SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ બુદ્ધિપ્રભા આમ પ્રથમ આસ્રવ બે ભેદ નામે ભાવાઅવ અને દ્રવ્યાસ્ત્રમાં વહેચેલ છે. બાવાઅવે વા મિયા (અવિદ્યા), અવિરતિ (વતન-સંયમનો અભાવ, પ્રમાદ, કષાય (વિષયી વૃત્તિઓ) અને યોગ (જે બીજામાં સમાવેશ પામતો નથી ને સર્વ વ્યાપાર), આમાં મિથ્યાત્વ પાંચ પ્રકારનું ગણાવેલ છે –(૧) અસત્ છે તે જાણ્યા વગર તેમાં મિથ્યા શ્રદ્ધા રાખવી તે (૨) બે સત્ હશે એવું ધારીને પણ તેમાંથી કયું સત્ છે તેને નિર્ધાર કર્યા વગર કહા રાખવી તે, (૩) અસત છે એમ જાણ્યા છતાં શ્રદ્ધા રાખવી તે, (૪) કોઈ પણ કાર્યના સત કે અસત પણ સંબંધી શંકા રાખવી તે, (૫) બીલકુલ શ્રદ્ધા ન રાખવી તે. અવિરતિના પ્રકાર પાંચ છે –(૧) હિંસા. (૨) અસત્ય, (૩) ચર્મ, () મૈથુન, (૫) પરિગ્રહ. પ્રમાદ ભાવાસ્તવના એક પ્રકાર તરીકે કેટલાક ગ્રંથમાં જણાવ્યું નથી. દાખલા તરીકે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવત્તિના ગોમક્ષારમાં ચાર જ નામે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને ગજ જણાવેલ છે. પરંતુ દ્રવ્યસંગ્રહકો જે તેજ કર્તાએ રચેલ છે તેમાં સ્ત્રના એક પ્રકાર તરીકે પ્રમાદને પણ ગણાવેલ છે. પ્રમાદ વિકથા એટલે નૃ૫, રાજ્ય, સ્ત્રી, ભક્ત અન સંબંધી ખરાબ કથા કરવી તે. (૨) કષાય નામે ક્રોધ, માન, માયા અને લેભ, (૩) ઇદ્રિ પાંચ ઇધિય નામે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શ્રોત્રમાં આસક્તિ. (૪) નિદ્રા અને (૫) રાગ. આમ કષાયના ક્રોધાદિ ચાર ભેદ પાડી તે દરેકના અનંતાનુબંધી આદિ તેની તીવ્રતા ઉપર ભેદ પાડ્યા છે. નોકવાય નવ છે તે હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, જુગુ-સા, સ્ત્રીવેદ, પુરૂષવેદ અને નપુંસર્વેદ. આ પ્રમાણે ગના કાયાદિ પાડી તેના પભેદ પાડ્યા છે. આજ પ્રમાણે સંવરના ભાવસંવર અને દ્રવ્યસંવર એમ બે ભેદ પાડી ભાવસંવરના પાંચ મુખ્ય ભેદ નામે અહિંસાદિ કહી તે દરેકના જુદા જુદા પ્રભેદો પાડ્યા છે. આ આશ્રય અને સંવરના ભેદ પ્રમેને કઠો આ સાથે રાખે છે તે પરથી જણાશે. આમાં દિગંબર જૈનાચાર્યની કૃતિઓ પર આધાર રાખે છે. આ સર્વપરથી જણાશે કે શ્વવ્યાકરણમાં આસ્સવના હિંસાદિ પાંચ મુખ્ય ભેદનું અને સંવરના અહિંસાદિ પાંચ મુખ્ય ભેદનું વર્ણન છે, અને તેમાં જણાવ્યું છે કે આસ્રવથી જીવ કર્મ બાંધે છે જ્યારે સંધરથી કર્મને દૂર રાખે છે; પરંતુ આ મુખ્ય ભેદોના ઉપભેદ અને તેના ભેદ આદિ વિસ્તાર જૈનાચાર્યોએ અનેક રીતે ર્યો છે. [ આ સાથે જોડેલા કકામાંથી જાણશે કે ભેદપભેદે દિગંબર કૃતિપરથી લીધેલ છે, શ્વેતાંબર દષ્ટિએ કવચિત ફેરફાર છે તે સુજ્ઞ વાચકે વિચારી લેવું.] ખેતવાડી મેઈનરોડ છે. અનુવાદક - મોહનલાલ દલીચંદ શાઈ મુંબઈ તા. ૮-૪-૧૬. J બી. એ. એલ એલ. બી -— —.. १ मिच्छतं अविरमणं कसाय जोगा य आसवा होति । पण वारस पशुवोसं पण्णरसा होति तब्भेया ॥ –ગેમદ્રસાર કર્મકાંડ ગાથા ૭૮૬. અર્પત આસવના ભેદ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને એમ છે કે જે અનુક્રમે પાંચ, બાર, પચીસ અને પંદર ભેદે છે.
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy