SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ હટે સ્પેન્સરની અય-મીમાંસા. हर्बर्ट स्पेन्सरनी अज्ञेय-मीमांसा. આંગ્લભૂમિના સર્વ તત્વવેત્તાઓમાં હટે સ્પેન્સર સુષસિદ્ધ અને ગૌરવશાળી ગણવામાં આવે છે. આ મહાનુભાવ તત્વવેત્તાએ પિતાના વિચારોથી સમસ્ત સંસારના પ્રાચીન અને અર્વાચીન વિચારમાં ખળભળાટ કરી મૂક્યો છે. ભૂમંડળના સર્વ દેશમાં એના ગ્રન્થને અત્યંત આદર છે. આ મહાત્માને જન્મ સને ૧૮૨૦ ઈસ્વીમાં થયો હતો અને મૃત્યુ ઈસ્વી સન ૧૮૦૩ માં થયું હતું. એણે ઘણા ગ્રન્થો લખ્યા છે. એમાંના મુખ્ય મુખ્ય નીચેના છે ( ૧ ) First Principles અર્થાત વિજ્ઞાનનાં મૂળતત્વ. ( ૨ ) Principles of Biology અર્થાત્ જીવ-વિધા. (3) Principles of l’sychology amelia Haladid. ( ૪ ) Principles of Sociology અર્થાત સમાજ-શાસ્ત્ર. (૫) Principles of Ethics અર્થાત્ આચાર શાસ્ત્ર. આ ગ્રન્થોમાંના પ્રથમ ગ્રન્થની સમાલોચના કરવાને અને સંક્ષેપમાં એના સિદ્ધાન્ત આલેખવાને ઉદેરા છે. આ ગ્રન્થ બે ભાગમાં વિભક્ત છે. પ્રથમ ભાગનું નામ “અ ” (The Unknowable) અને દિતીય ભાગનું નામ “ય” (The knowable ) અર્થાત પ્રથમ ભાગમાં જે ચીજો જાણી શકાતી નથી હેનું ધ્યાન કરવામાં આવ્યું છે અને બીજા ભાગમાં જે થી જાણી શકાય છે હેનું નિવેદન કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ ભાગના સિદ્ધાન્ત તપાસીએ. (૧) ધર્મ અને વિજ્ઞાન (Religion and Science.) હટે સ્પેન્સરનું એવું કથન છે કે સંસાર કોઈ એવી વસ્તુ કિંવા વાત નથી કે જેમાં સત્યને કંઇ પણ અંશ ન હોય, અસત્યની વાતમાં પણ સત્યને કંઈ અંશ અવશ્ય રહેલો હોય છે. મનુષ્ય આનું હમેશાં ધ્યાન રાખવું એ ઈષ્ટ છે. એવી અનેક બાબતો છે કે જે સર્વથા અસત્ય મનાય છે. પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારતાં એમાં પણ સત્યને કંઇને કંઈ અંશ અંતર્ગત હોય છે. દાખલા તરીકે - પ્રાચીન ઇતિહાસ અને કથાઓ વાંચવાથી માલુમ પડે છે કે પહેલાં લોકો રાજાને ઇશ્વર અથવા દેવતા હમજતા હતા. એનું બળ એની બુદ્ધિ અને એને અધિકાર ધરનાજ એએ માનતા હતા કે દેવતાઓ સમાન એએ એએની પૂજા કરતા હતા. એ સમયના કે એમ માનતા હતા કે પ્રજાના ધન અને જીવન પર રાજાને પૂર્ણ અધિકાર છે, કંઈક કાલ પછી આ વિચારમાં પરિવર્તન થયું. લોકોએ રાજાને ઈશ્વર અથવા દેવતા માનવાનું છોડી દીધું. પરંતુ એને અધિકાર દેવતાને રહ્યા. લોકો એમ માનવા લાગ્યા કે રાજ કઈ દેવતાને અંશ છે. કાલાન્તરે આ વિચારમાં પણ પરિવર્તન થયું. રાજા ન રહ્યું ઈશ્વર ન રહે દેવાંશ. પછી એને અધિકાર ઈશ્વર અથવ દેવતાના અધિકાર સંદશ થઈ ગયા. એમ માનવા એઓ લાગ્યા કે ઈશ્વરે અથવા તો કોઈ ઈશ્વરાંશે રાજાને આ અધિકાર આપે છે. અતએ લોક રાજાને ઈશ્વરને પ્રતિનિધી ગણવા લાગ્યા અને એને શાસનાધિકાર ઈશ્વરદત માનવ
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy