________________
૨પર
બુદ્ધિપ્રભા.
બને અયોગ્ય રીતે સમાનાધિકાર કરીને તેઓની વચ્ચેની મર્યાદાને અને પ્રેમને નાશ કરવા તથા ઉપરના ઉદ્દેશો સિદ્ધ થાય તેમ નામદાર સરકારની ધારાસભા દ્વારા કાયદા ઘડાવી તથા કે દારા તેવા ફેસલા કરાવીને હિંદુ ધર્મશાસ્ત્રના નિયમો ઉપર છીની મારવી. કેળવણીખાતામાં પણ એવા જ બીજ રોપવાં. આવા તે એ “સંસારસુધારા”ના ઉદ્દેશ છે.
આ ઉદેશે ભારતવર્ષની હિંદુ પ્રજાનું હિત કરનાર કે અહિત કરનાર છે, એ બાબતને વિચાર એક બાજુએ હમણાં રહેવા દઇએ, તોપણ તે ઉદ્દેશની ભારતવર્ષમાં જરૂર શી છે? તે પ્રશ્નને જ વિચાર કરીએ તે પણ આપણને સહજ માલમ પડશે કે, એવા ઉદેશેવાળો “સંસારસુધારે” એ આ દેશમાં અસ્થાને છે. સર્વ પ્રકારની ઉન્નતિનાં કારણ તે વિદ્યા, કળા, ઉગ, શારીરબળ અને મનોબળ તથા અધ્યાત્મબળ છે; અને તે પ્રાપ્ત કરવાની અનુકૂળતા તે ભારતવર્ષની સંસારપદ્ધતિમાં સૈ કરતાં અધિક અંશે છે. પણ તે સસારપદ્ધતિને મ્ય રીતે ઉપયોગ કરવાને બદલે તેમાં સુધારો કરવાને નામે બગાડો કરવાથી તે શી ઉન્નતિ થવાની છે? જે કદી એવા સંસારસુધારામાં જ લાડવે રહ્યા હોય તે જેઓ “સંસારસુધારા” માં નમુના તરીકે માનવામાં આવે છે તેઓએ કોઇ પણ પ્રકારની ઉજતિ કેટલી અને કેવી રીતે સાધી છે તેને ઉંડા ઉતરી વિચાર કરવામાં આવશે તો જણાશે કે એ “સંસારસુધારા” માં ઉન્નતિનું કાંઈ મૂળ રહ્યું નથી, પણ અમુક સુધારક અન્ય વ્યક્તિ કોઈ અમુક અંગેની વચ્ચે અમુક પદવી, પ્રતિષ્ઠા કે પેસા પામેલી હોય તે ઉપરથી ઉપલક વિચાર કરનાર કોઈ એમ માને અથવા મનાવે કે, “સંસારસુધારે” ઉન્નતિ કરનાર છે તે તે કેવળ બેઠું અને ભૂખંભરેલું છે. તેની સાથે “સંસારસુધારક તરીકે બહાર પડેલા માણસે તેઓના “સંસારસુધારાના સિદ્ધાંતને અમલ કરતાં કેટલા મૂર્ખ બન્યા છે અને દુઃખી થયા છે, તે પણ અવલોકન કરવામાં આવે તે માણસને સમજાય કે, “સંસારસુધારા” એ ઉન્નતિને બદલે વિશેષતઃ અવનતિજ કરે છે. પણ તેવી સુધારક વ્યક્તિઓ “ગધેડે બેઠા તે કે સવારી મળી” એમ માનીને પોતે પડ્યા છતાં ગડી ઉંચી રાખે અને તેમના અંધશ્રદ્ધાળુ ઉપાસકો તેમાં તેમને મહિમા માને તે તેમને વારવા માટે કોઈ નવરું બેડું નથી. ભારતવર્ષે હજારો વર્ષને અનુભવ કરીને પોતાની ગૃહવ્યવસ્થા બાંધી છે, તેમાં “સંસારસુધારા”નું એડ ખાવાનું કરવું એ તે સાજી કાયામાં ભૂત ઘાલવા જેવું છે?
ગૃહ વ્યવસ્થામાં દેશકાળ વગેરેના પ્રભાવથી કોઈ કઈ બાબતમાં કોઈ કોઈ ફરક પડી ગયો છે, એ વાત ખરી. પણ એ ફરક પણ તે દેશકાળ વગેરે સ્થિતિ સુધરતી જાય છે, તેમ તેમ નિકળી જતો જાય છે; અને ભારતવર્ષના હિંદુઓની ગૃહવ્યવસ્થાનું મૂળ અને થઇ તે એવાં મજબુત અને સજીવન છે કે, તે તે મેરૂ સમાન અડગ અને સુવર્ણમય છે. એટલું જ નહી પણ એનાં ડાળાં પાંખડાં વિવિધ પ્રકારનાં હોવા છતાં તેમાં એકવાકયતા અને વાસ્તવ સ્વતંત્રતા છે; જ્યારે હાલના કહેવાતા સુધારામાં તેમના પિતાનાજ હાથ પગ તેમને અટવાળે આવે છે. તેમણે એજેવાં સાધને જે ફળે ઉપજાવે છે, તે તેમણે ભારેલી ફોકયતેને જુઠી સાબીત કરી આપે છે, એમના બાંધેલા અડસટ્ટાને શેખચલ્લીન તરંગ જેવા કરાવે છે, એમના બેલો વદતિ વ્યાધાતવાળા થઈ પડે છે, તેના વિચાર અને વ્યવહાર પરસ્પર અથડાઈ પડે છે. આ બધાની ઉપર ઉપહાસપાત્રતાની ધજા તે એ ફરકે છે કે, તેઓ પોતાનાં સંસારસુધારાના કેવળ મૂખાઇ ભરેલા અને વિનાશકારક વિચારને તેમજ