________________
૨૧૪
બુદ્ધિપ્રભા
જણ. શરીરે રાઈ ચાળતી એક અબળાને જે તે બેલી ઉડ્યું કે કોણું બેન સુશીલા, તું ને હું અહીં ક્યાંથી ?
- સુશીલા બેલીઃ “માસ્તર સાહેબ! આપનો ઘડે આપને અહીં લાવ્યા છે. ઘોડા ઉપરથી આપને મેં ઉતાર્યા ને મારા ઘરમાં આવ્યા. ત્રણ દિવસના વસાદથી તમારા શરીર ઉપર થયેલી અસર નાબુદ કરવા ઉપાય લીધા. પરપુરૂષને સ્પર્શ ન કર એ આપે શીખવ્યા છતાં તમે પિતાને માટે મને ઠીક લાગ્યું તેમ મેં કર્યું છે. મનુષ્ય સમાજ એક જટિલ બ્રમ જાળ છે. ખરે વખતે ખરું કાર્ય કરવાનું કેઈને સુઝતું નથી અને અયોગ્ય ઈચ્છા માટે મેં જુરી મરે છે”. સત્યમિત્રાએ તે ખરે વખતે ખરું કાર્ય કરી લીધું.
માસ્તરે પિતાની બધી હાલહવાલ સ્થિતિ જાણી પિતાને ઉગારનાર સત્યમિત્રને ઉપકાર માન્ય અને વહાલથી અનાયાસે જે કંઇ પણ તર્કવિતર્ક વિના ચુંબન લીધું. ડા દિવસ ત્યાં રહી વાનગોષ્ટી કરી વરસાદ બંધ પડ્યા ત્યારે પિતાના ખડીયામાંથી કેટલીક સોનામહોર કાઢી તે પિતાની પુત્રીરૂપ સુશીલાને પરાણે આપી ઘર તરફ વિદાય થયે.
' ડા દિવસ પછી સુશીલાને પતિ પરગામથી ઘેર આવ્યો. દૂર રહેતી એક ઈર્ષાર સ્ત્રીએ માસ્તરને અને સુશિલાને એકજ ઘરમાં કેટલાક દિવસ સાથે વસેલા જોઈ કેટલીક અણદીઠેલી ને અણસાંભળેલી વાત કહી તેના પતિના કાન ભંભેર્યા. પતિ એકંદરે ઠીક ભણેલે અને સ્વભાવે ઠીક હતું એમ કહી શકાય પણ તે મૂળે હલકા વર્ણનો અને સારા સંસ્કાર નહેતા. તેણે સુશીલાને ખુલાસો માગે. સુશીલાએ અથથી ઇતિ સુધી વિસ્તારીને વાત કરી તોપણ તેના મનમાં કંઈક વહેમ તે રહી ગયે. આનું કારણ સુશીલા ને તેને પતિ કોણ હતા તે જાણવાથી જણાઈ આવશે,
પ્રભુલાલ શેઠને ત્યાં સુશીલા ઉછરી મોટી થઈ હતી અને પ્રભુલાલ પોતાના વતનમાં નહિ પણ મુંબઈમાં ધંધાધા અર્થે બહુ વસતા હોવાથી તેના ઘરની હકીકત તેના વતનમાં ઓછી જાણવામાં હતી. વિદેબાની જાત્રાએ જનાં પંઢરપુર આશ્રમમાંથી એક ઉતરતા વર્ણની માબાપ વિનાની બાળકી તેના હાથમાં આવી હતી, તેને તેમણે ઉછેરી મોટી કરી હતી. તેને સારા સંસ્કાવાળી અને પિતાની જ્ઞાતિમાં દીપી ઉઠે એવી કરવા તેમણે સારામાં સારા માસ્તરની ગોઠવણ કરી હતી. ગૃહશિક્ષણ ને સંસ્કારી સદાચારી શિક્ષકને લીધે તેનામાં ઉતરતા વર્ણનાં એક પણું લક્ષણ રહ્યાં નહોતાં. તેને સારે ઠેકાણે પરણવવા પ્રભુલાલ શેઠને વિચાર હતો પણ તે પહેલાં શેઠ ગુજરી ગયા. સુશીલા એ પાલક પુત્રી હતી એમ દાસીઓને લાગતાં અનાથાશ્રમના એક યુવાન સાથે તેને પરણાવવામાં આવી. આ યુવાન પોતે જાણે સાહેબ લેકને પુત્ર હોય એવા ડોળમાં હેતે. પ્રભુલાલ શેઠે જે સંસ્કાર સુશીલાને આપ્યા હતા તે સંસ્કાર સુશીલાના પતિને મળ્યા નહતા. સુશીલા. જેમ ઉતરતી વર્ણમાં જન્મી હતી તેમ તેને પતિ પણ ઉતરતા વર્ષમાં જ જભ્યો હતે. ને કંઇક મોટે થયા પછી માબાપ મરી ગયાથી અનાથાશ્રમમાં દાખલ થયે હતા તેથી પિતાના વર્ણની રીતભાતને લક્ષણે યોગ્ય સંસ્કાર વિના કંઈ કંઈ એનામાં રહી ગયા હતા. સુશીલાને આવો વર મળે જોઈત નતે પણ પૂર્વે કરેલાં કર્મો પ્રારબ્ધ) તેને ત્યાં ઘસડી ગયાં,
માસ્તર મહારાય સેનામહોર આપી ગયેલા તેથી સુશીલાએ ઘરની જે સારી બેઠવણ કરી હતી તે જોઈ રાજી થવાને બદલે સુશીલાને પતિ બળ્યા કરતો હતો. તેવામાં ગુરૂજીને