________________
સંસાર સુધારાની સમીક્ષા.
૨૫૩
તેની ભૂલભરેલી ભજવણીને બચાવ કેવળ મિથ્યાભિમાની આંધળા છતાં દેખવાને ડાળ કરનાર જીવરામ ભટ્ટની પેઠે કરે છે. આ ઉપરાંત વળી એ સંસારસુધારકોને તેમની વેતરણ કરનાર કોઈ તેમની યોગ્યતા પ્રમાણે મળે છે અને તેમનાં “અરાડ વાંકા” બતાવી આપે છે, ત્યારે તેઓ સભ્યમાન્યતાને ડોળ કરીને મહિલાવરાવની મા જે તે ચટક ચઢાવે છે, અને બીજાઓને અસભ્ય ઠરાવવાને તેમના ચાપલુસીઆ વકીલ મડળને પ્રજાસમૂહ પાસે ન્યાય લેવાને જુદા પુરાવા અને જુઠી દલીલ કરવાને જ્યાં ત્યાં હાજર કરી દે છે. ભવતુ ! પણ સત્ય તે આખરે સત્યરૂપે તરી આવે છે, અને સુધારક પક્ષનું ખટારે તે તેમના જ મુખ્ય મહારથીઓ અને સારથીઓના મુખેજ નિકળી આવે છે. આના ડાક દાખલા વાચકવર્ગને લક્ષમાં રાખવા માટે, અને સંસાર સુધારાના હિમાયતીઓ અને તેમના અનુયાયીઓ પણ કૃપા કરીને તેપરથી કાંઈ બધ લઈ પાછું વાળી જુએ, તે તેમને માટે પણ નીચે ટાંકીએ છીએ –
(૧) જુન મર્યાદા સ્થાપકવર્ગ પ્રથમથી કહેતો હતે, કે સ્ત્રીઓ અને પુરૂષોએ ભેગા ભણવાથી સ્કુલમાં અમર્યાદા થવાને સંભવ છે, તેમાં સ્ત્રીઓને ઝીકાવવી એ સારું નથી. કેમકે તેવી સ્ત્રીપુરુષ બંનેના હિતને હાનિને સંભવ છે. આ કહેવું સુધારક હસી કાઢતા, વિધાવૃદ્ધિની હિમાયતના મુજાવર બની બીજાને દબડાવતા. પણ આ ફેરી કેળવણી કેન્કર
ન્સની પૂર્વે હિલચાલ તરીકે થયેલી સ્ત્રી કેળવણી સંબંધી ચર્ચામાં ગુજરાતમાં સુધારક કહેવાતા સેન્યના હાલના સેનાપતિ રાવ બહાદૂર ઓનરેબલ રમણભાઈ મહીપતરામ નીલકંઠ મુક્તક કહ્યું છે કે કેળવાયેલા લોકો બારણે સ્ત્રીઓ પ્રત્યે માનની વાત કરે છે અને ભાષણે કરે છે, પણ કોલેજોમાં ભણતી યુવતીઓ પ્રત્યે યુવક વિદ્યાર્થીઓ અસભ્ય વર્તણૂક નહિ છાજે તેવી ચલાવે છે, માટે સ્ત્રીઓ સારૂ સ્કુલે અને કોલેજે જુદી જ હોવી જોઈએ.
કેટલાક વર્ષો ઉપર “બ્રમણચંદ્ર "ના લેખકે તે પુસ્તકમાં પ્રજાને ચેતવણું આપવા આજ પ્રસંગ પ્રકાર તરે કરડાકી કરીને ઘણી મનહર રીતે ચીતર્યો હતો. તે વખતે બધાય સુધારકમાએ તેના લેખક પ્રત્યે સન્મ્યમન્યતા ભરેલા હુમલા પિતાપિતાને ફાવે તેમ પણે અને બેટી રીતે અંગત અર્થો કાઢી કાઢીને પણ કર્યા હતા. એટલું જ નહિ પણ “ભ્રમણચન્દ્ર”ના લેખકના પક્ષમાં બેલનાર મને પણ સુધારકમોએ તેમની મરજી પ્રમાણે વરમણીમાં લીધું હતું, અને આમને તે હજુ પણ “બ્રમણચંદ્ર ”ના લોકપ્રિય નામથી આંચકી જ થઈ આવે છે. પરંતુ ન્યાયી જગત હવે ઘણા સંતોષથી પ્રત્યક્ષ જોશે કે જે ખામી હાલની શિક્ષણ પદ્ધતિને અંગે ભ્રમણચંદ્રના લેખકે ચિત્રી હતી, તેજ પ્રકારને પિકાર સ્ત્રી કેળવણું અને સંસાર સુધારાને ગુજરાતી પંચના શેઠ માનવતા રા. બ. રમણભાઈ મહીપતરામ નીલકંઠ બી. એ. એલ એલ. બી. ના પ્રમાણુરૂપ મુખમાંથી નિકળ્યા છે. એટલુજ નહિ પણ સંસાર સુધારાના સાથની જોડે પિતાને હાથ મેળવી ચાલનાર બીજા ગ્રેજ્યએટ એલ એલ. બી. સદગૃહસ્થ સ્ત્રી ઈન્સપેકટરો રાખવાની દરખાસ્ત મૂકતાં સ્ત્રી કેળવણી વિષેની ચર્ચામાં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે-“કોલેજોમાં યુવક યુવતી વિદ્યાર્થીઓ પ્રત્યે કાંઈ અસભ્ય ચેષ્ટા કે ભાવ કરે, તે તે જાણે “ગધા પછી સી માં ગણાય, પણ ઇન્સપેકટર, કુલ મિર ઉપર અથવા મેટી ઉમરની છોકરીઓ પર અસભ્ય દષ્ટિ કરે છે, એ તો બહુજ ધિક્કારને પાત્ર છે. બહુ વિવેચન ન કરતાં મર્યાદા જાળવી સંક્ષેપમાં હું કહું છું, કે આવા દાખલા બનેલા છે. તેથી જ હું આ દરખાસ્ત કરું છું.”