________________
સંપત્તિની ઉત્પત્તિનાં મુખ્ય કારણો.
૨૨૧
હેય તેજ લઈને તેની છાતીમાં ભારે, એમ થવાનું નહીં કે ? ને એવું જે થવા લાગ્યું તે તે સુધરાવટ જ નાશનું કારણ થશે. પછી તે સુધરાવટ કેણ કરવાનું? જે કાંઈ મેળવવું તે સુખ ન દેતાં ઉલટું દુઃખમાં નાંખવા લાગે; અને જે આપણે પાસે રહેશે એ પણ મુકરર નહીં એવું જ્યારે લાગવા માંડયું, ત્યારે તે મેળવવાને ઉદ્યોગ પણ કોણ કરશે?
ગોપાળ—પણ જે માલને બચાવ થાય એવો કાયદો કરાવ્યો છે તે અનર્થ થવાને નહીં.
મેહેતાજી–ખરું, પણ ફલાણું માલ ઉપર ફલાણુની સત્તા, એવું પહેલેથી સિદ્ધ થવું જોઇએ, પછી તે સત્તાનું રક્ષણ થાય. દેવે સર્વ વસ્તુઓ પેદા કીધી, ત્યારે તે વસ્તુઓ ઉપર સઘળાં માણસોની સત્તા સરખી જ હોય છતે, આ ભાલ તે ફલાણુને ને આ માલ ફલાણાને. એવું જે કર્યું તેનું નામ કાયદ. આ મારું, તારું નથી, એ રીતે માલ ઉપર સત્તા કરવાની ચાલ લોકોમાં પહેલી અવસ્થા માંહેથીજ પડી ગઈ છે, તે ઉપરથી કોઈને એવું લાગશે કે માલ ઉપર સત્તા કરવી એ મૂળથી જ સિહ છે, તથા તે કંઈ ઠરાવ કીધાથી નહીં થયું હોય. પણ એમ નથી. કાયદાથી ઠરાવ થતાં સુધી ફલાણી વસ્તુ તે મારી છે, એમ કહેવાનો કોઈને અધિકાર નથી.
ગપાળ–જેણે મહેનત કરીને શિકાર માર્યો, અથવા ઝુંપડી બાંધી, અથવા હથિયારે. બનાવ્યાં, તેને પણ તે વસ્તુઓ મારી એમ કહેવાને અધિકાર નથી કે ? તે વસ્તુઓ કોઈ સરજોરીથી છિનવી લઈ ગયે, તે તે છિનવી લઈ જનારાની સત્તા તે ઉપર થનાર નહીં.
મહેતાજી–જે માણસે એકાદિ વસ્તુ પોતાની મેહેનત વડે ઉત્પન્ન કીધી તે તે વસ્તુ ઉપર તેની ખરી સત્તા છે એવું નીતિથી સિદ્ધ થાય છે. પણ હરકોઈ વસ્તુને સુષ્ટિમાંની વસ્તુઓથી જુદી પાડીને આ તે મારી, એવું કહીને તે પિતાને કામે લગાડવાની સત્તા કરવી તે તે કયદા ઉપરથીજ કરે છે.
એ વિશે એક દાખલો-કે એક જમીન હેાય છે, તેમાંની આ આટલી જમીન તે મેરારજીની, આ બીજી હરજની, અને ત્રીજી રતનજીની. આ જમીને પિતાની પાસે રાખવા વિશે તથા તેમની ઉપજ લેવા વિશે તેઓની સત્તા છે. એએએ તે પોતાની પાસે રાખવી, વેચવી અથવા અદલબદલ કરવી, છતાં કોઈને આપવી અથવા પિત મુવા ઉપરાંત તે ફલાણું ફલાણાને જવી એવું વસીયતનામામાં લખવું, એવી એવી જે વ્યવસ્થા થવાની છે તે કાયદા ઉપરથી જ થાય છે. એ કાયદે લેકો માને એ સારૂ તેના તેડનારને સજા પણ ઠરાવી હોય છે. હરકોઈ પ્રકારના માલની વ્યવસ્થા અથવા તેનું રક્ષણ એઓ વિશે એવા કાયદા થયા એટલે ફલાણું માલ ઉપર ફલાણુની સતા થઈ એમ કહેવાય છે.
ગોપાળ–આ તમારા બોલવાથી મને આશ્ચર્ય લાગે છે, કારણ કે માલ પ્રથમથી જ સિદ્ધ છે, કાયદાથી સિદ્ધ થયો નથી, તથા તે દુનિયાની શરૂઆત થકીજ ઉત્પન્ન થયું છે. એવું મારું મત છે, ને વળી કોઈક ઠેકાણે મારા વાંચવામાં પણ આવ્યું છે કે અગાઉના મૂળ પુરૂપનાં કુટુંબ ઘણું થયાં, ત્યારે તે જુદાં થયાં, ને તેઓ બીજે ઠેકાણે વસવા ગયાં, ત્યાં તેઓ પિતાના પ* ચરાવા લાગ્યાં, તથા જમીન હાથ કરી બેઠાં, ને તેમને કોઈએ કંઈ હરકત કરી નહી. તથા તે જમીન ઉપર તેઓની સત્તા નથી એવી તેઓ ઉપર કોઈએ ફરિયાદ પણ
• ઠેર-પશુને સમુદાય.