________________
સંપત્તિની ઉત્પત્તિનાં મુખ્ય કારણે.
૨૨૩ એવું થયું કે ઘણું ખરા પાસેથી લઈને છેડાને તવંગર કરવા એ કારણસર તે કાયદો થશે. વારૂ, પણ થોડાક જણને તવંગર કરવા સારૂ બીજાઓની પાસેથી છિનવી લેવાની કાયદાની શી સત્તા છે? કાયદાવડે જો આપણું ઉદારપણું બતાવવું હોય તે પ્રથમતઃ જે વ્યાજબી હોય તે કરીને પછી ઉદારપણું દેખાડવું.
એ શંકા કહિએ તે સ્થાવર માલ વિશે છે, કંઈ બીજા ભાલ વિશે નથી. ન્યાય પુછશો તે એમ છે કે માણસે પિતાની મહેનત કરીને જે જે મેળવ્યું હોય તેને તેણે મારું એમ કહીને સંગ્રહ કરવો. તેણે જે ઘર બાંધ્યું હોય તે, તથા કસબી જે જયુસ બનાવી હોય તે તેની પાસે રહેવી જોઈએ, એમ ન કરતાં કાયદાથી કોઈ એકની જમીન તેની પાસેથી કાઢી લઈને કોઈ બીજાને અપાવવી એ તે અનીતિ થવાની તથા બીજાની તે ઉપરની જે સત્તા તે છિનવી લીધી એમ થશે.
મહેતાજી—તારા મત પ્રમાણે તે એવું નિકળે છે કે જે કોઈ જે સંપત્તિ મેળવે તે તેની પાસે રહેવી જોઈએ, પણ જે સાધન કરીને તે સંપત્તિ મેળવવી તે સાધન તેની પાસે ન જોઈએ. જેમકે તેણે પોતાના ઘરને ઘણી તે થવું, પણ જે જમીન ઉપર તે ઘર બાંધ્યું હેય તે જમીન તેની પાસે ન રહેવી, તેમજ ખેતરમાં પાક થયે તેનું રક્ષણ થઈ ને તે તેણે લેવે, પણ તે ખેતરને ધણું થવું નહીં. ત્યારે વડ વાઃ એ તે ઘણું સારું. - ગોપાળ–તે શંકાની તમે હાંસી કરી તે ઉપરથી જ તમારું સમાધાન થયું એવું મને લાગનાર નહી. વાતે તેમાં શી ચુક છે તે તમે મને દેખાડી આપે. જો તમે કહેશે કે ફલાણી જમીન, ફલાણને માલ એવું થયા વગર ઉદ્યોગની ઉઠામણું થવાની નહીં, તે તેનો જવાબ એવો છે કે ઈશ્વરે જમીન પેદા કીધી છે તે ઉપર સઘળાની સતા સરખી છે; સબબ તે વેહેચવી હોય તે બરાબર વેહેચવી, એકને વધારે ને એકને ઓછી એમ વહેંચવી નહીં.
મહેતાજી એક મુલ્કમાં નવી વસ્તી થઈ એટલે ત્યાંની પડતર જમીન ખેડવાને જે ઉમેદવાર હોય છે તેઓને જે જે જમીનના ભાગ તેઓ ખેડતા હોય તેમને ઘણું કરીને ઇનામ પડ્યા મળે છે અને તે મુદ્રક કોઇએ છતી લીધે, તે તે જીતી લેનાર પિતાની મરજી પ્રમાણે તે જમીનની હેચણ કરી આપે છે. એવું જ આ દેશમાં થવું જોઈએ. યુરોપખંડમાં પણ જ્યારે ઉત્તર તરફના મ્લેચ્છ લોકે ભરાયા, ત્યારે તેઓએ ત્યાંની જમીનની હેચણુ કરીને જાગીરને રિવાજ કાહડે.
જમીનની વેહેચણ ક્યા કારણ ઉપરથી થઈ, તથા પ્રથમ તે બરાબર વહેંચી આપી હતી કે એકને ઓછી અને એકને વત્તી એમ આપી હતી, તે બરાબર જણાતું નથી, પણ અગર જો જમીન સરખેસરખી વહેંચી આપી હોય તો પણ તે તેમની તેમજ બરાબર ભાગે લેકે પાસે રહે એમ થવાનું નહીં.
ગપાળ—કેટલાક દેશોમાં જમીનના સરખા ભાગ કરવા એવા કાયદા થયા હતા અને તેઓ માંહેથી કેટલેક ઠેકાણે તે કાયદા મુજબ થયું હતું એમ સાંભળ્યામાં આવે છે. યુરોપખંડ માંહેના રોમ શહેરમાં તથા ગ્રીસ દેશ માંહેના સ્માર્ટ શહેરમાં, જમીનના સરખા ભાગ થવાના ઠરાવ થયા હતા, તે માંહેથી સ્પાર્ટીમાં તે ઘણાં વરસ લગણ સરખા ભાગ ચાવ્યા એમ કહેવાય છે, ત્યારે ઉપર મુજબ કેમ નહી થાય વારૂ?