________________
વિજાપુરમાં ઉજમણુની માંગલિક ક્રિયા અને તે પ્રસંગે કેળવણીને ઉત્ત. ૨૬૧
પ્રતિષ્ઠા છે. એટલું જ નહિ પરંતુ શ્રીમંત સરકાર ગાયકવાડ સરકારના રાજ્યમાં પણ તેઓને ધણે મારે મેમો છે. તેમજ રાજ્યના મુખ્ય અમલદારો વણિકર સુબા સાહેબ વિગેરે સાથે તેમને સારો સંબંધ છે. રાજ્યને વિઘાધિકારી વર્ગ પણ તેમને ઘણી સારી રીતે પીછાણે છે. શ્રીમંત સરકાર ગાયકવાડ સરકારે પણ તેમના નામથી ચાલતી બેડીંગને સારું પ્રોત્સાહન આપ્યું છે તે જ તે રાજ્યની ઉદારતાનો આદર્શબૂત દાખલે છે. પિતાની રૈયતના એક મોભાદાર માણસના નામથી ચાલતી જાહેર સંસ્થાને રાજ્ય તરફથી ઘણી સારી મદદ મળે તે એક રાજ્યકર્તાને કેળવણી જેવા અત્યારે અગત્યના વિષય પરત્વેને અપૂર્વ ચાહ બતાવી આપે છે. શ્રીમંત સરકારનો પિતાના રાજ્યમાં ફરજીઆત કેળવણીને કાયદો તેજ તેમને તે પરત્વેને પૂર્વ ચાહ સુચવે છે. અને તે કાયદે ભવિષ્યમાં તેમની પ્રજાને ઘણો આશિર્વાદ રૂપ થઈ પડશે. એ નિર્વિવાદ અને નિઃશંક છે. અમુક પિતાની વ્યક્તિની ઉન્નતિ અર્થે દરેક શેઠીઆ શુભ કાર્ય કરે તે સ્વાભાવિક છે. પરંતુ આ શેઠે તે જે કાર્ય કર્યું છે તે ઘણુંજ અભિવંદનીય છે કારણ કે તેમને આ બોડીંગને જે મદદ આપી છે તે સાર્વજનિક શુભ કાર્યને મદદ આપી છે. આથી તેમની કિતમાં અપૂર્વ વધારે થયું છે. તેમના કુટું બીએ સારી સ્થિતિમાં છે. તેમજ રા. ૨. લલ્લુભાઈ જેવા તેમના પુત્રવત કેળવણીના ચુસ્તહિમાયતી છે તે અમને આશા છે કે શેઠશ્રીના આ શુભ કાર્યને તેઓ સાંગોપાંગ ઉતારશે. તેના નિભાવ માટે જો કે તેને મદદ મળી છે. છતાં આ સ્થળે કહેવાની જરૂર છે કે તેને એક સારા હવા અજવાળાવાળા સુઘડ મકાનની ખાસ આવશ્યકતા છે. આ માટે શ્રીમંત સરકાર ગાયક્વાડ સરકારે, તેમના સંબંધીઓએ, મિત્રોએ, ગામના અગ્રજોએ ખાસ લક્ષ્ય આપવાનું છે. તે સિવાય તે સંસ્થાને પૂર્ણતા નથી, માટે આ માટે સર્વે ઉપરના સગ્રહ
તું તે માટે ધ્યાન ખેચું છું. દેશને માટે અત્યારે કેળવણીનો પૂર્ણ પ્રચાર કરવાની જરૂર છે ને આવી સંસ્થાઓ તેને પૂર્ણપૂર્ણ ટેકો આપનારી છે. તે આશા છે કે ઉપરના દરેક બંધુઓ અને રાજ્યના નેતાઓએ તે બાબત પૂર્ણ લક્ષ આપવાની જરૂર છે. શ્રીમંત સરકારની પિતાની પ્રજા માટે અપૂર્વ લાગણી, ચાહ, અને તેમની પ્રજાના કલ્યાણનાં કામે અને પાર છે. તે કલ્યાણના પરમાર્થનાં શુભ કાર્યોમાંથી શ્રીમંત સરકાર આ સંસ્થાને હાયમાં ઉમેરે કરી પિતાને અપૂર્વ ઉપકાર દર્શાવશે એવી આશા છે. શેઠ શ્રીયુતને આ પાપકારના કાને લીધે ગામના અગ્રજ તરફથી એક માનપત્ર આપવામાં આવ્યું છે. જેની નકલ આ સ્થળે રજુ કરી છે. તે ઉપરથી આ સંસ્થાના હેવાલની રૂપરેખા વાચકવૃંદને સમજાશે. શેઠ શ્રીયુતને અન્યુદય થાઓ, અને તેઓ દિયુષી રહે અને પરમાત્મા કૃપાએ તેમની દરેક મનવાંછના પાર પડે. તથા તેમની દયાળુ વૃત્તિ, પરમાર્થ પરાયણતા, ધર્મનિષા સદા સતેજ રહે અને પરમાર્થનાં ઘણાં કાર્ય તેમના હાથે થાઓ એવું ઇચ્છીએ છીએ. માનપત્ર આપવાના શુભ માંગલીક દિવસે જે જે સદગૃહસ્થો તરફથી વિજાપુરના વિદ્યાર્થી
ના લાભાર્થે જે જે મદદ મળી છે તેનાં નામ વિગેરેની હકીકત આ નીચે દર્શાવવામાં આવી છે –