SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ બુદ્ધિપ્રભા. પ્રકારનાં સુખ અને ઉપભોગ જે નજરે પડે છે તેમની પણ તેઓને ઇચ્છા થાય છે, ત્યારે તે ઇઝની લત લાગ્યાથીજ તેઓ ઘણી મહેનત કરવા લાગે છે. તેઓ કષ્ટ કરે છે, તથા મહેનિતવડે પૈસે મેળવે છે ને પછી જેમ જેમ સુખ અને ભોગને તેમને સ્વાદ લાગતું જાય છે, તેમ તેમ તેઓ હસે કરીને વધારે વધારે મહેનત કરતા જાય છે. એવું જંગલી લે થી બનતું નથી. તેને કશાની ગરજ પડી, ને તે તેને તે વખત મળવા જેવું ન હોય તે તે વિશે તે મહેનત કરતા નથી. તેને સારું શિખવવાનું નહિ, અને અજ્ઞાન ઘણું તેથી તેની ઈચ્છા ઓછી હોય છે; ઇચછા ઉત્પન્ન થવા જેવાં સુખ તેના જોવામાં આવતાં જ નથી. સારી મઝાની મોજે તેની નજરે પડતી નથી. એટલે તેનું મન તે તરફ કયાંથી દેડે? જે તેને ઘણું જરૂરનું હેલ છે તેની લતથી જ તે જાગૃત થઈને કામ કરવા લાગે છે; અને ભૂખની પીડા મટી એટલે આગળ કેમ થશે એની ચિંતા ન કરતાં તે સુખે સુએ છે. ગોપાળ–ત્યારે મહેતાજી, એક તે જંગલી, જંગલી લોકોની ઇચછા ઓછી ને તે વળી જીવને હાયવરાળ થયા વગર તપ્ત થાય છે, ને એવું સુધરેલા દેશના મહેનતુ લોકોને થતું નથી, કારણકે તેની ઈચ્છા વણી હેઇ, ને આવક થોડી એટલે સુખ પણ કાનમાં માટે સદરહુ મુજબ જે જગલી લોકોની હાલત હોય તે તેમને સુખી માનવા. મેહતા-બિલકુલ અજ્ઞાને કરીને જડબુદ્ધિ તથા ઢોરના જેવી હાલત થઈને ઇરછા નહિ એવું થયું તે કઈ પ્તિ નહિ, ને તેને સુખ પણ કહેવું નહિ. ઘણા જુદા જુદા દેશ ફરી આવ્યાનું વર્તમાન, કોઈ એક કવિએ કાવ્ય રૂપે ગ્રેજીમાં રયું છે. તેમાં એક સારું રસાળ વચન છે, જેનું તાત્પર્ય ખરૂં જેવું લાગે છે. તે એવું છે કે કેઈએક વસ્તુની ગરજ પડી છત મન તે તરફ દોડે છે તેણે કરીને ઈછા પેદા થાય છે, ને પછી તે વસ્તુ મળી એટલે જાણે આનંદને ઝરેજ મળ્યોત, એવું મન થાય છે. વળી બુદ્ધિને જડપણું આવીને ઈરછા નહિ જેવી થાય છે તેને તું સુખ માનતે હોય તે તેવું સુખ પણ જંગલી માણસને હમેશાં રહે છે એવું નથી. જંગલી દેશમાં જઈ આવેલાઓનાં વર્તમાને વાંચી જોયાં હોય તે એવું નજરે આવે છે કે સુધરેલા દેશના ગામગામતરાના મહેનતુ લોકો જે સંપત્તિ તથા સુખ ભોગવે છે તેવાં સંપત્તિ તથા સુખ પણ, જંગલી લોકોને નથી હોતાં. હવે બીજાં ઉપકારણે કણાની આગમજ માલનું રક્ષણ કરીને જે છેલ્લું ઉપકારણ છે તે તરફ તારું ધ્યાન લાગવા માટે હું તનેજ એક સવાલ પુછું છું. વારૂ, ભાઈ, કઈ સારો સુધરેલો માણસ જંગલી લોકોના ગામમાં જઇને, સારી સમાસ થાય એવી ઝુપડી કેમ બાંધવી, તથા ચોમાસાના ચાર મહિના સાર ખોરાક્ની તજવીજ કેમ કરી મુકવી, તથા તીરકામઠાં સારાં કેમ બનાવવા, એવી એવી કામજોગી હીમતે તેમને એક એકને શિખવવા લાગે તો ત્યાં શું થશે વાર? પાળ–ત્યાં એવું થશે કે પેલે સુધરેલે માણસ કામ કરવાની જે સારી હિકમતે શિખવશે તેથી કેટલાએકને સુખ થવા માંડશે, ને ગામ માંહેનાં બીજે માણસો તે જોઈને પિતે પણ તે હિકમતે પ્રમાણે કામ કરવા લાગશે, તેથી હસે કરીને ઉદ્યોગ કરવો એવું જ્યાં ત્યાં થવાનું. મેહેતાછ–પણ તે જંગલી લોકો માંહેથી એકે ધાગ કરીને જે મેળવ્યું હોય તે કઈ આળસુ માણસ સરજોરીથી અથવા દગા કરીને લઈ જાય, અથવા કષ્ટ કરીને ઝુંપડી બાંધી હેય તેમાં પિતે ભરાઈને તે ઝુંપડીના બાંધનારને હાંકી મુકે, અથવા ચોમાસાના દિવસને સારું જે અનાજ ભરી મુકયું હોય તેજ લુંટી લઈ જાય, અથવા સારાં અષ્ણદાર બનાવેલાં તીરે
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy