________________
ઉજમણાની અપૂર્વ
ભા.
૨૭૩
उजमणानी अपूर्व शोभा.
જ
ના
શેઠ મણિભાઈ દલપતભાઇના ભવ્ય નવીન મકાનમાં ઉજમણાની દીવ્ય રચના કરવામાં આવી છે, જે જેવા શહેરમાંથી સંખ્યાબંધ માણુની દરરોજ ગરદી નજરે પડે છે. ઉજભણાની બેઠક, સામાન ગોઠવવાની ખુબી, સુશોભીત સામાન તેમજ સર્વ સ્થળે ઇલેકટ્રીક રંગ બેરંગી લાલ પીળા પટી વિગેરે રંગોના લાઇટોની રચના તેમજ મકાનનું સુંદીરપણું એ ઉજમણાની શોભામાં અપાર આનંદ આપે છે. વચ્ચોવચ ભગવંતની મુખ પ્રતિમા અને ચાંદીનું સુંદર સમોસરણ ચક્ષુને અનહદ આનંદકારી અને હેરત પમાડે તેવું છે. સમોસરણની અંદર પણ શુસોભિત રમકડાં વિગેરે મુકવામાં આવેલ છે. ઉજમણુમાં અવલોકન કરતાં જણાય છે કે ચંદરવા, છેડ, પંડીમાં પૈસાને વધુ વ્યય ન કરતાં પુસ્તક પાનામાં તેમજ સાધુ મુનિ મહારાજ તેમજ દેવળોમાં ખપ આવે તેવા સામાન વિગેરે તરફ વધુ લક્ષ્ય આપવામાં આવ્યું છે તે સ્તુત્ય છે. શેઠ મણીભાઈનું કુટુંબ આખી જૈન આલમમાં મશહુર છે તેમજ ધર્મનિકપણાને માટે પણ વિખ્યાત છે. તેમના કુટુંબ તરફથી આવાં આવાં સેંકડે ધર્મનાં કાર્યો કરવામાં આવ્યાં છે અને આવે છે. અમે આ સ્થળે કહેવાની રજા લઈએ છીએ કે જેવી રીતે શ્રીદેવીની શેઠશ્રી મણીભાઈના ઉપર સંપૂર્ણ કૃપા છે તેવી રીતે ભાગ્યદેવીએ પણ તેમના ઉપર સંપૂર્ણ અનુગ્રહ કર્યો છે. અને તેથી કરી અમો આશા રાખીએ છીએ કે તેઓ જૈનમના ભલાને માટે પોતાની શક્તિ અનુસાર પ્રયાસ કરશે અને તેમના કુટુંબે મેળવેલી જાહેજલાલીમાં વૃદ્ધિ કરશે, કારણ કે અત્યારે જૈનમમાં કેટલાંક ઘરે ઘણી નિરાધાર સ્થિતિ ભોગવે છે તે તેમના ઉહારાર્થે પિતે પિતાથી બનતું કરશે. તેઓશ્રી શેઠ આણંદજી કલ્યાણજીની આપણું મહાન સંસ્થાના પણ અગ્ર ગણુતા કાર્યવાહક છે. તેમજ ત્રણ મીલોના માલીક છે તે અને સંપૂર્ણ આશા છે કે તેઓ જૈન કોમના ભલાને માટે જે ધારશે તે કરી શકશે. આ સ્થળે એટલું કહેવાની આવશ્યકતા ધારું છું કે શ્રીયુત શેઠ મણુભાઇ આવા ધર્મ ઉદ્યોતના કામોની સાથે પિતાના જ્ઞાતીબંધુના ભલાને માટે યોજનાઓ જશે. તેમનાં વયેવૃદ્ધ માતુશ્રી ગંગાબાઈ એક મહાન પુણ્યશાળી બાઈ છે. તેમના નામથી અને એક જૈન કન્યાશાળાની સંસ્થા ચાલે છે તે સારા પાયા પર ચાલે છે. તેમજ તે સંસ્થાને માટે એક દીવ્ય મકાન પણ કરાવી આપવામાં આવ્યું છે. આ એક જૈન કેમ ઉપર વૃદ્ધ વડીલ માતાને તેમજ તેનાં સહાનુભુતિ માટે તેમના પુત્રને જૈનકેમ ઉપર અપૂર્વ ઉપકાર થશે છે. અત્યારના જમાના મુજબ આવી રીતની કેળવણીની સં.
સ્થાઓ, બડગે, પાઠશાળાઓ અને નિરૂઘસીને ધંધે લગાડવા, ઉદ્યમ શાળાઓની જરૂર છે, અને અમે આશા રાખીએ છીએ કે આપણે કોમના નેતાએ. ધર્મની આવી બાબતો પર જમાનાનુસાર વધુ લક્ષ્ય આપશે. Haman mercy મનુષ્ય દયા એજ અત્યારે આ જમાનાનુસાર વધુ ઉપયોગી છે અને તેજ દરેક બંધુઓને ભાનાનુસાર મુદ્રા લેખ થ જોઈએ. માટે તે તરફ જૈન બંધુઓનું લક્ષ્ય ખેચું છું.