________________
સંપત્તિની ઉત્પત્તિનાં મુખ્ય કારણે.
૨૨૫
મેહેતાજી–અરે વેપાર વહેવાર કરવાને પ્રકૃતિસિદ્ધ અનુકૂળતા છે તે તું તેને વિપરીત અર્થ કરે છે. એ તે એમ છે કે સૃષ્ટિને જે ક્રમ ચાલતે આવેલું છે તે ધ્યાનમાં રાખીને વિચાર કરવો; ને તેથી જુદા વિચાર તરફ બુદ્ધિ જવા લાગી તે તેમાં ભય છે. વળી એમ છે કે સર્વજ્ઞ એ જે ઈશ્વર તેણે જે જીવેના પાલનને સારૂ જે વાત નિર્માણ કરી છે, તે ઠીક જ છે; સમજ્યા. તેથી જે જે થાય છે તે તે હિતકારક જ થાય છે એ સઘળું સમજવાને આપણું જીવને જ્ઞાન નથી. પણ મહેનત કર્યા વગર આપણું કેમ અને શું થશે, એ તે સમજાયા સરખું લાગે છે. અરે, જે અનાજને સારૂ મહેનત કરવી પડત નહિ, તે જ્ઞાની થવું એ તે એક કેરે રહીને સઘળાં માણસ આળસુ, જંગલી અને ઢેર જેવાં બની જાવ. પેટની ચિંતા મટી એટલે પછી મહેનત શા સારૂ કરવી? મન, બુદ્ધિ, તથા શક્તિ એઓને શા સારૂ જાગૃત કરવાં? અને મીઠું લાગે એવું જે આળસ તેને શા સારૂ ઉરાડવું? એમ થઈ જાત. જેવી મહેનત કરવી જોઈએ તેવી કર્યા વગર પેટ ભરાવાનું નહિ, એવી જરૂર પડયાથીજ એમ થાય છે કે માણસનું મન, બુદ્ધિ, તથા સર્વ શરીર, શકિત, વગેરે સર્વ પહેલ વહેલાં પેટને સારું પ્રગટ થાય છે. પણ જે હારા મત પ્રમાણે થયું તે પેટને સારૂ કઈ ઉગ કરવાનું નહિ; કારણ કે આ વાત સિદ્ધજ થયેલી છે કે સઘળાની સત્તા જમીન ઉપર હોય એટલે જે કેઈ, ઉગ કરી; બી વાવીને અનાજ ઉત્પન્ન કરશે તે કોઈ એકાદે આળસુ માણસ આવીને કાપી લઈ જવાને ને ફલાણું જમીન તે ફલાણાનેજ માલ એવું કરે ત્યારે જ માણસે જમીનની ખેડ કરવાના સબબ ખેતી થયાની આગમજ ફલાણું જમીન ફલાણાની એવું થવું જરૂરનું છે. કોઈકનું એવું પણ બોલવું છે કે જમીન પાર વગરની ઘણી હોય, અને તે માંહેથી પાર વગરની પેદાશ થતી હોય તે એ જમીનની ખેતી થવાની નહિ. જેવાં બીજાં તો પુષ્કળ કીધાં છે તેવીજ જમીન કીધી નથી, ને કંઈક થોડી ઘણી એછી પેદા કરી છે, એ માણસના સારાનેજ સારૂ છે. જમીન ઓછી પેદા કરવાનું એજ કારણ દેખાય છે, કે તેથી માણસોએ પિતાની દબાઈ રહેલી શક્તિને બહાર કાઢીને તેને ઉગે લગાડવી; તથા જન્મીને ફક્ત મરનારાં એવાં ઢોરના જેવી જે તેમની હાલત તેમણે છોડવી; અને સુધરાષ્ટને રસ્તે લાગીને દિવસે દિવસે જ્ઞાનની નવી નવી વાત સમજી લેવી. એવે રસ્તે માણસ લાગ્યું તે તેનામાં વિવેક વધે છે, તથા અનેક પ્રસંગે જેવાથી તેનું મન પુખ્ત થાય છે, તે મન પાછું વિપત્તિથી નમ્ર થાય છે; ઈશ્વરની ભક્તિથી મેટું થાય છે, લોકોની સાથે પ્રીતિ વધીને શાંત થાય છે. શાસ્ત્ર, વિદ્યા વગેરેએ કરીને પૃઢ થઈને સારું રસિક થાય છે; ને છેવટ તે માણસ અતિશય સુખ પામવાને લાયક થયાનાં ચિહે તેનામાં દિસવા લાગે છે.
ગપાળવા ઘણું જ સારું. આપણુ જેવાજ જે બીજા માણસ તેમના સુખ વિશે તમે સારોજ રિતે કહે એ માર્ગે જવામાં કંઇક છે કે નથી, ને હું અમસ્તો જ આડફટા જંગલમાં પેસતે હતે. જમીનની વહેંચણુ કીધાથી જે લાભ થાય છે, તે જે તમે કહ્યા, તે વિશે હવે મારે કંઈક થક રહ્યા નથી. લોકોમાં જે મોટા ઉદ્યોગો અને સારા એવા પાસે વધારે જમીન જોઈએ એવું જે તમારે મત હોય તે તે ઠીક જ છે. એ થકી, તેઓને વહેંચી આપેલી જે જમીન તે કરતાં વધારે જમીનના તેઓ જલદીજ ધણી થશે, તેમની જમીનનું રક્ષણ થઈને તે તેઓના વારસોને મળશે, તેઓ પાસે જે જમીન રહેશે તે તેની ઘણજ સારી ખેડ થશે, તથા ઘણું અનાજ પાકશે.