SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ બુદ્ધિપ્રભા અસલના વખતમાં ઘણા પ્રખ્યાત થઈ ગયા; એ લોકોમાં કલા કૌશલ્યનું જ્ઞાન પ્રગટ થઈને તેઓ બુદ્ધિમાન થયા, વગેરે જે સુધારે તેમનામાં અગાઉથી થયે, તેનું કારણ સુધી જમીન વગેરે પ્રકૃતિસિદ્ધ અનુકૂળતાજ છે. આણી તરફ હવા ગરમ, તેથી કરીને લોકોના શરીરમાં થોડુંક આળસ તથા પસ્તીપણું રહે છે. એવું છતાંએ, આપણું હિંદુસ્થાન માંહેના સુપીક પ્રાંત માંહેના લેકે શા સારૂ ઉધોગી છે, ને તેવા પહાડી પ્રાંતે માંહેના લેકે નથી ? જુઓ, કે સાતપુડા પહાડ માંહેના ગડ તથા ભીલ લેક, અને બાગલાણ માંહેલા જ ગલી લે, એઓને સુધારાને વા પણ વાયો નથી. વારૂ ગોપાળ ! સારી જમીન તથા સારી હવા એએના જેવું બીજું સંપત્તિને ઉપજવામાં શું શું જોઈએ? - ગોપાળ–મને લાગે છે કે ખાણના કોયલા, લોઢ, ત્રાંબું વિગેરે ધાતુ, સારાં બંદરે મટી મેટી નદીઓ વિગેરે, સંપત્તિ ઉત્પત્તિને કામનાં છે. મહેતાજી–હા, આગળ કહેલા પ્રકારની પ્રકૃતિસિદ્ધ અનુકુળતા જે દેશમાં હોય છે, ત્યાં મોટા મોટા વેપાર વણજ કરવાને ધણુંજ સુગમ પડે છે, ને તેથી સંપત્તિને વધારે પણ થાય છે. ખાણના કોયલા, લોડું વિગેરેના વ્યવહારમાં જે ઉપયોગ છે તેને વિશે તો શું કહું? અહિં મુંબઈમાં જ જે, કે જે તે યંત્રમાં કોયલ અને જ્યાં ત્યાં લોઢા તથા આગટ વિગેરે વાહક ચાલુ યંત્ર, તે સઘળાં એ ખાણુના કોયલાથી ચાલે છે. પણ એવી પ્રકૃતિ સિદ્ધ અનુકુળતા છતાંએ ઉથલપાથલ કરવાને સ્વભાવ લેકોમાં નહીં હોય, તે સંપત્તિની ઉત્પતિ તેવી થવાની નહિ. ગપાળ–ક્યાંથી થાય? અનેક વેપાર ધંધા તે કર્યા જ જોઈએ. એક તદબીર પણ ન ગઈ તે બીજી કીધી જોઇએ, હીંમત ધરવી જોઈએ, એક ધંધામાં ઠીક ન પડ્યું, તે તો તેટલામાં જ અવસાન છેડીને બેસી ન રહેવું જોઈએ. સારાંશ, એક નહિ તે બીજે પણ ધ કરે, એવો, જે દેશમાં તેનો સ્વભાવ હોય તે દેશ માતબર થાય. એવીજ ઉથલપાથલ કરવાને સ્વભાવ અહિઆના વાણિઓ, મારવાડી, તથા પારસી લોકોમાં છે, સબબ તેઓનામાં મોટા મેટા વેપારીઓ તથા સાહુકારે હોય છે. મહેતાજી–હા, તેઓને સ્વભાવ કંઈક તેવો છે ખરે; પણ ઉથલપાથલ કરનારા કા એટલે યુરોપિયન લોકોથી અવધિ, કે જેઓને ઉધોગ તે અને છાતી પણ તેવીજ-નહિ તે હિકમત શોધી કહાડવી, નહિ તે દેશ શોધી કહાડવા અને જેણે કરીને વેપાર સુગમ થાય તેવું કરવું એજ જેઓને ઉદ્દે. જો કે કેવી છાતી ચલાવીને તેઓએ તેરીને માર્ગે હિંદરથાનમાં આવવાને રસ્તે શોધી કાઢયે? (એ વાત સઘળા પેગીઝ લોકોની ખબર ઉપરથી સમજાશે.) ને ત્યાર પછી પિર્ટુગીઝ તથા વલંદા લોકેએ આ દેશમાં આવીને ફકત રાજ્ય જ કીધું નહિ; પણ જેમાં લાખો રૂપિઆની ભાંજફોડ એવા મેટા મોટા વેપાર ખેડયા. પણ હાલમાં તે અંગ્રેજ લોકોના જેવા ઊથલપાથલ કરનારા બીજા થોડાજ તથા તેઓએ કેટલા મુક લીધા છે. કયાં ક્યાં વેપાર ચલાવ્યો છે, અને શી શી કળા વિદ્યા કાઢતા ગયા છે, તેના વર્ણનને તે પારજ ક્યાંથી? વળી આમેર આગની ગાડી બનાવવાને ઉદ્યોગ કા એટલે તે કેટલે મહાભારત ! એ લેકનું ધ્યાન એક સરખું ઉદ્યોગ ઉપર જ રહે છે; એમના જેવા બીજ જેવા જશે તે અમેરિકાખંડ માંહે સ્વતંત્ર સંસ્થાન કરીને દેશ છે, ત્યાંના લોકો છે. તેઓ મૂળથી જ અંગ્રેજોના દેશના, પણ હાલ સ્વતંધ થયા છે.
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy