________________
૨૨૮
બુદ્ધિપ્રભા
ઝાડાને આપણે ફેલાવ કરી શકીએ છીએ, તથા બીઓ પેદા થાય છે, અને ઘણી એક જાતના જનાવરોને માણસમાં રહેવાની આદત પડે એવું કરતાં આવડે છે, એમ તેમના ધ્યાનમાં આવતું હશે; ને એ પ્રમાણે તે લોકોને પિતાનું ગુજરાન ચલાવવાને પૂરી ત્રેવડ થઈ એટલે તેઓનાં છોકરાનું સારું પિષણ થાય છે, તેઓનાં કુટુંબો વધે છે તથા ઘડપણમાં તથા બચપણમાં સારી પેઠે રક્ષણ થઈને સંભારી થાય છે. એ સઘળું લક્ષપૂર્વક અવલોકનથી થાય છે.
એવી અવસ્થામાં તેઓ ખેતીનું કામ વેહેવારી જાણતા હશે. પણ ખેતી જેવી કરવી જોઇએ તેવી કરવાની માહિતગારી થવાને ઘણી એક વાતે દેવયોગથી બની આવવી જોઈએ. જંગલી ધાન્ય કોઈ ઠેકાણે મળ્યું છે, એવું નથી, અને ગ્રીક કરીને જે લેક થઈ ગયા તેઓ એવું માનતા કે ધાન્ય જે અમેલિક વસ્તુ, તે ઈશ્વરે પોતે જાતે આ પૃથ્વી ઉપર લાવીને તે કેમ ખેડવું તે શિખવ્યું. આથેન્સ, કીટ, સિસિલી, અને મિસર એ સઘળા દેશે અભિમાન ધરાવે છે કે અનાજની એક પહેલ વહેલી તે અમે કરી. ધાન્યની ખેડ કેમ કરવી, એ પ્રગટ કરી આપ્યાને ઉપકાર દુનિયા ઉપર જેણે કીધે. તેણે કીધે, અથવા તે બેડની તરોતને જાહેરાતમાં લાવનારાં સાધને જે હોય તે હે, પણ લેકના કલ્યાણાર્થે ઘણું ઉગી પડેલી એવી ધાન્યની ખેડ સિવાય બીજી કોઈ તરત નથી. ધાન્ય ખેતરમાં લાગેલું હોય છે, ત્યારે તે તે નાજુક દિસે છે; પણ તેને ઉનાળાની ગર્મીને અથવા શિઆળાની ઠંડીને વિકાર લાગશે નથી. તે ઘણું કરીને સઘળી હવામાં વધે એવું છે; તે ફક્ત માણસના ખોરાકમાં કામ લાગતું નથી; પણ ધરખટલાનાં ઘણું એક જાતનાં જનાવરોના બારાકને સારૂ પણ કામ આવે છે. અનાજ ઘણું વરસ રાખ્યું હોય તે રહે છે. એ ઉપર ઘણું દિવસ લગણું ગુજરાન ચલાવી શકાય છે. આગળ આવનાર કાળની વ્હીક લાગતી નથી; ને જે વખતમાં બિલકુલ પાક થતું નથી તે વખતમાં પણ એના ગે કરીને સુકાળ રહે છે.
એવું અનાજ સરખું અમોલિક ફળ આપનારૂં જે ઝાડ તેની વેદને વાતે સારીજ પુંજી હેવી જોઈએ, સ્થાયિક વસ્તી હોવી જોઇએ. આ દેશમાં હાળ વગેરે, જેવાં હાલહવાલ બનાવે છે તેવાને કંઈ ઉપયોગ નહિ; ખેતીનાં હથિયારે સારાં હોવાં જોઇએ; ઢોર, ઢાંખર વગેરે જના વરે જોઈએ સારાંશ એજ કે, ફલાણે ફલાણાને માલ એવું કર્યા વગર જે કારખાનાં ઉમાં કરી અથવા ચલાવી શકાતાં નથી, એવાં કારખાનાં ઘેર હેયા વગર, ખેતીના ધંધામાં કેઈનાથી હાથ ઘલાવાને નહિ. જંગલી લોકો પાસે અનાજ નથી હતું, જમીનની ખેડ નથી હોતી, ઘર ખટલાના જનાવરે નથી હોતાં, અને હરકોઈ વસ્તુ મળી સકે તે પાછી પેદા કેમ થઈ શકશે. એવો વિચાર ન કરતાં તે વાપરી નાંખીને તેને નાશ કરી નાખે છે. એવું થયાથી કેવી વાત બની છે તે જુઓ કે જેટલી જમીન ઉપર હાલ લા માણસ અને જનાવરો રહે છે તેટલી જમીન બર્સે અથવા ત્રણસેં જંગલી લેકોનું પેટ ભરવાને પુરી પડે કે ન પડે.
ગેપાળ–મહારાજ, હવે આપે જરા વિસામો ખા; અહટ હઃ તમે કેવી અને કેટલી જુદી જુદી કહપનાએ કહી ? એ સાંભળીને હું ચકિત થઈ ગયો છું. એ વાત આગળ મારા ધ્યાનમાં આવી નહિ, એ મને ભેટે ચમત્કાર લાગે છે. આ દુનિયાની સુધરેલી હાલત હમેશ મારી નજરે પડે છે, તેથી લોકોને ઘણી હરકતે તથા અડચણો આવી પડી હશે, તથા શ્રમ લઈને, ક્રમે કરીને ઉદ્યોગ કરવા પડયા હશે, ત્યારે જ આવી પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત થઈ હશે, એ તે મારા ધ્યાનમાં આવતું નથી.