________________
સંપત્તિની ઉત્પત્તિનાં મુખ્ય કારણો.
૨૨૮
મહેતાજી–પાછલી સ્થિતિના કરતાં માત્ર આ સ્થિતિ પૂર્ણ, બાકી તે પૂર્ણ સ્થિતિ હજી દૂરજ છે એવું લાગે છે. તારા પણ બોલવામાં એવું જ સિદ્ધ થયું કે કોને દેખીને જીવને ખોટું લાગે એવી તેમની દશા છે; પણ એ બાબતમાં તારું એવું સઘળું કબુલ કરવા જેવું નથી. હશે, હાલના કાયદા છે. તે કેવા છે, તેઓ લોકોની સ્થિતિ સારી કરે તેવા છે કે નરસી કરે તેવા છે, એને જ આપણે વિચાર કરતાં બેસવું નહિ; પણ સંપત્તિની અને સુધરાવટની ચાલ પડીને હાલની સ્થિતિમાં તેઓ કેમ આવ્યા એને શોધ કરતાં જવું,
નેપાળ–કલા ફલાણાને ભાલ, એ કાયદે થયા ઉપરથી કેવાં કેવાં મેટાં કામે થાય છે, તે મને લાગે છે કે હવે મને સાફ સમજાવવા લાગ્યું. આ કાયદાથી જંગલી લોકોનું એક ઠેકાણે ન રહેતાં અહીંયા ત્યાં ભટકવું થાય છે તે બંધ પડે છે, માણસ સ્થિર૫ણે સંસાર કરવા માંડે છે, પિતાને અંગે એક સરખી મેહેનત કરવાની ટેવ પાડી લે છે, શાહાણ થાય છે, લાંબી નજર પહોંચાડીને વહેવાર કરે છે, ખેડ કરીને પૃથ્વી કેમ શોભાવવી, કામ લાયક જુદાં જુદાં જનાવરોની જાતિઓ કેમ વધારવી, શરીરને પુષ્ટ કરનારી વનસ્પતિ, તથા ઝાડા વગેરેને વધારે શી રીતે કરે, એ વાત લોકોની સમજમાં આવવા માંડે છે. સારાંશ એજ કે પેટ ભરવાને ભંડળ ઘણેજ વધારવાની શક્તિ તેઓમાં આવે છે; તેણે કરીને એવું થાય છે કે જેમાં થોડાંક ઝુપડાં અને થોડી સરખી વસ્તી હોય તેવા મુકને એક મોટા માતબર દેશ બનાવતાં આવડે છે. એ સઘળાં અનુભવ સહિત જ્ઞાન વગેરે ઉપકારોનાં ફળ સમજવાં. હવે બાકીનાં જે ઉપકરણ છે તે આપે કહેવાનું તથા કેટલોક કમ છેડીને એ વાતે કહ્યા, તે પણ કહેવું.
મેહેતાછ અરે ભાઈ, સંવાદરૂપી ગ્રંથમાં ધારેલો ગ્રંથ માંથી રહે. શિષ્યના જેવા જેવા સવાલ અથવા શંકા થતી જાય, તે ક્રમ પ્રમાણે કહેવું પડે છે. તથા સફાઈ કરવી પડે છે. વળી જે જે બાબતને જ્યાં સંબધ લાગતું હશે. તે ઠેકાણે તે હું તને કહીશ, એવું મેં તને સુચવીજ મુક્યું છે, તે પણ એ માલનું રક્ષણ જે છેલું ઉપકારણ તે આગળથી જ કહ્યું, એથી તારા મનમાં શંકા પેદા થઈ હશે, તે સાંભળ. ઉદ્યોગ અને તેથી થએલે માલ, તથા તે માલનું રક્ષણ, તેમજ અનાજ વગેરે માલ જે જમીન ઉપર થાય છે તે જમીન વગેરેને એક બીજા સાથે એવો તે સંબંધ છે કે, તેઓ માહેની એકાદી વાત નિકળી એટલે તેની સાથે સંબંધ રાખનારાં એવાં જે બીજા પ્રકરણે, તે કહ્યા વગર સમજણ પડતી નથી. હેય તેનું કંઈ નહિ, પણ માલનું રક્ષણ અને તેમજ ઉધોગની વહેંચણ એ બે મોટી બાબતો તે હક કહેવાની જ છે. હાલ તે એ વગરનાં જે બીજાં ઉપકારણે રહ્યાં છે, તે થોડાકમાં કહીને આ સંવાદ પૂરો કરું છું. પણ આટલું તું સારી પેઠે નજરમાં રાખ કે સંપત્તિ ઉત્પન્ન કરનારાં મુખ્ય કારણોની વ્યાપ્તિ એવી તે છે કે આ સંપત્તિ શાસ્ત્રના ધણું કરીને સર્વ ભાગ એણે કરીને વ્યાપિત થએલા છે. સબબ, તે ચેડાં ધણાં આગળ વારે વારે આવ્યાજ કરશે.
નેપાળ-ઘણું સારું. મારી શંકાની સારી સફાઈ થઈ. મહારાજ ! હવે જે કહેવામાં છે તે જેમ આપની મમાં આવે તે પ્રમાણે આપે કહેવા.
મહેતાજી–બીજ બે ઉપકારણે કલ્લાની આગમજ પ્રકૃતિસિદ્ધ અનુકુળતા વિશે ફરીથી ડું કહું છું. સારો દેશ, સુપીક જમીન, તનદુરસ્ત રાખે એવી હવા એ સર્વ હોય છે, એટલે માણસને ઉગ કરવાની શિઆરી આવે છે, ને સંપત્તિ વધે છે. હિંદુ લોક, ચિનાઈ લોક, મિસર એક, ને તેવાજ આ એશિઆખંડની પશ્ચિમ તરફને ફિનિશિઆ પ્રાંતના લેક, એએ.