________________
તરુલતા અથવા આદર્શ સનેહ.
૨૩
એ જ છે અને હું એ જાણતી જ હતી તેથી હું “ના” કહેવડાવી છે. ઇન્દ્ર! એ ઇન્દ્ર ! તમારી તરૂ હવે એકની બે નથી થવાની. મહારી ટેક તમે રાખજે હે! હારે માટે તમને લાગણી છે એ સિદ્ધ છે કારણ તમે જ તમારા પત્રમાં લખ્યું છે કે
ઉરે છે લાગણી હારે,
જ સુખી ---- અરે ! આ શું? ઈન્દ્ર! ભૂલી ગઈ ! કડી મગજમાંથી ગઈ ! પણ તમે તે પૂરી કહે? આમ શું શુંડમુંડ સરખા બેસી રહ્યા છે? મહેડેથી મહેડેથી બેલે તે ખરા? આ કડી હું ભૂલી ગઈ છું તે પૂરી તે કરતા નથી. વાહ ! નહિજ બેલે? ત્યારે જો હું તમારે પત્ર જ લઈ આવું એટલે તેમાંથી અક્ષરશઃ ખરી કડી જશે.”
એમ કહી તરૂલતાએ પીંછી હાથમાંથી નીચે મુકી અને ઉડી; પિતાના કબાટ તરફ ચાલવા જાય છે તે રામે પિતાની માતાને ઉભેલી જોઈ ! એક ક્ષણ સુધી બને એકી નજરે એક બીજા રહામું જોતાં સ્તબ્ધ થઈ ગયાં. માતા ડોકું હલાવતી હતી. તેણે તરતજ પૂછ્યું:
“કેમ તરૂ? આ શું ચાલતું હતું? અને આ કેનું ચીત્ર આ પ્રમાણે હામે ચીતરી રાખ્યું છે? તેની સાથે શી વાત ચાલતી હતી ? પત્ર ક્યાં છે? બોલાવું હારા બાપને?
“હા, હા, તે બોલાવશે તેથી હું ન્હી જવાની છું શું? મહે તમને એકવાર નહિ પણ સારોં વાર કહી દીધું છે કે હું નથી પરણવાની તે નથી જ પરણવાની, તો પછી શામાટે મહને અત્યારે બોલાવી હતી ? મહારું ચેકીં બેસાડવાનેજ કે નહિ? સાચું બોલજે.”
માતાના મુખપર છાયા છવાઈ રહી. વદન પ્લાન થઈ ગયું સંવાદ વાગે –
“માતા, આ ચીત્ર મહારા હદયાધાર હારા એકના એક પ્રાણુ ઇન્દ્રકાન્તનું છે. મારી સમક્ષ હરઘડી એ રમ્ય માત રમ્યાં કરતી હતી અને તેને લીધે મહારું મન અન્ય સ્થળે કામ કરી શકતું નહતું. અત્યારે એ ચીત્ર મનમાંથી કાઢી ચીતરી કાઢ્યું એટલે હવે જ્યારે જ્યારે યાદ આવશે ત્યારે ત્યારે તેની સાથે વાત કરીશ.”
તરૂ, તરૂ, સંભાળીને બોલજે હોં! એ તારું ચીત્ર અત્યારે છે ને બે મીનીટમાં કયાંનું કયાં રદ થઈ જશે. મોકલી દઈશ નહીં તે તારા રંગનું પાત્રજ ઢળી દઈશ એ ઉપર કે ચિત્ર હતું નહતું થઇ જશે. માટે ડાહી થઈ મને એ ચીત્ર સોંપી દે, ચાલ ઝટ કર. મહારે હુકમ એકદમ ઉઠાવ. ચાલ એ ચિત્ર અને તારે કાગળ લઈ દિવાનખાનામાં.”
માતા, માતા, દયા કરે, મ્હારી પ્રિયમાં પ્રિય વસ્તુ આ ચીત્ર સિવાય જે કાંઈ આ ઓરડામાં હોય તે લઈ જવા તમને હક છે પણ આ હારા મનની મૂર્તિ હારા જીવનનું જીવન આ ચીત્ર બસ મહારી પાસે છે તેમનું તેમ રહેવા દે. એટલું એ દીન અભાગણુનું માન્ય રાખે. કહેતાં હે તે હું તમારી સાથે દીવાનખાનામાં આવું. મહને હરકત નથી ચાલે.”
એમ કહી તરૂલતાએ ચાતુર્યથી વાત ઉડાવી અને માતાને ઠડા શબ્દથી મનાવી ઉતાવળથી પિતાની સાથે લઈ ઓરડામાંથી બહાર આવી નજર ચૂકાવી ઓરડાને પિતાનું વિચિત્ર તાળું મારી દીધું. કુર માતા અને દીન પુત્રી આ પ્રમાણે દીવાનખાનામાં દાખલ થયાં.
દાખલ થતાં જ તરૂની દષ્ટિ પિતાના વેરી ઈન્દુ પર પડી. તેવી જ ઇન્દુની દષ્ટિ તરૂલતા પર પડી. તરૂલતાએ કટાક્ષ એવી મારી કે ઇન્દુને નીચું જોવું પડયું. માતાએ ઇન્દુને આવકાર આપે એ જોઈ તરૂ મનમાં દુભાઈ પરંતુ શોચ્ચાર કર્યા વિના સર્વ તમાસો જોયાં