________________
૨૭
બુદ્ધિપ્રભા
ખરા કંજુસે તે આનું નામ ? ૧. આલાબામા ગામમાં રહેતે એક કંજુસ પિતાના ઘરના દરેક માણસને બારીક અક્ષરે લખવાનું કહે છે કે, જેથી શાહી ઘડી ખપે,
૨, આમાં રહતે એક કંજુસ દરર પિતાનું ઘડીઆળ બંધ રાખે છે કે, રખેને તેમાંના સાંચા વહેલા ધસાઇ જાય.
૩. લુઇસીઆનામાં રહેતા એક કંજુસ પિતાના કુવામાંથી કાડેલું પાણી પોતાની તરસ કરતાં પણ ઓછું પીએ છે કે રખેને કુવામાંથી પાણી ઘટી જાય અને વળી કોઈ કઈ વખત તે પાડોશીના કુવામાંથી પાણી ચોરી લાવે છે, અને કહે છે કે બચ્યું એ બાપનું !!, . મુગલ શહેનશાહ અકબરના વખતમાં હિંદુસ્થાનના ચાલતા
લાહોરનું “પતન” પત્ર જણાવે છે કે;–અકબરના વખતમાં હિંદુસ્થાનના બજાર ભાવ નીચે મુજબ હતા. એક મણ ઘઉંના રૂ. -૪-, જવના રૂ. ૭-૩-૨, બાજરીના 3. ૦-૭-૫, ચોખાના રૂ. ૦–૮–૦, મઠની દાળના રૂ. ૧-૪-૩, મગની દાળના રૂ. ૦––૨, ખાંડના રૂ. ૧-૪-૦, ડુંગળીના રૂ. ૦–૨–૫, ઘીના રૂ. ૨–૧૦–૧, તેલના રૂ. ૦-૧૦-૧, અને હળદરના રૂ. –૪–૦. આ ભાવ ૮૦ તોલા પ્રમાણે શેરના ઘણું કરીને હેવા જોઇએ. “કેટલા બધા સસ્તા ભાવ.”
નવાઈભરી અજાયબીઓ (૧) નવસાર તથા કપુરને વાટી હાયે લેપ કરીને હાથમાં દેવતાના અંગારા લઈએ તે પણું બળીએ નહિ.
(૨) ખાંડને કલોરા પટાશ સાથે મેળવી રાખી પછી એ ખાંડપર ઉચા ગધકને તેજબ છાંટવાથી તુરત ખાંડને ભડકો થાય છે.
(૩) નાગરવેલનાં પાન હાથમાં ચાળીને મસળવાથી ગ્યાસલેટની વાસ તુરત હાથથી
દૂર થાય છે.
(૪) ડુંગરીના રસથી કાગળ પર લખીએ તે તે અક્ષરે કોઇનાથી દેખાશે નહિ. પરન્તુ તે કાગળને જરા દેવતાપર તપાવવાથી કેશરી રંગના અક્ષરે ઉઠી નીકળશે.
(૫) સમુદ્રફેણ અને વાળને વાટી ધોળા આકાના કુલના રસમાં નાંખી તેમાં કપડું બાળી નાંખી તે કપડું પહેરવાથી ગમે તેવા વરસાદમાં પણ ભાજશે નહિ.
(૬) ચનખડીએનાં પાનાં ચાવીને પછી ઉપર માટી ખાધી હોય તે તે માટી ખાતાં સાકર જેવી ગળી લાગે. .
(૭) હડતાળ, સિંદુર, મનસીલ અને ગંધકને સમભાગે લઈ વાટીને લુગડાપર ચોપડી તે લુગડું રાત્રે અંધારામાં એઢિીને ફરવાથી સાણસ અગ્નિ જેવે દેખાશે.
(૮) ટંકણખાર તથા હળદરને વાટી તેમાં દીવેટ બળીને તે દીવો સળગાવે તે તેની ત કેશર જેવી દેખાય.
(૮) લુગડાની અંદર જુવારની નરમ પોટલી બાંધી યુનાની ભઠ્ઠી નીચે જમીનમાં દાટી રાખવી. એક વખત ચુનાની ભઠ્ઠી પાકી ગયા પછી તે જુવારને કાઢી લાવવી. આ જુવારને પાને હાથ લગાડતાંજ તુરત ધાણી થઈ જાય છે.
(કાલીદાસ)