SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ-પ્રાર્થતા. ૨૬૭ ક–પ્રાર્થના. * શ્રી પરમદેવ પરમાત્મા, ઓંકારરૂપ કરૂણાસાગર, કૃપાનિધાન, દ્વાદશ ગુણ વિરાજમાન, અષ્ટાદશ દોષ રહિત, શાન્તરાગ, રૂચિભય, કેવલજ્ઞાન દિવાકર, નરેદ્રદેવેદ્રવંદિત જગદીશ, અરિહંત ભગવાનને અમારા સમ્યગજ્ઞાન પૂર્વક નમસ્કાર થાઓ. હે પરમ કૃપાળ જગબંધુ પરમાત્મા આપ અનંત જ્ઞાનાદિક ગુણે કરી સહિત છે. ભવ્ય પ્રાણરૂપ કમળ અજ્ઞાન અંધકારમાં બાઇ ગએલાને વિકસ્વર કરવાને સૂર્ય સમાન છે. સંસારમાં બુડતા પ્રાણુને તારવાને ઝાઝ સમાન છો. સંસાર અટવીમાં પરિભ્રમણ કરનાર અમ સરખા પ્રાણીને તારવાને આપ સાર્થવાહ તુલ્ય છે. સત્ય અસત્ય, નિત્ય અનિત્ય, ધર્મ અધર્મ, માર્ગ કુમાર્ગ દર્શાવી પર રસ્તો બતાવનાર છે. આ૫ નિર્વિકારી નિરાધારી, નિરલેબી, અશરણું, નિરૂપાધિ, અજ, અવિનાશી, અચળ, અછેટ, અભેદ, અક્ષય, અશરીરી, અનાવગાહી છે. કર્મ બંધનથી મુકત છે. અમે વિષરૂપ વિવાદિકના ભેગી થતા આત્મિકગુણરૂપ પ્રાણુને નાશ કરનાર છીએ, આપ આત્મગુણના ભગી છે. અમારી તથા આપની મૂળ સત્તા તથા મૂળરૂપ એક છે; પણ અમે કર્મ રોગ રૂપી ઉપાધિ સહિત છીએ ને આપે કર્મ ઉપાધિ જ્ઞાનરૂપી વકરી ચુરણ કરી નાંખીને પિતાનું મૂળરૂપે પ્રગટ કીધું છે. આપ સર્વા છે, સર્વદશ , સ્વભાવમાં લીન છે અમે પરભાવના ભેગી છીએ, અમે સંસારની ક્રિયા કરવાથી જુગારી છીએ અને પિતાની દિ મુકીને પુદગલની ઋદ્ધિમાં લીન છીએ, તેના ગ્રાહક છીએ તેથી ચોર છીએ, આપ પિતાની ચીજના ભોગી છે. અમે મુમતીને વશ ૫ યા છીએ તેથી વ્યભિચારી છીએ. આપ પોતાની સુમતી સ્ત્રીના ભોગી છે તેથી મહા શિળવાન છે. અમે અનેક જીવને ઘાત કરીને પુદ્ગળના ભેગી છીએ તેથી આડી છીએ. આપ સર્વ જીવના રક્ષક છે તેથી મહા કૃપાળ છે. અમે ક્રોધારિનથી બળી રહ્યા છીએ. આપે ક્ષમારૂપી પાણીથી સર્વ કરોધાદિક અગ્નિ શમાવી છે. અમને લેભ વિષધર કર્યો છે. આપે નિર્લોભતા રૂપી બુટ્ટીથી ભરૂપી વિષનો નાશ કર્યો છે. આપે માનરૂપી પર્વતને નમ્રતારૂપી વકરી ચુર્ણ કર્યા છે, સરળતા રૂપી દાળીથી પટરૂપી માયાને મુળથી નિકદન કરી છે. હે પરમાત્મા ક્યારે હું પિતાના સ્વભાવમાં રમીશ. મહારે ને તમારે ઘણે અંતર પડશે છે. અજ્ઞાન રૂપી મોટા ડુંગર વચમાં પડ્યા છે. તે દિવસ, તે પડી અને તે પળને ધન્ય છે કે જે દિવસે અમે જ્ઞાનરૂપી વજે કરી અજ્ઞાનને ચુરણ કરીશું હે પુરૂષોત્તમ પરમધામ નિવાસી, સકલજ્ઞાન વ્યાપક, ચતુ:ખિ દેવેન્દ્ર પૂજ્ય પરમાત્મા, ધન્ય છે તારા આત્માને કે જે અનંત જ્ઞાન દર્શન ચારિત્ર દાન લાભ ભેગપભગ વી અનંત અવ્યાબાધ સ્થિર સુખમાં મગ્ન થઈ રહ્યા છે. ધિક્કાર છે અમારા આત્માને કે જે રતિ સંતાપરૂપ સ્ત્રીના અનલ કમળદળ કટાક્ષથી લીન થઈ ફિપાકના ફળ જેવા અસ્થિર શબ્દ રૂપ, રસ, ગંધ, સ્પર્શ રૂપી પુલિક સુખમાં મગ્ન થઈ જન્મ મરણ સંતાપ રૂપ ધારણ ચપેટના દુઃખને સુખ માની સહન કરી રહ્યા છે. હે પવિત્ર પરમજ્ઞાનધારી, જેમ પંખી અખૂટ સમુદ્રમાંથી ચાંચ બોળી પિતાના આ ભાને તપ્ત કરે છે પણ તેથી કરીને સમુદ્રમાંથી કાંઇ પાણી ઓછું થતું નથી તેમ છે ધના
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy