________________
૨૩૮
બુદ્ધિપ્રભા.
,
તે અત્યારે તમે બહાર આવે તે પછી આવવાના છે અને તમારું બધું નક્કી થઈ જવાનું છે એમ વાત થતી હતી. તેથી હવે બેલાવવા મેક છે.”
“એમ; જા ત્યારે કહે તારા સાહેબને કે હું તે નથી આવતી અને નથીજ આવવાની. ” એમ બેલી તરૂલતા બે હાથમાં માથું નાંખી આરામ ખુરશી પર પડી. શેશી હાર ગયો અને દીવાનખાનામાં આવી જવાબ દીધે –
સાહેબ, તરૂ વ્હેન આવવાની ના કહે છે.”
કેણુ જા સાહેબ.”
શેશી વધારે લપ્પન છપ્પન કર્યા વિના મુંગે મહેડે હાર જઇ સંતાઈ ગયે. પતિપત્નિ એક બીજા સ્વામું જોઈ રહ્યા. હવે માતામાં શૂર ચઢવું હોય એમ લાગ્યું, પિતાના ધણીને દીવાનખાનામાં શેગ્રસ્ત બેસી રહેવા દઈ પિતે ઉડી અને તરૂના ખંડભણું દેડતી દેડતી ગઈ. બારણાને ધકે મારી ઉધાડે તે પહેલાં લુચ્ચાઇથી બારણે કાન દઈ સાંભળવા ઉભી તે અંદરથી ડુસકાને અવાજ અને કાંઈક શબ્દો ભાંગ્યા તુટયા કાને પડ્યા. એટલે વિચાર કરી બારણું ધીમેથી ઉધાડવું. બારણું ભૂલમાં ઉધાડું રહી ગયું હતું તેથી અવાજ થયા વિના ઉડયું. જુએ છે તે કાંઈ નવીનજ રચના થઈ રહી હતી !
તરૂલતા કાંઈ વિચિત્ર કામમાં રોકાઇ હતી. હામે એક પાટીયા પર કાગળ ચટાડી તે પર પાસે પડેલી રંગની પેટીમાંથી રંગ લઈ પિતાના ઇન્દ્રનું મુખાવિંદ ચીતરતી હતી ! હાથની ઝડપ ઘણું હેવાથી થોડા સમયમાં જ પિતાના પ્રિયતમનું મહું ચીતરી રાખ્યું હતું અને તે પર પછી ભારતી ભારતી તરૂલતા એકાંત જ છે એમ ધારી બારણું બંધ જ છે એવી ભ્રમણામાં રહી ઉદ્ગાર કાઢતી હતી. માતા સર્વે મુંગે મોડે સાંભળતી હતી.
“ ત્યજી વ્હાલી ત્યજ્યાં માતા,
ત્યજ્યાં હાલાં ત્યાં ભ્રાતા; વને સરિતા સખી સારી,
હવે સુખી છે ગર્તા હારી !” “ઇન્દ્ર ? પ્રિય ઇન્દ્ર ! આ તમારી રીત હોય ? હારું દુઃખ હજી પણ તમે નથી સમજી શકતા? પ્રિય હું હમારે માટે ગુરી ગુરી મરું છું. ત્યારે તમને મારે માટે લેશ માત્ર પણુ લાગણું નથી ? તમે કહે છે તેમ તમારાં માતાપિતા દૂર હશે પરંતુ સ્વારા માતાપિતા એવાજ બબ્બે એથી પણ વધુ દૂર છે એવી તમને ખબર હૈતી ? શું ના કહે છે? ના, ના તમારું હે જ “હા” કહે છે. ત્યારે જે એવી ખબર હતી જ તે મને રીબાવી રીબાવી મારી નાંખવા જેવી કરવાનું શું સૂઝયું ? તમે તો સુખે રહે છે પણ સ્વારા પર દુઃખનાં વાદળે એક પછી એક આવ્યાં કરે છે. અત્યારે વળી વીનજ વાદળ આવી ચઢયું છે. વ્હાલા પ્રિય હું તમને મહારું હૃદય આપી ચૂકી છું એ સર્વ વિદિત છે છતાં હાસ માતાપિતાએ હમણાં જ મારું વેવીશાળ પેલા ઇન્દુડા સાથે કરવા બોલાવી હતી.”
માતા તે છકજ થઈ ગઈ. જ્યાં હતી ત્યાં જ એક ચિત્તે ઉભી રહી અને એ વાતની તરૂને શી રીતે ખબર પડી એના વિચારમાં પડી ગઈ. એકાન્ત ગાન તે વધુંજ –
“બાલે વ્હાલા ઇન્દ્ર! પ્રિયતમ ઈ! કહે તમારી સંમતિ છે? ના, નથી. મને