________________
મિથ્યાભિમાની ઠાકોર,
૨શ
પરનો જખમ જોઈને તેની મા હર્ષભેર બેલી ઉઠી કે “ખુદાને બડી ખેરકી કે મેરે લકેરી આંખ બચી ગઈ, જરા ગળી નીચુમે લગા હેત તે બિચારે હું આંખ બિલકુલ કુટ જાય ગી” જીવ ગયે તેની તે બીબીને કરજ નથી. આ જોઈને ગામના લોકોને હસવું આવ્યું
મિથ્યાભિમાની ઠાકોર,
એકવાર કોઈ ઠાકોર રે આવીને બેઠા હશે, ત્યારે તેમના છોકરાએ આવી નીચે પ્રમાણે કહ્યું,
છોકર-બાપુ, બાપુ, ચાલોને કોદલપુરના રાજાજી આવ્યા છે. ઠાકોર:–કયાં છે? કયાં છે ?
કરો -કલાલ પાટપર ઉભા છે. ઠાકોર:-કેટલીવાર રહેનાર છે? છોકરા-મળવું હોય તે ચાલે, નહિ તો થોડીવાર પછી શીતળપુર જશે. મકર:-કોઈ સાથે છે કે? છોકર:–ના કેઈ નથી. ઠાકર-વાસીઆ કોટવાળને કહે કે મૂળજી મહેતાને બોલાવી લાવે, હું હાલ આવું છું.
બાપ દિકરા વચ્ચેની ઉપરની વાતચિત્ત સાંભળી પાસે બેઠેલા સર્વ લોક અચંબો પામા. અને વિચારવા લાગ્યા કે આ ઠાકોરની આબરૂ તે સારી જણાય છે. કે રાજઓ જેવા તેમને ઘેર આવીને મળવા બોલાવે છે. અને વળી ઠાકોર પણ પિતાને ઘેર મહેતાને રાખતા જણાય છે, પરંતુ આ વાત ચિત્તની ખરી ખૂબી કોઇના જાણવામાં આવી નહિ. તેની ખરી મતલબ આ નીચે મુજબ છે.
પ્રથમ છેકરે આવીને કહ્યું કે;–દલપુરના રાજાજી આવ્યા છે એટલે કે ઘેરે કોદરાને રોટલો કર્યો છે. ઠાકોરે કહ્યું કે—ક્યાં છે, ત્યારે છોકરાએ જવાબમાં જણાવ્યું કે કલાલ ઘાટ પર છે એટલે સ્પેઢામાં છે. ઠાકરે પછી પૂછયું કે તે કેટલીવાર રહેનાર છે, એટલે કે કઢામાં ક્યાં સુધી રહેશે? ત્યારે છોકરે જવાબ દીધો કે, થોડીવાર રહી શિતળપુર જશે એટલે ઠંડા થઈ જશે. એ સાંભળી ઠાકોરે પૂછયું કે, સાથે કઈ છે કે, એને અર્થ એ છે કે, કેટલા સાથે ખાવાનું કાંઈ છે કે? તેના જવાબમાં છોકરે કહ્યું કે, કાંઈ નથી. ત્યારે ઠાકોરે કહ્યું કે, ઘાસીઆ કોટવાળને કહે કે, મૂળજી મહેતાને બોલાવી લાવે. તેની મતલબ એવી હતી કે, ઘાસની એક પૂળી લેઈ જા અને બજારમાંથી મૂળે લઈ આવ કે - ટલા સાથે ખાવામાં આવે. આવી, બોલીમાં ચતુરાઈ અને મિથ્યાભિમાન ઠાકોરનામાં ભરાયેલા હતું, વાંચકે સમજ્યા કે હજુ પણ આવા ઘણા રજપૂતો હિન્દુસ્તાનમાં હયાત છે કે, જે એના ઘરમાં હાંડલાં કુસ્તી કરતાં હોય અને ખાવાના પણ સાંસા પડતા હોય છતાં અભિમાનમાં તણાઈ જતા હોય છે.