SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ બુદ્ધિપ્રભા નાથ તારા અખૂટ જ્ઞાન સમુદ્રમાંથી અમ સરખા દીન અનાથને એક લવ આપ કે જેથી કરીને અમે તારા દર્શન રૂપ અમૃતમાં તૃપ્ત થઈ તારા ધ્યાનમાં લીન થઇએ. - હે શરણ દાયક અજ્ઞાનતિમિરભાસ્કર વિષય કષાય રૂ૫ રાક્ષસના ભયથી શરણ રાખનાર તું એક છે, પરપુદ્ગલથી ન્યારે છે, વળી નિશ્ચયન કરી શુદ્ધ છે, એવા હે સ્વયં બુદ્ધ અમારા અમાને ચિંતામણી સમાન જૈનધર્મની શ્રદ્ધાની મતિ આપી તેને પય પાણી ના મેળાપની માફક તાણ સ્વરૂપની સાથે સંલગ્ન કર, | હે દુવર સંસારવિકાર આ સંસારને વિષે અમારા જન્મ, જરા, મરણાદિક રોગ હરણ કરવાને તારું નામરૂપી ઔષધ એવું સમર્થ છે કે તેનું શ્રવણ થતાં જ અનિષ્ટ સંયોગ વિયેગાદિકનાં દુઃખ વિસરે છે, અને વળી મનમાં પરમસુખ સમૂહના કલેલ પ્રગટે છે. તો તે ઔષધ કરશે તેના રંગ કેમ નહિ મટે ! મટશેજ. હે પરમાનંદકારી અન્ત દેવ તારું નામ જગજીને પરમ આધારભૂત છે, તે કાણુકારી જ્ઞાનકળાનિધાન ચિદાનંદ અરૂપી તુંજ નિત્ય છે બીજું સર્વે અનિત્ય છે. માસ્તર હીંમતલાલ મગનલાલ, - - सद्बोध. (લેખકઃ-સદ્ગત દલખુશ . શાહ), ખરે પણ તે આનું નામ ! એક કૃપણુ વાણુઓને સાત છોકરાં હતાં તેમાં એક નાના છોકરાને તાણ આવવાથી મરી ગયું, તેને બાળવા સારૂ લાકડાં લેવાને માટે એક લાકડાં વેચનારની દુકાને ગયો, અને એક બે ત્રણ વરસના છોકરાને બાળવાનાં લાકડાંની શી કીંમત પડશે તે વેપારીને પૂછ્યું. લાકડાવાળો-તમે નાના સારૂ લઈ જાઓ કે મેટા સારૂ ૫ણું દરેક મુદ્દા દીઠ રૂપીએ એક પડશે. કૃપ-એક રૂપીઆનું નામ સાંભળી છેકરાના મૃત્યુનું દુઃખ ભૂલી જઈ વિચારમાં પ ને વેપારી પ્રત્યે તિરસ્કાર કરીને બેલી ઉઠશે કે અરે લોભી વેપારી “એક નાના છોકરાને બાળવાના લાકડાને માટે બધે એક રૂપી. ભલા માણસ કાંઈક તે ઓછું કરે જેથી તારે આંગણે ફરીને આવવાનું મન થાય, અમે તે કિયા એક વખતના ઘરાક છીએ હજુ તે મારે છે છોકરાં હયાત છે, તેથી ઘણું વખત તારી દુકાને આવવું પડશે, માટે સુંદો ભાડવાત ભૂખે ન મરે એવું રાખશો તે વારે વારે અમારા બીજા છેકરાઓને માટે પષ્ણુ બળતણ લેવા તમારે ત્યાંજ આવીશું.” શિક્ષક અને વિદ્યાર્થી, શિક્ષક કેમ અત્યા, હરીલાલ હમણું તુ ક્શન સાથે શું વાત કરતે હતે ! હરીલાલ:–છ સાહેબ! શિક્ષકો–ઓય, તેના સાથે તે શું બોલ્યો હતો?
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy