________________
બુદ્ધિપ્રભા
મહેતાજી–તે કાયદાઓથી સમ શહેરમાં તે કંઈ જ થયું નહી, અને સ્માર્ટ શહેરમાં તો તેથી એમ થયું કે જમીન ભેગવનારા જે લડાયક લેકે હતા તેઓ ત્યાંના ગુલામની પેઠે વર્તનારા માણસે ઉપર જુલમ તથા નિર્દયપણું કરવા લાગ્યા.
એક પાસે વધારે જમીન હોય, ને એક પાસે ઓછી હેય, એ તે જમીન રાખનારની ચાલ ઉપર આધાર રાખે છે. તે જે ઉઘોગી, ચતુર, અને કુશળ હોય તો, તેની પાસે જમીન પુષ્કળ થઈને પાક પુષ્કળ આવે છે, ને ઈશ્વરની કૃપા કરીને તેની મેહનત સફળ થાય છે. અને તે જે આળસુ, અવ્યવસ્થિત, અને અજ્ઞાની હોય તે તેની પાસે જમીન થડી હેઈને તે બગડી જાય છે. એટલે એજ ઈશ્વરની તરફથી તેને તેના અવ્યવસ્થિતપણાનો દંડ એમ સમજવું. એવું છતાં પણ જે, જમીન સર્વ પાસે સરખે ભાગે રહેવી એવું કીધું તે ઈશ્વરની ધારણું કંઇ અને આપણે કરીએ કંઈ એમ થશે, તથા ઉગીનું ફળ આળસુને, અને આળસને દંડ ઉગીને આપ્યા જેવું થશે; સમજો.
ગેપાળ–આળસને ગરીબી આવે છે એજ તેને સજા એવું તમે કહે છે, પણ ગરીબી આળસથીજ આવે છે એમ નથી. દુઃખ અથવા કંઈ અનર્થ આવી પડે એટલે ઉદ્યોગ ચાલે નહીં, એવું થઈને પણ ગરીબી આવે છે, ને એવે સમયે આળસુને જે દંડ થાય છે તે, ભલા માણસને થવા લાગે તે એ તે, ઘણું કઠણ વાત.
મહેતાજી--કઠણ તે ખરી, પણ વળી એક છે, કે તેની હાલત એકસરખી નથી હતી; સંસારમાં દુખ, સુખ તે આવજા કર્યા જ કરે છે; પણ તેથી ઘણૂંક સારાં કામો કરવાની સંધિ મળે છે. તે એવી કે જે પિડાએ હોય છે તેના મનમાં તે આ ભારે સહન કરી લેવું જોઈએ, એવી ઈશ્વરની ઇચ્છા છે, માટે મારે ધીરજ રાખવી એવો ભાવ ઉત્પન્ન થાય છે; ને જે સારે સુખી હોય છે, તેના મનમાં લેક ઉપર ઉપકાર કરે, દયા કરવી, ઉદાર થવું અને ધર્મ કરે એવું આવે છે. જેણે કરીને સંપત્તિને સારે ઉપગ થઈને ઘણે સતિષ થાય છે, ને એ સંતોષને સર્વથી સરસ માનવે જોઈએ. જીવોના સુખને સારૂ પ્રકૃતિસિદ્ધ અનુકૂળતાથી જે વસ્તુઓ કરી છે, તે ઉત્પન્ન કરવામાં વાં ઓછું આદાર્ય દિસે છે ખરું; પણ તે આવી રીતે ઓછી વસ્તી આપવામાં પણ સારેજ હેતુ છે. કેટલીક વસ્તુઓ એટલી બધી પેદા કીધી છે કે તે કદી ઓછી થાય જ નહિ. એવજ પ્રકાશ અને પાણી એ બે છે. એ તો જેની નજરમાં આવે તેણે લેવાં, ને એમને ઉપભેગ કરો એવું છે, પણ એઓ ઉપર આપણું સત્તામાં હોવી જોઇએ, તથા એ આપણાજ માલ એવાં એમને કરી મૂક્યાં એમ મનમાં આવતું નથી. વળી શ્વાસોચ્છવાસ લેવાને વાયુ પણ વગર મેહેનતે મળે છે. પણું અનાજ તેમ મળતું નથી, તથા તેને તેમનું તેમજ મેહમાં નાખ્યું છે તેથી લાગલુંજ શરીરનું પિષણ થતું નથી. અન્ન જે વાયુના જેવું હોય તે તે અથવા તે તેને પેદા કરનારી જમીન એને સૃષ્ટિની વસ્તુઓ માહથી કોઈએ જુદી પાડી જ નહોત, અને એ માલ એવું કરી લેવાને કોઇના મનમાં વિચાર આવ્યો જ નહોત.
ગપાળ–જે વાયુ મહેનત વગર મળે છે, તેવુંજ જે અનાજ મળતું હોત તે તે કેટલી આનંદની વાત હતી. પછી મહેનત કરવાની તે ગરજ રહતજ નહિ અને સઘળાંજ માણસ જ્ઞાની થાત, તથા ઈશ્વરે જે સૃષ્ટિ રચી છે તે માંહેના ચમત્કારનો વિચાર કરે, ને તે જોઇને ખુશ રહેવું એજ કામની પાછળ સધળા જણ લાગત.