________________
૨૪
બુદ્ધિપ્રભા.
કીધે. ઈ-૬ પાસે તરૂની માતા અને પિતા બન્ને બેઠાં પરંતુ તર તે એક ખુરશી પર બેસી અડું મહે કરી જોઈ રહી. માતાએ પાસે બોલાવી પણ ન ગઈ, સંવાદ શરૂ થયે
“કેમ ઇન્દુભાઈ તમારો વિચાર શું છે? આ તરૂને હું તેડી લાવી છું. જે હવે અત્યારે જ સર્વ પતાવી દઈએ.”
“હા પણ તમારી પુત્રી માં માને છે? જુઓને એની ઉદ્ધતાઈ તે આપણે સાથે એને બોલવાનું પણ નથી ગમતું.”
“ તેમાં આપણે શું? આ એના બાપની સંમતિ થઈ ગઈ કે કરી દઈએ વિધિ એમાં એ ન્હાની કરીનું શું ચાલવાનું છે?”
હવે તરૂલતાથી મુંગા બેસી રહેવાયું નહિ. બહુ સાંભળ્યું પણ આ વાયથી એના મનમાં ઝલકારો થયે હોય એમ લાગ્યું, અને રેશમાં આવી બેલી. 4. “જે જે માતપિતા આ તમારું કાર્ય સફળ નાહ થાય. ઉલટું સુખમાં દુખ આવી પડવાનો વખત આવશે. માટે ચેતીને પગલું ભરજે. મહારું માં તમને કહી કહીને દુઃખી ગયું છે તે છતાં આ પ્રમાણે અને દુ:ખના ખાડામાં જાણી જોઇને ફેંકવા તૈયાર થયાં છે તેમાં માલ નથી. મને કવા જતાં ક્યાંક હુજ બચી જઇશ, તમને ધક્કા લાગશે અને તમે પિતિજ ખાડામાં ઝંપલાવી પડશે એ જાણતાં નથી. પછી એ ખાડામાંથી બહાર આવવાને વખત આવવાને નથી; એ ખચિત ધ્યાનમાં રાખો. અમારાં કુમળાં દિલને તમારે લેશ માત્ર પણ દુભવવા ન જોઈએ ત્યારે તમે ઉલટું દુઃખરૂપી ખંજર ઘાતકી થઈને બેકવા તૈયાર થયાં છે. અન્ય પુરૂષ સમીપ તમારી ઘરડાંઓની લાજ અમારે જુવાનોએ રાખવી જોઈએ એ વીચારને આધારે આમન્યા રાખી વધુ બેલતી નથી. માટે ટુંકામાંજ સાર સમજી આ બધી નાહક અર્થ વિનાની વાત જવા દે અને મને મારું કર્યું ભેગવવા દો. હારી ખાત્રી છે કે હું તમારી એકની એક પુત્રી હોવાથી હારી વર્તણુક તમને દુભાશે પરંતુ લાચાર છું કે એ તમારી કૃતિ છે મારું નશીબ અણધાર્યું સરજાયું છે અને જે વર્તણુક મસ્કારી હાલ તમે જુઓ છે તે યોગ્ય અને સુખનું સાધન છે. માટે આ બધી લપન છપન મૂકી અન્ય કાર્યમાં મન પરે અને પેલા એકલપેટા લેભાગુ ઇન્દુડાને અહીંથી રજા આપે નહીં તે સાંભળશે મહારે હાડ કાંઇ વધારાનું.”
આ પ્રમાણે બેલી ઇ-દુ તરફ તિરસ્કારમય દષ્ટિ નાંખા તરૂ પિતાના ખંડ ભણી ચાલી ગઈ. ત્રણે જણ, જોઈ રહ્યાં પણ ત્રણમાંથી એકથી પણ બેલાયું નહીં. ઇ મનમાં અતિશા બળવા લાગ્યો અને એમને એમાં રીતરીવાજનું ભાન ભૂલીને રજા માંગ્યા વિના ચાલતે છે. આ બનાવથી પિતાની આશાએ ધીમે ધીમે છેડી દીધી. હવેથી તરૂને ઘેર પગ મૂકો બંધ કરો અને ગરજ સરી એટલે વૈદ વેરી” તેમ ગરજ હતી ત્યાં સુધી તરૂનું અને તરૂનાં માતપિતાનું સારું બોલતા પણ હવે નિરાશાથી બધાનું ભુંડું બોલવા મંડયો થોડા સમય રહી ઈ-૬ અન્ય સ્થળ પર અને સાદુ (prosaic) ક્વન ગાળવા લાગ્યો.
તરૂનાં માતપિતા પણ આ બિનાથી અજાયબ થઈ ગયાં અને સમજી ગયાં કે પુત્રીને હવે પિતાનું કહ્યું માને એમ મનાવવી એ અશક્ય હતું. પરંતુ એવી સ્થિતીમાં તેઓ દીવસ કાઢવા લાગ્યાં.
(અપૂર્ણ)