________________
૨૧૨
બુદ્ધિપ્રભા.
માસ્તરને એક કલાક પુરો થઈ ગયો હતો છતાં, હજી તેઓ અધ્યયનકૂટીમાંથી બહાર નીકળ્યા નહોતા. સુશીલાની જાજ્વલ્યમાનમૂર્તિને તેની પ્રભા–તેનું ઘડાયેલું ઉત્તમ ચારિત્ર્ય, તે ચારિત્ર્યના ઘડનારને ચુંબન લેવાની તીવવેદના થતી હોવા છતાં ચુંબન લેવું છે એટલે શબ્દ પણ કહેવાની હિંમત કરવા દેતું નહોતું. જરાવારમાં પેલી બારીમાંથી કોઈ સ્ત્રીના ભાથામાંના તેલની સરસ સુગંધ આવી. બારી પાસે બંગડીને ખડખડાટ સંભળાશે. પગને મૃદુરવ સંભળાય અને સુશીલા તથા માસ્તર બને છુટાં પડ્યાં. સુશીલાનું હદય કોઈ વેદનાથી ધડકી ઉઠયું હતું કે કેમ તે, વાંચનાર ! મારા જાણવામાં આવ્યું નથી પણ મહાશયનું હૃદય અને આખું શરીર તે સળગી ઉઠ્યું હતું એવું અનુમાન તે હું કરી શકું છું.
ચુમ્બનમીમાંસામાં કેઇએ સ્થળે સ્થળે નિશાનીઓ કરેલી તેથી તે ભાગો સુશીલાએ પ્રથમ વાંગ્યા અને એ મુગ્ધાએ પિતાની જીંદગીમાં કદી નહિ અનુભવેલા કઈ કઈ અનુભવ સ્પષ્ટામ્પષ્ટ આકારમાં અનુભવ્યા. દઢ મનોબળની આ બાળાને એવા ભાગો વાંચી કંઈ કહી શકે કે દેખાઈ આવે એવી વેદના થઈ હેય એમ તે ન જણાયું. પણું “ અધમ સંગતિ વધ્યા રહેતી નથી ” એ કહેવતે તેના મન પર કંઈક જાદુઈ અસર કરી શું થાય છે તે તે તે કંઈ સમજી શકી નહિ પણ ગઈ કાલની જે સુરીલા તેજ આજની સુશીલા હતી કે કેમ તે તે કંઈક સંશયાત્મક જણાયું
આજે એટલે બીજે દિવસે સવારે માસ્તર સાહેબ સુશીલાને ભણાવવા આવ્યા. અધુરું રહેલું પુસ્તકશાળાનું કામ આટોપી લઈ પછી ધર્મસંગ્રહ અને તે નીતિસંગ્રહનું શિક્ષણ આગળ ચલાવવાનું હતું. ધાર્મિક કેળવણીવડે બાળક ઉપર કેવી રીતે સારી અસર નીપજાવી શકાય છે, પિતાનાં ઉરચ વર્તનવડે તેમજ તક મળતાં અપાતું નીતિનું શિક્ષણ કેવું ઉપયોગી નીવડે છે એ બધું માસ્તર મહાશય જાણતાજ હતા. ૧૧ વર્ષ સુધી શિક્ષણ આપી પિતાની શિષ્યાએને એમણે એવી તે નમુનેદાર બનાવી હતી કે સૈ અનેક જીમે એમની સ્તુતિ કરતા હતા. છતાં હમણાં હમણાં માસ્તર સાહેબની વૃત્તિમાં વિકાર જણાતે હતે. એકાંત બુરી ચીજ છે. સે વરસની ઘરડી ડોશીની સાથે પણ એકાંતમાં ન બેસવું એમ જે સાધુએ પિકારી પકારીને કહે છે તે યોગ્ય જ છે.
આજે માસ્તર મહાશય કંઈક વધારે આનંદમાં હતા. સુશીલાને ચુંબનમીમાંસામાંથી કંઈક પૂછવા ને સમજાવા માંડ્યું. વાંચનાર! એ બધી વાતે લંબાણથી અહીં લખવાનું મન નથી. ચુંબનના દાક્તરે જે ગેરફાયદા કહે છે તે પણ સુશીલાએ કયાંય વાંચેલા કે વંચાતા સાંભળેલા તે કહ્યા. માસ્તર સાહેબે ચુંબનના લાભાલાભ વાતચીત પરથી નહિ જણાય પણ અનુભવથી જણાશે એમ કહી સુશીલા પાસે ચુંબનની માગણું કરી અને અનુભવથી તેને આનંદ લેવા જણાવ્યું. પૂષ્ટતાની હદ આવી રહી. સુશીલાને તરતમાં તે કંઈ કંઈ લાલસાએ. ઉભવી પણ અંતે થોડીવારમાં જ્યાં તેનું મુખ માસ્તર મહાશય પકડવા જાય છે ત્યાં તે તે બેલી ઉઠી કે માસ્તર સાહેબ, તમે અમને શું શીખવ્યું છે તે તે યાદ કરે. તમે અમને એકવાર નહિ પણ અનેક વાર કહ્યું છે ને કર્તવ્યમાં મૂકી બતાવ્યું છે કે ગુરૂ તે બાપને ઠેકાણે છે તે શિષ્યાએ તે દીકરીને ઠેકાણે છે. હું તમારી પુત્રી છું.
સંસ્કારી, સદાચારી, જ્ઞાનવૃદ્ધ, વયમાં પણ વડ, સુશીલ અને સ્નેહાળ માસ્તર આ શબ્દો સાંભળી શરમાય, સમજ્યો અને સાનંદાશ્ચર્યથી પણ જરા ધ્રુજતી મે બોલી ઉઠયો