________________
પ્રશ્ન વ્યાકરણ
૧e
સંવર ભાવસંવર
દ્રવ્યસંવર વત સમિતિ ગુમિ ધર્મ અપેક્ષા પરીષહજય ચારિત્ર (પ પ્રકાર) (પ પ્રકાર) (૩ પ્રકાર) (૧૦ પ્રકાર (૧૨ પ્રકાર) (૨૨ પ્રકાર) (૫ પ્રકાર).
આમાં પાંચ વત દ્રવ્યસંગ્રહમાં કહેલા છે તે પ્રમવ્યાકરણમાં જણાવેલા સંવરના પાંચ પ્રકાર છે અને એવું બીજ પ્રથામાં જણાવેલું નથી એ ખાસ લક્ષ ખેંચે છે. હવે સંવર પર એટલુંજ કહીશું કે પુણ્ય અને પાપનું આસ્રવ છે તેવી જ રીતે તેની સામે સંવરનું પણ છે.
પ્રશ્નવ્યાકરણમાં વિવરણ પદ્ધતિ
આપણે પ્રશ્નવ્યાકરણમાં આસ્રવ અને સંવરના જુદા ભેદ પાડી દરેકને એક એક લઈ તેને પાંચ ભાગમાં વહેયા છે એવું અગાઉ જણાવી ગયા છીએ. દાખલા તરીકે કર્તાએ અસ્ત્રવને પ્રથમ પ્રકાર હિંસા લીધેલ છે. સરખાવો.
" चेवणरिणामो जो कम्मस्सा सवणिरोहणे हेदु । सो भावसंबरो खलु दवासवरोहणे अण्णो ॥
--દ્રવ્ય સંગ્રહ ગાથા ૩૪. પહેલા ભાગમાં હિંસાને અર્થ કરી તેનાં લક્ષણ આપ્યાં છે. પછી હિંસાની જાતનું વર્ણન વિસ્તારથી કર્યું છે. બીજા ભાગમાં હિંસાના જુદાં જુદાં નામ આપ્યાં છે, કે જેથી શબ્દાંતરથી અર્થમાં ભેદ ન પડે. ત્રીજા ભાગમાં જે જે રીતિથી હિંસા થાય છે તે જેમકે વધ કરવે, ઘાયલ કરવું, લૂલાં કરવું વગેરે આપેલ છે. ચોથા ભાગમાં હિંસક જીવ જે જે શિક્ષા ભેગવે છે તે ગણવેલ છે, છેલા ભાગમાં હિંસકના જુદા જુદા પ્રકાર પાડેલા છે, જેવા કે શીકારીઓ, વાઘરી, માછીઓ વગેરે કે જેઓ જુદાં જુદાં કારણેથી હિંસા કરે છે.
આ પદ્ધતિ પર પ્રશ્નવ્યાકરણમાં આસ્રવ અને સંધરના પ્રકારનું વર્ણન કરેલું છે. આને વિષય અને તેમાં મૂકેલાં તને જગતના દરેક ધર્મના પુસ્તકોમાંથી મળી આવશે. બોદ્ધોના પંચશીલ જેના પાંચ સંવરને મળતાં આવે છે અને પીસ્તી આજ્ઞાએ નામે " તું મારી નહિ, હું ચોરી કરીશ નહિ, તું વ્યભિચાર કરીશ નહિ વગેરે સર્વ સંવરના અહિંસા, દત્તાનુજ્ઞાત, બ્રહ્મચર્ય વગેરેને મળતાં આવે છે.
આ પરથી જણાશે કે પ્રશ્નવ્યાકરણ છવ કે જે નિશ્ચયે શુદ્ધ છે તે કર્મથી પુદ્ગલ સહિત કેવી રીતે થાય છે તે જણાવી તેમાં ન પડવા માટે સાવધ રાખે છે. હિંસા, અદત્તા દાન, ચો, અબ્રહ્મ અને પરિગ્રહથી પુગલો જીવમાં પ્રવેશ કરી કમથી બાંધે છે. આથી દુર રહેવાને બંધ નથી મુક્ત રહેવા માટે અસત્ય, તેય, મિથુન, અને પરિગ્રહથી વિરમણ કરવાનું છે. જૈનાચાર્યોએ કરેલા વિસ્તાર,
આ મુખ્ય વિચારે. ઉપરાંત તેને વિસ્તાર જુદી જુદી રીતે જીવ કેમ બદ્ધને મુક્ત થાય છે તે જણાવી બીજા જેન આચાર્યોએ કરે છે. આ સર્વ વિસ્તારને કેડે જેવાથી જણાશે કે જેન આચાર્યોએ કેવી સંભાળથી મનુષ્યનાં જે જે કાર્યો શકય છે તેમાં સૂક્ષ્મ રીતે ઉતરેલા હતા, અને ધાર્મિક પ્રગતિ કરવા માટે કેવા સુંદર નિયમ ઘડયા હતા.
१ जस्स जदा खलु पुण्णं जोगे पावं च नास्थि विरदस्स । संवरणं तस्स तदा सुहकदस्स कम्मस्स ॥
--પંચાસ્તિકાય #મયસાર ગાથા ૧૪૩.