________________
વિદ્યાર્થી સમક્ષ જાહેર ભાવ,
૨૪૭
વાની જરૂર છે. અંગ્રેજી ભાષા શીખવા માટે સારી સારી ચોપડીઓ વંચાવી, અને અંગ્રેજીમાં બોલવા ચાલવા માટે ડીબેટીગ કલાસ રાખવો જોઈએ. અંગ્રેજી ભાષા શીખવા માટે બીજા આડા વિષયે હરકત સમાન છે. સ્ત્રી કેળવણી માટે મધ્યમ વર્ગનો અભ્યાસક્રમ સખા જેઇએ. પુના ખાતે અમેએ મહાવીદ્યાલય ખેલ્યું છે, તેમાં પ્રાથમીક કેળવણીથી લઈને મેટ્રીક સુધીની કેળવણી અપાય છે. ત્યાં માતૃ ભાષાદારે ગૃહ શીક્ષણ આરોગ્ય તથા શારીરીક વિગેરે સંબંધી શીક્ષણ અપાય છે. સ્ત્રીઓને આ જમાનામાં ઉંચી કેળવણીની ખાસ જરૂર છે. આ કામ માટે અમે એ અત્યાર સુધીમાં રૂ. ૪૬૦૦૦ જે સધળા મધ્યમ અને નીચ વર્ગના લેક પાસેથી ભેગા કર્યા છે.
विद्यार्थी समक्ष जाहेर भाषण.
મુંબઈ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થીઓની સમક્ષ દોશી કુંવરજી આણંદજીએ ગઈ તા. ૯-૧ર-૧૬ના રોજ ભાષણ આપતાં તેમણે જણાવ્યું કે હું ખાસ નવીન કહેવાને છું એમ નથી પરંતુ અનુભવને ખ્યાલ તમને પ્રતીતિપૂર્વક થાય તે માટે કાંઈ કહેવું પ્રાસંગિક પારું છું. તમારું અત્યારે વિદ્યાર્થી જીવન છે. વિદ્યાર્થી અવસ્થા આખા જીવનપર્યત ચાલવી જોઇએ અને હું મારી જાતને એક વિધાથ જ ગણું છું. નિશાળ કે કોલેજ છોડવાથી વિદ્યાર્થીજીવન બંધ થવું ન જોઈએ.
મનુષ્ય મનુષત્વમાં કયારે આવે છે તે સમજવાની જરૂર છે. ભાભક્ષ્મ પિયાપેય અને કૃત્યાકૃત્યને વિવેક આપે ત્યારે પાણીને મનુષ્ય કહેવાય છે. ત્યાં સુધી પશુમાં અને તેનામાં કાંઈ તફાવત રહેતા નથી. કૃત્યાકૃત્યમાં તે બહુધા કઈ જાતિ કે વ્યક્તિના વિચાર અને ઉપદેશમાં ફેર પડતો નથી, ક્ષમા, નિકટવૃત્તિ, સરળતા, પરદારાનિષેધ અદિ અનેક કૃત્ય અને અત્યના સંબંધમાં સર્વને વિચાર ઘણેખ સરખો હોય છે. પિયારેય ભસ્માભના વિચારમાં કદાચ તફાવત પડે છે. દરેક મનુષ્ય પિતાનું ય શું છે તે સમજવાની અને તેને ખ્યાલમાં રાખી સચ્ચરિત્રવાન થવું એ તેની ખાસ ફરજ છે. દરેક પ્રાણી ધનવાન થવાને સરજાયેલે હેત નથી. ચારિત્રવાન થવામાં પ્રયાસ પણ કરે પડતું નથી. એ વાત કદાચ વિચિત્ર લાગશે પણ સત્ય વાતને સત્ય કહેવામાં મહેનત કે પ્રયાસ પડતો નથી. સચ્ચાસ્ત્રિવાળી - વામાં નીતિપૂર્વક વર્તનની પ્રથમ આવશ્ક છે, અને તેમાં પ્રગતિ કરતાં ધર્મની આવશ્યક્તા છે. નીતિપરાયણ મનુષ્ય જ ધર્મ લેવાને અને કહેવડાવવાને ગ્ય છે. ધર્મ તરીકે કહેવરાવવાને હક ઉન્માર્ગગામીને કે અનીતિને રસ્તે ચાલનારને કાઈ પણ નથી. ધર્મ એટલે ફરજ અને તેને વિશેષ અર્થ કરીએ તે તેના બે ભાગ થાય છે. એક જ્ઞાન અને બીજી ક્રિયા આ બને ચક વગર વાહન ચાલી શકતું નથી.
સમાન્ય ધર્મ ગૃહસ્થને અંગે કહેવામાં આવેલ છે. અને વિશેષ ધર્મ ત્યારપછી આગળ વધતા આવે છે. તમે માર્ગાનુસારીના શરૂઆતના ગુણો વિચારશે તે નીતિના માર્ગને એ