________________
૨૬૧
બુદ્ધિપ્રભા.
પવાનું કામ છે? કોઈ કહેશે કે એ તો વ્યવહાર સાચવવું જોઈએ. તે કહેવું પડે છે કે,
વ્યવહાર તે સાચે છે જોઈએ કે દંભ ભરેલો દાંભિક હવે જોઈએ. કારણ કે મરનારના સબંધીને જે લાગણી થઈ આવે છે, રાવું આવે છે તેવું અન્ય વ્યવહાર સાચવનારને થતું નથી છતાં છતી કુટી ભાગવી, પોતાને રડવા લાગવું; મેં વાળવું અને સામાને દુઃખ વધુ સંભારી આપી દુઃખ આપવું એ શું આ અબળાઓની રજ છે? વળી ઉભા રહી ભર બજારે ઉપાડી છાતી મુકી છાતી કુટી ભાગવી. ઉંચા ઉંચા હાથ કરી જાણે મરનાર સ્વર્ગમાં ગયો તે મને પણ સાથે સ્વર્ગમાં લઈ જાવ એવી રીતે હાથ ઉંચા કરી છાતી કુટવી એ શું વાસ્તવિક છે? વૃદ્ધ બેરીઓએ–રાંડરાંડ બૈરીઓએ તે ઉલટી ધર્મ શાસ્ત્ર પ્રમાણે છેટી બેરીઓ કરતાં વધારે શરમ મરજાદનું રક્ષણ કરવું જોઈએ તેના બદલે ઉઘાડી છાતીએ ભર બજારે કરે છે એ શું ઓછું શરમાવનારું અને લજજાસ્પદ છે? છાતી કુટવાથી જે વૈદિક નિયમ પ્રમાણે હાર્ટને નુકશાન થાય છે તેથી શું આ અબળાઓ અજાણ હશે? વધારે બેની વાત એ છે કે છોકરી પરણી ત્યાથીજ રોવા કુટવાની અમુલ્ય કળાને તેને અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યારે કહેવું પડે છે કે શું ભારતવર્ષમાં અન્ય કળાઓને નાશ થયે છે કે તે જ કળાનું છોકરીઓને અધ્યયન કરાવવામાં આવે છે. શું તે ૬૪ કળાઓમાં રાવા કરવાની કળાને સમાવેશ થતો હશે? જો તેમ હોય તે તેના હિમાયતીએ પત્રારા પ્રસિદ્ધ કરી જન સમાજ ઉપર ઉપકાર કરશે. જેવું કાર્ય તેવું કુળ આઘાત તે પ્રત્યાઘાત, Law of action and reaction રેવા કુટવાની કળાથી તેનું ફળ પણ રાવાનું જ મળે એ સ્વાભાવિક છે. કે ધર્મ કે એવી કઈ શુશિક્ષિત વ્યકિત આ બાબતને અનુમોદન આપતી હશે? માટે આ બહેનેએ આ નિંધ રિવાજને જડમૂળથી ઉખેડી નાખ જોઈએ. તે તેમની પ્રથમની ફરજ છે. જે જે જ્ઞાતિઓએ તેનું ઉન્મેલન કર્યું છે તેમને ધન્યવાદ ઘટે છે. અને જે જે જ્ઞાતામાં તે રિવાજ પ્રચલિત હોય તેમને તે દુછ રિવાજને નાબુત કરવું જોઈએ. કેઈ અંદગીને અમરપટે લઈ જન્મતું નથી તેમ કોઈની જીંદગી રજીસ્ટર થયેલી નથી. જે જાયું તે જવાનું છે. પુષ્પ ખીલે છે અને કરમાય છે. સૂર્યને ઉદય થાય છે તેમ અસ્ત થાય છે. વાદળાં ચઢે છે અને વિખરાય છે. એમ આ સંસારની ઘટમાળ પણ ચાલ્યા કરે છે. શાનિઓ કહે છે કે સંસાર એ ઝેરના લાડુ છે. આવું તેનું વિચિત્ર સ્વરૂપ છે. દરેકને સુખ દુઃખ પૂર્વ ભવકૃત કર્મ પ્રમાણે ભોગવવાં પડે છે. માટે દુઃખ એ પણ સ્વભાવિક છે ને સુખ એ પણ સ્વભાવિક છે. માટે દુઃખીને દિલાસો આપવાને બદલે દુઃખીને દરરોજ મેવાળી છાતીઓ કુટી દુઃખનું સ્મરણ કરાવવું એ કોઈ પણ રીતે ઉચિત નથી. તેને ધર્મસાઅ પાપ ગણે છે. ઇષ્ટ વિગ અને અનિષ્ટ સંગ એ સ્વભાવિક છે. માટે તેવા પ્રસગે દુખીને દિલાસો આપવાને બદલે તેને દુઃખથી તપવવું, તેને તેના દુઃખનું પુનઃ પુનઃ સ્મરણ કરાવવું તેને માર્તણા શાસ્ત્રકાર ગણે છે. માટે તે આર્તધ્યાન જેમ નાબુદ થાય અને તે દુષ્ટ રિવાજ બંધ થાય તેના માટે હું આર્ય બહેનેનું ધ્યાન ખેચું છું, આ રિવાજ બંધ કરવાને જેઓ પ્રયત્ન કરશે તેઓ અત્યંત પૂય ઉપાર્જન કરશે. માટે અમારા કેળવાયેલા બંધુઓને વિજ્ઞપ્તિ કરવામાં આવે છે કે દરેક બંધુ આ નિધ પ્રચલિત રિવાજને નાબુત કરવા પિતાની કમર કચ્છી અને જન સમુહ ઉપર ઉપકાર કરશે. લી.
સમાજ સેવક,