SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સંપત્તિની ઉત્પત્તિનાં મુખ્ય કારણે માંડે છે, પણ તે સઘળું એક એક પછી અનુક્રમે થાય છે; ને તે ઉદય તથા ઉઘેગની ચાલ એટલી તો ધીમી હોય છે કે તે એકાએક કોઈના ધ્યાનમાં આવતી નથી. એક દેશ માંહેથી લોક જે જે બીજે ઠેકાણે જઈને વસે છે, તે તે ઠેકાણે ઘણું કરીને સુધરેલા દેશ થાય છે. જંગલી લેકે માંહેથીજ દેશ સુધર્યો એવો તે કઈકજ. અમેરિકા કરીને એક ખંડ છે, તેને શોધ જ્યારે લાગ્યો, ત્યારે ત્યાંના લોકો જંગલી હાલતમાં માલુમ પડ્યા હતા. તેઓ તમામ શિકારિઓ જ હતા. જ્યાં ફરવા હરવાને કશાન અટકાવ અથવા મનાઈ નહિ એવી પુષ્કળ જમીન જ્યાં સુધી નજરે પડે છે, ત્યાં સુધી સ્થિરતાથી સંસાર કરે અને ખેતી તરફ પિતાને વિચાર દેડાવે એવું મનમાં આવવાનું જ નહિ. જે મુલ્કમાં મોટાં મોટાં મેદાને ઘણું હોય છે, ત્યાં ઢોર, મેંઢાં પાળીને સંસાર કરવાની ચાલ હોય છે. પણ એવી રીતે સંસાર ચલાવવામાએ આ વાતની જરૂર છે કે જમીન ઉપર સધળાની સત્તા બરોબર હોય, તથાપિ ફલાણાં ઢોર તે ફલાણાને માલ એમ નક્કી થવું જોઈએ. એવી જ રીતે સંસાર ચલાવવાની રીત આગળ સિથિઅન કરીને લેક થઈ ગયાતેમનામાં હતી. તેઓ ટાર્ટાર કરીને દેશ છે ત્યાંની મોટી મોટી મેદાન જમીનમાં રહેતા. હાલના ટાટર તથા આરબ લોકો તેમના જેવા છે. તેઓ એક ઠેકાણે રહેતા નથી, પણ આગળના યહુદી લોકોની પેઠે તંબુમાં રહે છે; ને ચારાની સાઈને માટે તેઓ પિતાનાં કળપ સાથે લઈને અહિં તહિં ફરતા ફરે છે. માણસને સ્વભાવ એવો છે કે, તેને આળસ સારું લાગે છે, તેથી ખેતીની ચાલને જબરી હરકત થાય છે, કેમકે ખેતીના કામમાં સારી માહિતગારી અને શહાણપણુ જોઈએ છીએ; એટલે એમ કે અનુભવ સહિત જ્ઞાન અને લક્ષપૂર્વક અવલોકન તે જોઈએજ જોઈએ. એક મોસમમાં મહેનત કીધી તેનું ફળ બીજી મોસમમાં હાંસલ થશેજ, ને ઉપજેલો માલ કોઈ લેશે નહિ તથા તેનું રક્ષણ થઈને તે રહેશે, એ પછે ભારે પડ્યો જોઈએ. આ પણે એવું ધારિએ કે ઢોર, મેઢાં પાળીને કેટલાએક જણ પિતાનું રક્ષણ કરતા હતા, ને પછી રેહત રહે તે માંહેથી ખેતી કરવાની ચાલ નિકળી, તે એવી કે ઢેર, મેઢાં પાળનારા લોકોને જાહાં ત્યાં ભટકતાં ભટકતાં શત્રુ સાથે ગાંઠ પડી, અને આપણું કળ૫ આપણે ખેઇ બેસીશું, એવું તેમને ભય લાગ્યાથી, આપણે એક ઠેકાણે વસીને રહેવું એવું તેમના મનમાં આવ્યું, તે તે વખતે તેઓ જે ઠેકાણે જંગલી જનાવરોને ભો નહિ હોય તથા કોઈ જંગલી લોકોની આવજા નહિ હોય તેવું ઠેકાણું લક્ષપૂર્વક અવલોકનથી શોધી કાઢશે. કેટલાએક એમ કહે છે કે સિક્રસ કરીને એક જણ થઈ ગયો, તેણે શહેર બાંધવા સારૂ એક ખડક શોધી કહ, ને તે ઉપર કિલ્લે બાં. ત્યારે માણસનો સ્વભાવ એવો છે કે, પિતાનું રક્ષણ થાય એવું પિતાની પડોસમાં રાજ્ય હોય ત્યાંનું એકાદું સારી રસાળ જમીનવાળું ઠેકાણું નજરે પડયું છે. ત્યાં તેઓ વસ્તી કરવાના. સિરિઆ કરીને દેશ છે, ત્યાં એક ઠેકાણે વસ્તી ન કરતાં જ્યાં ત્યાં ફરનાર એવા જે લોકો તેને વિશે બેલની સાહેબે એવું લખ્યું છે કે, કોઈ એકાદ પ્રાંતમાં સ્વસ્થપણું હોય ને રક્ષણ થવા જેટલું ભાથું હેય, એટલે તે લોકો ત્યાં વસે છે અને પિતાના ધ્યાનમાં આવે એવી રીતે હળવે હળવે સ્થિરષણે સંસાર તથા જમીનની ખેડ કરવાના કસબ તેઓ કરે છે. એ પ્રમાણે વારંવાર થયાં જાય છે એવું લાગે છે. સદરહુ કસબે તેઓ હળવે હળવે શિખતા હશે, ને એથી આપણને ફળ આવે તેવાં ઝાડે. વાવતાં આવડે છે, જેથી આપણે આપણું પિષણ થાય એવાં
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy