________________
૨૮
બુદ્ધિપ્રભા.
કિનારે રાખે છે તે માંહેના જે ગાંડ તથા ભીલ લેક છે તેઓ મહેનત કરે છે; અને સુરત શહેરની આજુબાજુના લોકો પણ ખેતી કરે છે, ત્યારે તેમની અને આમની હાલતમાં આટલે બધે તફાવત કેમ વારં? કે તે ડુંગરના રહેનાર લોકોને તે રાત દાહાડે મહેનત કરતાં પણ પટપુર અન્ન અને પહેરવા જેટલાં લૂગડાં પણ મળતાં નથી અને એઓને તે વાદ વ સુખ મળે છે, ત્યારે એનું કારણ શું? આ આપણું દેશમાં લોકો મહેનત કરે છે, અને ઈંગ્લાંડ દેશ (એટલે જ્યાં હાથી આપણા દેશમાં રાજ્ય ચલાવનારા આવે છે, એમાં પણ લેકે વેપાર કરે છે, ત્યાં જ આટલે બધે વેપાર, કલાકૌશલ્ય અને વિધા કેમ? અને આપણા દેશમાં શા વાતે નથી ?
મહેતાજી–તે ઘણો સારે સવાલ કર્યો. એણે કરીને તે તે, અનુભવ સહિત જ્ઞાન વગેરે જે સંપત્તિને ઉત્પન્ન કરનારાં કારણે તે કહેવાને મને યાદ દેવડાવ્યું. અરે ભાઈ, સંપત્તિ ઉત્પન્ન કરવાનાં જે સાધન છે, તેઓને સારો ઉપયોગ થયો નહિ, એટલે તે સઘળાં નિષ્ફળ થાય છે. જો કે આપણે એ કસબી લાકડાં ચીરનારા અને બે અનાડી ગડીઓને સારાં હથીઆર આપી તે લાકડાં ચીરવા બેસાડ્યા, તે પેલા કસબીએ તે કામ સહેજ કરી નાખશે, પણ તે તેવું પેલા અનાડીઓને હાથે થવાનું નહિ; કાં ઘણું તે તેઓને હાથે હથિયારોને નાશ થઈને તેમની જાતને તેઓ દુઃખ કરી લેશે. એ ઉપરથી હારે પેલા ગાંડ લેકે તથા તેમની આજુબાજુના ખેડુતેની સ્થિતિમાં તફાવત કેમ છે તે સમજવું. એવું અંતર પડવાને બીજાં પણ ઘણાં કારણે છે, પણ તે કલ્લાની અગાઉ હું તને બીજી એક વાત કહું છું, તે એવી કે –
અસલના વખતથી આપણા હિંદુસ્થાન દેશમાં તરેહ તરેહનાં લુગડાં બનતાં તથા તે બીજા દેશોમાં જતાં, અને સુમારે સન ૧૫૦૦ ઇંસવાથી યુરેપિયન લોકે અહિં આવવા માંડ્યા ત્યારથી કેટલાંક વર્ષ લગણ જ્યાં સુધી એકલા પગીઝ (એટલે ફિરંગી) વેકેજ અહિં આવતા ત્યાંસુધી હિંદુસ્થાનને વેપાર એકસરખે ચાલતા પણ આગળ જતાં જ્યારે ઇંગ્લિશ (એટલે ઈગ્રેજ) અહિં આવ્યા, ત્યારે તેઓએ હળવે હળવે અહિંના કાપડના વેપારને તોડવા જે ઉગ માંડ્યું. તે એવી રીતે કે અહિંથી રૂ લઈ જવા લાગ્યા, તથા ત્યાં એક મોટી બુદ્ધિવાળે અને નવી યુક્તિઓ શોધી કાઢનારા એ એક વાટસ નામે વિખ્યાત માણસ થયો, તેણે ઘણી જાતના વેપારને કામ લાગે એ જે વરાળયંત્ર તેમાં ઘણી સારી ગોઠવણું કરીને તેને પૂર્ણતામાં આ; અને તેમજ આર્ક રેટ વગેરે સાહેબોએ રૂ પીંજીને તેના દોરા વણવાની માટી કુશલ યુક્તિ કાઢીને શિલ્પકળાને એટલે તે ઉતક કીધે કે, આજ તે લોકો તે આ દેશ માંહેથી રૂ લઈ જઈને, તેનાં ત્યાં લુગડાં બનાવી, તેમને પાછાં અહિં લાવીને વેચે છે; એવું છતાં પણ અહિંનાં બનેલાં કપડાં કરતાં તે સોંઘાં પડે છે. વાસ્તે તેમાં આટલી બધી શક્તિ આવવાને મૂળભૂત કારણ છે કે ઉધોગ છે, તેએ તેની સાથે બીજા બીજાં સાધનભૂત કારણો પણ છે. ને તે દરેકને આપણે વિચાર કરવો એમ છે. | મેં તને સંપત્તિ ઉત્પન્ન કરનારાં કારણે મુખ્યત્વે કરીને કહ્યા ખરાં, પણ તેઓ થકી આપણને વતું હતું ફળ મળવા માટે બીજાં તેઓને લગતાં ઉપકારણે છે, તે આપણે અનુકૂળ કરી લેવા જોઈએ. આ સઘળાં સંપત્તિ ઉત્પન્ન કરનારાં કારણે જેમ જેમ આપણને સમજાતાં જાય છે, તેમ તેમ આપણી સંપત્તિ ઉત્પન્ન કરવાની શક્તિ વધે છે.