનાવા લાગે. રાજ-ભક્તિને અર્થ પણ બદલાયો. પહેલાં રાજભક્તિનો અર્થ રાજાની આજ્ઞાનું પાલન એ કરવામાં આવતા હતે. ધર્માધર્મના વિચારની કંઈ પણું આવશ્યક્તા ન્હેતી. તે પછી એ અર્થ ગણવા લાગે કે પ્રજા રાજાને આધીન રહે છે; આથી રાજાના સમાન અને આદરના જે નિયમ ચાલતા આવ્યા છે હેને અનુસરી પ્રજાએ વ્યવહાર કરવા જોઈએ.
- જ્યારે ઇંગ્લંડમાં રાજાને ગાદીએથી ઉઠાડી બીજા રાજાને ગાદીએ બેસાડવાની રૂઢિ પ્રયલિત થઈ ત્યારે એમ માનવામાં આવતું કે રાજાને અધિકાર પ્રજાથી પ્રાપ્ત થાય છે; પ્રજાની ઈચ્છાનુસાર વર્તન રાખવું એ રાજાનું કર્તવ્ય છે. એટલે રાજા કેવલ સન્માન અને આદરનું પાત્ર થઈ ગયે. રાજ્ય પ્રબન્ધ સંબંધી એને અધિક્ષર ઓછા થશે. રાજ્યશાસન સંબંધી કાર્યોમાં પ્રજાને પ્રતિનિધી પણ અધિકાર-સમ્પન્ન ગણાવા લાગ્યા. વખત જતાં આ વિચારમાં પણ પરિવર્તન થયું. જે રાજ્ય પ્રબંધમાં મનુષ્યની સ્વતંત્રતાને ધ ન લાગે એ રાજ્ય પ્રબન્ધ સારો ગણાવા લાગે. કોઈ મનુષ્ય એવું કામ કરી ન શકે કે જેથી બીજાની સ્વતત્રતામાં વાધ આવે અથવા બીજાને કોઈ પણ પ્રકારની હાનિ થાય. સાદા શબ્દોમાં કહીએ તે પ્રથમ વિચાર અનુસાર અધીનતા” (In bordination)ને સંબંધ રાજાની
છાથી તે અને નવીન વિચારો અનુસાર પ્રજાની ઇચ્છાથી સારાંશ એ કે રાજ્ય પ્રબંધમાં “ અલીનતાને સ્વીકાર કરવો એ એક અત્યાવશ્યક ગણાવા લાગ્યું.
પૂર્વોક્ત વિચાર અવસ્ય પરસ્પર વિરોધી છે, પરંતુ એમાં કંઈક સત્યાંશ છે. આ સર્વે વિચારોને વ્યાપક આધાર અધીનતા છે અને સર્વ વિચારમાં કોઈ કોઈ રૂપે પણ અંતર્ગત છે. આથી સિદ્ધ થાય છે કે અસત્ય માનવામાં આવતા વિચારોમાં સત્યને અંશ પણ નથી રહેલે કિનનું ધ્યાન દેવાથી સત્ય નિર્ણયને માર્ગ પણ જ્ઞાત થઇ શકે છે. આ માર્ગ આ છે.
એક પ્રકારના જેટલા વિચાર હેય એ સર્વની પ્રથમ પરસ્પર તુલના કરવી. જે વિચાર પરસ્પર વિરોધી હેય એને બાજુએ રાખવા બાકીને વિચારમાં જે વાત વ્યાપક હોય એને ટુઢી અને નિયમ–સંજ્ઞા આપવી. અર્થાત્ જે અંશ સર્વ વિચારોમાં એકલા અટુલે રહે ગ્રહણ કરી અને એને કોઈ વિશેષ નામ અથવા સંજ્ઞા નિયત કરવી. જે વિચાર પરસ્પર વિરોધ હેય હેના સત્ય-નિર્ણયમાં આ નિયમથી ઘણું સહાયતા મળશે. પિતાના અને અન્ય પક્ષના સિદ્ધાન્તના વિચારમાં પણ આવી ઘણી સહાયતા મળી શકશે. એ દ્વારા સત્યને નિર્ણય થઈ જશે. આ પ્રમાણે નિયમાનુસાર ચાલવાથી માલુમ પડશે કે આપણે જે દ4 વિશ્વાસ છે તે પણ સર્વથા સત્ય નથી, અને દિપક્ષીને જે સિદ્ધાન્ત અથવા વિશ્વાસ છે તે પણ અસતત નથી; પરન્તુ સત્યને અંશ એમાં પણ અવશ્ય છે.
ગૂઢ વિચારણા કરવાથી માલૂમ પડશે કે ધર્મ (Religion) અને વિજ્ઞાન (Science) એ ઉભયમાં દીર્ધકાલથી પરસ્પર વિરોધ ચાલતું આવ્યું છે. આ વિરોધને નિર્ણય ઉપરોક્ત નિયમ દ્વારા કરવા જોઇએ. આથી માલુમ પડશે કે નાના પ્રકારના જે ભાત અથવા સ,દય દીર્ધકાલથી ચાલતા આવ્યા છે અને ચાલતા રહેશે એ સર્વમાં પણ કંઇ ને કઇ સત્યને અં અવસ્ય છેજ. પ્રત્યેક મનમાં સત્યને અંશ છે પરંતુ એ અસત્યના આડઅરમાં છુપાઈ રહે છે. સર્વ મત ધર્માચાર્યોએ અથવા પૂજારીઓએ ચલાવ્યા અને કેળ કપલ-કલ્પિત છે