SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મહાજન મયુરમિત્ર. શીખવ્યું છે તેથી પ્રતિકૂલ આજ્ઞા તે આપ કરવાના નથીને? તે પછી શા માટે પૂજે છે? હું જે વિશ્વાસથી અને જે અડગ વૃત્તિથી (એ બધું આપે જ શીખવ્યું છે) આવું છું અને અત્યારે હાજર છું; તેવાજ વિશ્વાસ અને તેવી જ અડગ વૃત્તિથી આજ્ઞા કરે. શા માટે આવી સ્થિતિ ભગવો છે? કાનમાં કહેવા જેવી કઈ આશા છે? એક પવિત્ર અને જાજરમાન સ્ત્રીની ઢબે સુશીલા ચતુરા આ બધું બોલી. માસ્તર મહાશયેજ આ બધા સારા સંસ્કાર હૃદયમાં પાડયા હતા. આ બધું સાંભળી માસ્તર મહાશય ફરીથી પિતાના કાર્યમાં જોડાયા. મેં પિતેજ તેને આવી બળવતી ને શીલવતી બનાવી છે તે તે હવે મને મહાત કરે તેમાં મારા શિક્ષણનીજ સવાઈ છે એમ વિચાર લાવી ફુલાયા. માસ્તર તદન સદાચારી હતા. દુરાચારની કશી પણ ગલીચી જાણતા નહોતા. મનમાં કહેવા લાગ્યા કે મેં મારા પિતાના નમુનેદાર આચરણથી તેમજ પ્રસંગોને પુસ્તક દ્વારા બંને બેમાં ધાર્મિક અને નૈતિક શિક્ષણને પાયે એવો તે મજબુત નાખે છે કે તેમાં પાણી ભરે તેમ નથી. છતાં હું પોતે અત્યારે ક્યા ભાવથી ચુંબન લેવાની ઈચ્છા કરું છું! બેશક મને પ્રેમ આવે છે ને તેથી ચુંબન લેવાની ઈચ્છા કરૂં છું. (પણ તે પ્રેમ તદન Love નહિ પણ કંઈક Last મિશ્રિત પ્રેમ હતો એમ કોણ જાણે કેમ માસ્તર મહાશયને તે વખતે સમજાતું નહોતું !) વળી ગુરૂ ગંગેવ કામે વળગ્યા. પણ કામમાં તેને જીવ નહેાતે. અનેક કલ્પનાએ તેને મગજને ગલગલીઓ કરી રહી હતી. પિતાની પાડોશમાં આવેલી વેશ્યા જેવી વનિતાના વિચારવર્તનના આંદોલનેએ તેનાં શાંત મગજનું પરિવર્તન કરી નાંખ્યું હતું. એક કલ્પનાએ તે તેને એવો ઉશ્કેરી મેલ્યો કે તેનું શરીર ધ્રુજવા લાગ્યું. હાથમાંની ચોપડી પડી ગઈ ને ઘણીવાર સુધી જમણો હાથ અંગુલીએ સહિત યુજ્યાં કયો. સુશીલ ચતુરાના શિરને પકડવા ગયેલ હાથ-ઉપડેલે હાથ આગળ વધી શક્યો નહિ ને તે જ્યાં હતાં ત્યાંને ત્યાં જ ડીવાર સુધી ધ્રુજતોજ રહે. ગુરૂજીને યાદ આવ્યું કે જ્યારે મારી સ્ત્રી ગુજરી ગઈ ત્યારે સુશીલા ચતુરા ૧૨ વર્ષની હતી. ત્યારે તેના પિતાશ્રીએ મને કહ્યું હતું કે ઈચ્છા હોય તે મારી દીકરી સાથે તમારો વિવાહ કરી આપું, ત્યારે મેં કહ્યું કે ના, ના. મારે તે હવે પરણવું નથી અને જેમ પેલાં માણેકલક્ષ્મીએ સેવાસદનમાં રહી પિતાનું જીવન સેવામંડળને આધિન કર્યું છે એમ હું પણ મારું જીવન સેવકસમાજને અર્પણ કરીશ. આમ કહી મેં આ નાજુક નમણુને મારા જીવનમાં ભાગીએણુ કરતાં અટકાવી અને આજે માત્ર ચુંબન લેવાને આટલાં બધાં તરફડીયા મારૂં છું, અહા ! મારૂં ગાયેલું ગાનારી, મારૂં કહેલું કરનારી, મારો હુકમ માથે ચઢાવનારી આ સુશીલાને મેં સ્વીકારી હોત તે ભારે ગૃહસંસાર કે સ્વર્ગ સમાન નીવડ્યા હેત ! આમ અનેક વિચારો મનમાં તરવય કરતા હતા. પુસ્તકે ગોઠવતાં ગોઠવતાં “ચુઅન મીમાંસા” નામનું એક કેઈ પત્ર તરફથી ભેટ અપાયેલું પુસ્તક માસ્તર મહાશયના હાથમાં આવ્યું. માસ્તરે તરત તે સુશીલાને વાંચવા આપ્યું. જે માસ્તર નીતિષિક પુસ્તક સિવાય બીજો કોઈ પુરતક પોતાની શિષ્યાને વાંચવા આપતો નાતે તેણે માત્ર એક ચુંબનની અભિલાષાના માર્ગમાં સરળતા થશે એમ ઇચછી સુશીલાને કહ્યું કે હવે તમારે આવાં પુસ્તકો વાંચવા જોઈએ.
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy