SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ બુદ્ધિપ્રભા છે તે મને જણાતું નથી, જેન ધર્મની કોઈ પાત્રે નિંદા કરી નથી, પા જૈન છે. અને તેજ જે વાંધા પડતું હોય તો તે એક આશ્ચર્યકારક ઘટના છે. એરીતે મુસલમાનો. બીજી નવલ કથાઓના સંબંધમાં પણ વધે શા માટે કાઢી ન શકે ? આમ જે વાંધે કાઢવામાં આવે તે દેશ સેવામાં એતિહાસિક જાગૃતિનું કાર્ય નિરવિને થઈ શકે ખરૂં ? એક કે બે પાત્ર જૈન, મુસલમાન, ખ્રીસ્તી કે વૈશવ કે શેવ હોય અને તેને હાથે ધારો કે કોઈ પણ કે અનિષ્ટ કાર્યો થાય, તે શું તેથી એક આ ધર્મ કે આખી કોમનું અપમાન કરવાનો હેતુ રાખ્યો છે એમ આક્ષેપ મૂકે વ્યાજબી છે ? જ્યારે પાટણની પ્રભુતા મેં સાવંત વાંચી ત્યારે પ્રથમ તે મારા મનમાં જૈનોની પ્રભુતાનું ચિત્ર છે એવો ભાવ આવ્યો હતો અને હજીપણ હું તેમજ માનું છું. માત્ર દીલગીરી એટલી જ છે કે જેનોમાંના કેટલાક swallow makes a sunnnner એ કહેવત સત્ય માને છે. વીસમી સદી ” માં પ્રગટ થએલા લેખમાં મારા સ્વર્ગસ્થ પિતાએ પિતાને સંશય દુર્શાવેલ છે તે છતાં જેને પત્રના અંકમાં આપે તેમની પર આક્ષેપ કર્યો છે. કદાચ આપના લક્ષમાં તે ન હોય. મારા સ્વર્ગસ્થ પિતાની પાસે ભાટ, ચારો, કથાનકો વિગેરે આવતા; તેઓ જે વાત કહેતા તેને તેઓ ઉતારો કરતા; તેવી વાતેમાંની એક આ વાત માત્ર ઉતારે છે. એ વાતનો ઉપયોગ સત્યમાન કરે છે, તે પ્રવિણસાગરમાં કહી શકાતે. મારે પુનઃ કહેવાની જરૂર નથી કે જૈન ભાઈઓને માટે કેઇ પણ રીતે હલકા પાહવાની લેખની તેમ જ મારી વૃત્તિ હતી જ નહિ અને હશે પણ નહિ. બ્રાહ્મણ, વૈશ્ય કે જૈન કઈ પણ છે, ગુજરાતી પત્ર એડિહાસીક દષ્ટિએ પ્રાચિન વસ્તુની યાદ આપી ગુજરતીઓને રાજદારી ઉન્નતિજ ઈચ્છે છે. ” ભાઈબંધ “ગુજરાતી'ના તંત્રીવર્યની આ ભાવના શુદ્ધ અને સમાજ ઉન્નતિના વિચાર પિષક છે તે દષ્ટિએ જેવાં ઇચ્છવા જોગ છે કે જૈનસમાજ આ ગ્રંથ પ્રત્યેની ઉદાસિનતા દૂર કરશે અને ભાઈબંધ “ ગુજરાતી ” પુનઃ પ્રસંગે આવા ચર્ચાસ્પદ વિચારોને તિલાજલી આપશે. પ્રસંગે પાત કહેવું જોઇએ કે પાટણની પ્રભુતાના મુળ લેખકે એક લંબાણ પત્રથી જ@ાવ્યું છે કે ગુર્જર ગીરાનું ગૈારવ જૈન પ્રજાના હાથે કેટલું ઉત્તમ રીતે જળવાયું છે તે બતાવવાના હેતુથી આ ઐતિહાસીક વિષય શરૂ કર્યો છે. અને તે વાત હવે પછીના તેમના તેવા જ બીજા ભાગમાં જોવાશે, આ હકીકત પર આપણે વિશ્વાસથી રાહ જોવી હિતા વહ છે. અને અમને વિશ્વાસ છે કે ગુજરાતના ઇતિહાસમાં મહારાજા કુમારપાળ વગેરે રાજાઓ શીલગુણસરિ, હેમચંદ્રાચાર્ય આદિ મહાત્માએ જે કિંમતી ફાળે અપેલ છે તે બહાર લાવવાને તક લેશે. કેળવણી એ વર્તમાન જમાનાનું જીવન છે. એમ જ્યારે લોકોને ખાત્રી થવા લાગી છે ત્યારે કેળવણી એટલી તે મોંધી અને વિસ્તૃત ( કહે કે અધરી લીંબડીમાં બેડ- શૈલીએ) થતી જાય છે કે તે પ્રાપ્ત કરવાને સામાન્ય વર્ગને બહુ ની ચિજના મુશ્કેલ થઈ પડયું છે અને બીજી તરફથી દેશના મોટા ભાગની આવક ખર્ચની સ્થિતિ તથા. મોંધવારીનો વિચાર કરતાં એગ્ય તેમજ કુશાગ્ર બુદ્ધિનાં સંતાનોને તેવા ખર્ચને પહોંચી વળવાની સાનુકૂળતાના અભાવે પાંના ત્યાં અદમ્બ સ્થિત્તિમાં ગ્રામ્ય જીવન ગાળતાં રાખવાં પડે છે.
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy