________________
૨૧૬
બુદ્ધિપ્રભા.
ઉગી પુરૂષને સિંહના સરખે જાણુ; ને તેને જ લક્ષ્મી મળે છે. જેઓ આળસુ છે તેઓ તે નસિબે કરીને જ લક્ષ્મી મળે છે, એમ માની હાથ પગ પસારી બેસે છે.
ગોપાળ–તે પછી જમીનની કંઈ જરૂર નથી એમ કહેવાને તમારે મતલબ છે કે શું?
મહેતાજી–ત્યારે ભાઇ, હુ એમ કહેતા નથી, પણ તારા બોલવા ઉપરથી સંપત્તિ ઉત્પન્ન કરનાર મુખ્ય કારણ તે જમીન એવું જે નિકળે છે તે તોડવાને હું આટલું બધું બોલે.
ગોપાળ–ત્યારે શું એકલા ઉદ્યોગથી પણ સંપત્તિ ઉત્પન્ન થાય છે કે ?
મહેતાજી–હું એમ કહેતો નથી, પણ સંપત્તિને ઉત્પન્ન કરનારાં કારણે માંહેના જ ઉદ્યોગ તથા જમીન એ બે છે એમ કહું છું.
ગોપાળ-વારૂ ત્યારે, જાણે કે એક માણસ ઉગી છે અને તેના મનમાં પિતાની મેહેનતનું સાર્થક કરવું એમ આવ્યું, અને પિતાને જોઈએ તેટલી જમીન પણ મળી છે; પરંતુ તેની પાસે હથિઆર નથી ત્યારે તેની મહેનતનું ફળ શું? સાધન વગર તેની મેહનત તથા જમીન હેઈને ફલ કંઈ થવાનું નહિ.
મેહતા છ–જમીન અને ઉદ્યોગ એ બે સંપત્તિને ઉત્પન્ન કરનારાં કારણે. એટલેથીજ કામ થાઓ છે એમ નથી, તે બીજું પણ એક કારણ છે. જે વડે મહેનત કરવી એવા જે હથિઅરરૂપી પદાર્થ તેમને જમાવ કરે એ પણ સંપત્તિને ઉત્પન્ન કરનારૂં કારણ છે. તે પદાર્થ ક્યાં કહીશ, તે સાંભળ, કણબી ગણસર બેસતાંજ ખેતર તૈયાર કરવા માંડે છે; ત્યારે તૈયાર કર્યાની આગમજ કેટલાંક હથિઆર જોઈએ છે વાર? એક તે હળ, બળદ, કોદાળી, પાવડા વગેરે હથિઆરા તે પેહેલ વેહેલાં જોઈએ; અને અને તે પણ એકલાં હાઈને ફળ શું? તેની પાસે ચાર મહિનાનું ભાથું જોઈએ; એ પ્રકારે તેની પાસે જ્યારે સઘળી સામગ્રી હોય ત્યારે તેનાથી આગળ ખેતી થાઓ. વળી એ સામગ્રી પણ ઉગથી જ મળી આવે છે, ત્યારે એ ઉપરથી જોતાં સંપતિ ઉત્પન્ન કરનારાં કારણે બે છે, એવું મુકરર થાય છે. તેમાં એક તે ઉદ્યોગ અને બીજા સૃષ્ટિ માંહેલા પદાર્થ ને તેમાં મુખ્યત્વે કરીને જમીન, પાણી, વાયુ વગેરે.
ગપાળ–ત્યારે સંપત્તિ ઉત્પન્ન કરનારાં કારણે માં એકલી જમીન આવતી નથી, પણ સુષ્ટિ માંહેના બીજા પદાર્થ પણ આવતા દેખું.
મહેતાજી–હા, વનસ્પતિ, ધાતુ વગેરે જે સૃષ્ટિ મહિના પદાર્થો તેમને જમીન એ પણ એક મુખ્ય પદાર્થ છે. જેવી જમીન સંપત્તિની પદાશને જરૂરની છે, તેવાજ પાણી વગેરે પદાર્થો પણ જરૂરનાં છે. કોઈ કોઈ દેશ વ્યવહાર વ્યવસ્થા જાણનારા, સંપત્તિને ઉત્પન કરનારાં કારણે ત્રણ છે એમ કહે છે. તે એવાં કે એક ઉૉગ, બીજું આગળ કહેલી સાધનભૂત સંચિત સામગ્રી અને ત્રીજી પ્રકૃતિ એટલે ઈશ્વરી સત્તા.
ગોપાળ–મહારાજ ! સંપત્તિ જે ઉત્પન્ન કરવાની છે તે શિલ્પાદિ વ્યાપારથી પન થાય છે, ત્યારે તેમાં પ્રકૃતિને શો સંબંધ ? ' મેહેતાજી-હિપાદિને પણ પ્રકૃતિ જોડે સંબંધ છે. સુથાર જ્યારે એક પેટી ઘવા માંડે છે ત્યારે તે પેટીના અનેક ભાગ પ્રકૃતિના સંબંધવડે જ એક બીજાને વળગી રહ્યાથી જ તે પેટી બને છે. એ કેમ વળગી રહે છે એમ પુછીશ તે, પદાર્થોનાં કણોએ એક બીજા સાથે વળગી રહેવું એ પ્રકૃતિને જ ધર્મ છે; ને તે ધર્મને નેહાકકિત્વ કહે છે. એ જે લાકડાં