________________
૨૪૮
બુદ્ધિપ્રભા,
કેટલે અવકાશ આપે છે. એ તમારા વિચારમાં આવી જશે. સામાન્ય ધર્મને પુષ્ટિ આપે તેવા વહેવારને આદરવો તે ઉચિત છે.
કેટલાક ગુણ બીજના, કેટલાક જમીનના, કેટલાક વૃષ્ટિના અને કેટલીક આજુબાજુના સગોના છે તેમ ગુણ માટે સમજવું. સરળતા, દયા, વત્સલતા એ જમીનના ગુણ છે.
એટલે જુદયમાં હૃદયની આર્દતા હોય તેને વધારે લાભ થાય છે. એની જમીન એટલી સારી રહે છે કે એમાં બીજા ગુણે ખેચાઇને આવે છે. બીજો ગુણ દાક્ષિણ્યને છે. પિતાના કાર્ય કે વખત ભેગ આપી પરકાર્ય તત્પરતાને વાસ્તવિક દાક્ષિણ્ય સમજવું. એ પણ જમીનને ગુણ છે બહુ અગત્યનું છે.
કેટલાક વાકયે ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે.
૧ તમે તમારા માતા પિતા અથવા વડીલની આજ્ઞા ઉઠાવવા તત્પર રહેજે. ૨ તમે નિરતર સદાચરણ થવા પ્રયત્ન કરજો. ૩ જેની સહાયથી તમે સારી સ્થિતિએ પહેચે. તેને તમે ભૂલી ન જશો. ૪ તમારા પ્રત્યે જેમણે ઉચ્ચ આશાઓ બાંધી છે તે પૂર્ણ કરવા અહનિશ તત્પર રહેજે. ૫ તમે તમારા અધ્યાપકે પ્રત્યે ભક્તિભાવ રાખજો. ( વિનયથી વિધા પ્રાપ્ત થાય છે એ વચન. ૬ તમારા સહાધ્યાયીઓને પ્રત્યે પ્રેમભાવ રાખશે. માયાળુ પણને અહિં અભ્યાસ શરૂ કરી દેજો. ૭ તમને જે સાધને મળ્યા છે તેથી અને અહીંથી અભ્યાસ પૂરો કર્યા પછી જૈનધર્મનું તાત્વીક જ્ઞાન મેળવવા પૂરતા સાધને મેળવ્યા કરજે. ( તમને જણાવશે કે મહત્વવાળ જનપર્મ છે. અન્યત્ર એવી વિશાળતા કદી જોશે નહિ. અને તેમાં કોઈ પ્રકારને ભિન્નભાવ જોવામાં આવતા નથી. ૮ તમારી પોતાની કૃતિ સારી માઠી છે તે સમજવા માટે વિચક્ષણતા મેળવજે. ૯ વેપારી પોતાના લાભ નુકશાનને સરવાળે દીવાળીએ મૂકે છે તેમ તમે તમારું પિતાનું સરવૈયું મૂકી શકે તેવી સ્થિતિમાં રહે અને તેને માટે ખાસ સંભાળ રાખજે. ૧૦ તમે નિડર થશે પરંતુ વ્યવહાર દષ્ટિએ પરમેશ્વરને અને વાસ્તવિક દષ્ટિએ તમારા આત્માને ભય રાખજે.
આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે.
૧૧ તમને નાસ્તિક કહે તેથી ડરશો નહિ પણ નાસ્તિક થશે નહિ. શંકા કહેલી ખોટી માનીને ન કરવી, પણ આશય હેતુ સમજવા ગમે તેટલી શંકા કરવી અને સમાધાન પુછવા. શંકાના કારણથી કેઈ નાસ્તિક કહે તે ડરશે નહિ. પણ બેટી વાત કરવાની ઈહા રાખશે નહિ. ૧૨ તમે સ્વતંત્ર થજો, સ્વતંત્ર વિચારવાળા થશે, પરંતુ સ્વચ્છેદી ન થશે. ૧૩ તમે સહાધ્યાયી કે ત્યાર પછી વ્યાપારી કે અધિકારીની સ્પર્ધા જરૂર કરજો. ઈર્ષા કરશે નહિ. ૧૪ તમે ડાહ્યા થશે પણ દેઢડાહ્યા ન થજે. (આ સાહી બાબત છે પણ બહુ અગત્યની છે) અનુભવથી અને ઠોકરથી જ આ બાબતની અક્કલ આવશે. ૧૫ તમે કુતજ્ઞ થશે પણ કૃતઘ ન થજે. એની પ્રવૃતિ અને અર્થે બહુ સૂક્ષ્મ રીતે વિચારવા ગ્ય છે. આમભેગ આપવાની ઘણી જરૂરીઆત છે. બનતે આત્મભોગ આપી તમારા કુટુંબને મને અને દેશને ઉદય કરવામાં સાધનભૂત થવા વિચાર કરશે. સાદી પણ ઉપયોગી વાત કરી છે તે વિચારશે, આશા રાખું છું કે આ વાતને તદન સુલી ન જશે.