SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર સુધારાની સમીક્ષા ૨૪૦ संसार सुधारानी समीक्षा. ( રા, રા. સંધવી. ) અમદાવાદમાં આ માસની આખરનું અઠવાડિયું કોન્ફરન્સ અને અને ચર્ચાએથી ભરપૂર પસાર થયું છે. તેમાં ટેમ્પરન્સની કોન્ફરન્સ, કેળવણીની કોન્ફરન્સ, સંસારસુધારા છેન્ફરન્સ અને પ્રાંતિક (લીટિકલ) કેન્ફરન્સ તથા દિવાળીના અઠવાડિયામાં થયેલી કેળવણી કોરન્સની સાથે સંબંધ ધરાવનાર તેમજ સંસારસુધારાની સાથે પણ સગાઇ ધરાવનાર સ્ત્રીકેળવણી સંબંધી ચર્ચા, તે પહેલાના અઠવાડિયામાં થઈ હતી, આમ આ આશ્વિન કૃષ્ણ પક્ષચર્ચાઓ અને કોન્ફરન્સ તથા ભાષણના નિજ વચ્ચે વ્યતીત થ છે. છાપાઓ (વર્તમાનપત્રો તે સઘળાની તાજેતાજી ને લઈ ચૂક્યાં છે; અને વચ્ચે હવે કેટલેક સમય તે હિલચાલે વિજે ઉપજેલા વિચારે પચાવવાને અને આરામ લેવાને જનસમુદાયને મળી ચૂકે છે. હવે તે ચર્ચાઓ, ભાવશે અને કોન્ફરની પ્રવૃત્તિનું સિંહાલકન અથવા સમીક્ષા કરવી, એ આનદ તેમજ એધ આપે તેવું છે, તેમ તે આપણું ભાવી પ્રવૃત્તિની દિશાની રેખ આંકવામાં ઉપલેગી થઈ પડે તેવું છે. જો કે દરેક કોન્ફરન્સની હિલચાલને ઉત્પન્ન કરનાર આગેવાનોએ પિતાપિતાની કન્ફરન્સને અસાધારણ મહત્વની સમજી તે તે કોન્ફરન્સને મહિમા વધારવાને પિતાથી બનતું બધું જોર વાપરી દીધું છે, તે પણ વિવેકપૂર્વક અવલોકન અને વિચાર કરનારને તે એકલી રાજકીય પ્રાંતિક કોન્ફરન્સ કોન્ફરન્સ એ નામને ચોગ્ય જણાશે. બાકીની બધી કન્ફર ન્સોની પ્રવૃત્તિ તે પડ્યું છે કે આ પ્રાંતના મેટા ગણાતા પુરના પ્રમુખપણ નીચે ભરવામાં આવી હતી, અને તેમાં દેખાવ બધે કોન્ફરન્સના જેવોજ કરવામાં આવતા હતા તે પણ તે કોન્ફરન્સમાં આત્મા ન હતા. તે કેન્ફરન્સ તે તરંગી વ્યક્તિની બનેલી સ્પષ્ટ સત્ય જણાતી હતી. તે ઇતર કોન્ફરન્સ છે કે રાજકીય પ્રાંતિક કોન્ફરન્સના મહિમાની છાયા પિતા ઉપર લેવાને કેવાકલ કરતી જતી હતી. તે પણ તેમાં તે સમષ્ટિ રૂ૫ વિરટાત્માની પ્રભા જણાતી નહતી કે જે પ્રબા રાજકીય પ્રાંતિક કેન્ફરન્સમાં વિરાજતી હતી. જો આ ટેકાણે આપણે ઉપમાને ઉપયોગ કરીએ તે પ્રાંતિક રાજકીય કેન્ફરન્સ તે વિધિપૂર્વક અને શ્રદ્ધાયુક્ત કરાતા બ્રહ્મભોજનના જેવી એજિસ્વી અને પવિત્ર જણાતી હતી. કેળવણું કરન્સ તે બ્રહ્મભોજન થઈ રહ્યા પછી ઈતર વગર તરેલા અનાથી સુધા, વાચક બ્રાહ્મણે, જમવા માટે બુમ પાડતા બ્રાહ્મણ જેવી જણાતી હતી. ટેમ્પરન્સ કન્ફર ન્સ તે કુતરાં અને કાગડાને હાંકવાને રહેલા નાપિત અને વસવાયાં જેમાં આખરે જમવાનાં હકદાર ગણુય તેવાં પાછળથી જમનારના કોલાહલ જેવી જણાતી હતી. અને સંસારસુધારા કિન્ફરન્સ તે મનુષ્યથી છતર અને એંઠાં પતરાળામાંથી એઠવાડ લઈ જ્યાં ત્યાં એઠવાડ ઉડાડનાર પણ પાંખે છેવાથી બધાને માથે ભમનાર અને સર્વના તિરસ્કારને પાત્ર પરસ્પર અકળાતાં કાગડાં અને સમળીઓ જેવાં પક્ષીઓના કાંગરાળ અને ઉડાઉડ જેવી જણાતી હતી. બીજી કોન્ફરન્સમાં પણ જ્યાં સંસારસુધારારૂપ કાગડાએ એંઠવાડ ઉડાડેલે ત્યાં ત્યાં અમેધ્યતા અને અસચિના અંશે જણાતા હતા.
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy