________________
૨૧૦
બુદ્ધિપ્રભા.
-
-
ભાવતું હતું ને વૈદે બતાવ્યું” એવું કંઈક ગુરૂજીને લાગ્યું. ગુરૂ બેલ્યા ઠીક બાઈ ! ત્યારે લાઈબ્રેરીનું કામ શરૂ કરે, એમ કહી પિતે પણ ચતુરા સાથે પુસ્તકનું વર્ગીકરણ કરવા મંડી ગયા. ચતુરાના ચોપડીઓ આપતા હાથના સ્પર્શે આજે ગુરૂજીને ઉન્માદ ઉત્પન્ન કર્યા. કેટલીક્વારે ગુરૂ બોલ્યા, “ચતુરા ! એક વિનંતિ કરૂં તે સ્વીકારશો?” પ્રેમાર્ટ અંતઃકરણથી ગુરૂએ કહ્યું. આવી તક વારંવાર નહિ મળે એમ જણાવી મદમસ્ત મનસ્થિતિએ એમ કહેવાને પ્રેરણું કરી.
ચતુર આજે ગુરૂની મુખમુદ્રા જોઈ રહી. ગુરૂએજ તેને સારી બનાવી હતી. સમજીને તે બેલી. “ગુરૂજી ! આપની વિનંતિ નહિ પણ આજ્ઞા માથે ચડાવી લેવાને હું હમેશાં તત્પર છું કેમકે આપે અત્યાર સુધીમાં કદી પણ અન્યાયાવિત આજ્ઞા કરી નથી અને તેથી મને પૂર્ણ ખાત્રી છે કે પિતાતુલ્ય ગુરૂજીની આજ્ઞા સ્વીકારવામાં મને કશે બાધ નહિજ હૈય, માટે ખુશીથી કહે.
માસ્તર મનમાં બેલ્યા કે માર્યા ઠાર, પાકી અને પહોંચેલી શિષ્યા દેખાય છે. માસ્તરે ચતુરાને ઉત્તર આપે કે નહિ બેન! મારે કંઇ આશા કરવાની નથી. ચાલે આપણે આપણાં કામ કયો કરીએ. માસ્તર મહાશય મનમાં વિચારવા લાગ્યા કે હમણાં હું ચકોર સમાન દષ્ટિ ચતુરાના પ્રકાશિત મુખચંદ્રપતિ સ્થિર કરતે જાવું છું તેનું પરિણામ હક નહિ આવે. હમણાં તો માત્ર તેને એક વહાલભર્યું ચુંબન લેવાનું મને મન થાય છે પણ એ લાલસા કયું અંતિમ પરિણામ લાવશે તેને મને કશે વિચાર કેમ થ નથી ! સો વરસની નાક કાન કપાયેલી એવી ઘરડી સ્ત્રીના સંગમાં પણ સાધુ પુરૂષે ન રહેવું એવું શાસ્ત્રમાં કહ્યું છે તે શું ખરું નથી ?
- ચતુરા પાંચ વર્ષની હતી ત્યારથી હું તેને માસ્તર છું. ત્યારે હું તેને વહાલ ભર્યા ચુંબન લેતે અને તેમ કરવામાં જરા પણ અચકાતે નહિ ને મનમાં કશું આવતું નહિ પણ હવે એ સોળ વર્ષની નવજોબન સુંદરી જેવડી થઈ છે અને આજે થોડા દિવસ થયાં તેને ચુંબન લેવાની મને ઈછા ઉત્પન્ન થઈ છે છતાં હું મારી એ ઇરછા પ્રદર્શિત કરી શકતે નથી એ શું? ક્યાં બાલ્યકાળને નિર્દોષ પ્રેમ ને કયાં આ અવસ્થાને કંઈક વિકારમિશ્રિત પ્રેમ! ના, ના, મારે ચુંબન લેવાની શી જરૂર છે? પ્રભુને પ્રેમયે પ્રદેશ પ્રત્યે લઈ જનારા પરમપૂજ્ય સાધુજીનાં ચરણકમળનું ચુંબન એ મારે જરૂરનું છે. અને તે લાગે છે કે હવે તે હું ચતુરાને ભણાવવાનું જ છોડી દઉં તે ઠીક. નીતિ, આબરૂ અને વિશ્વાસનો ભંગ કરવા જેવી સ્થિતિમાં કદાચ મુકાઈ જઈશ તે. અરે! મારું આગવું મને બળ કયાં જતું રહ્યું. પ્રભુ મને દઢ મને બળ આપ. આમ વિચારી તે પાછે કામે વળગે પણ એકાંત ને અનુકૂળતાએ અને એક બીજાના કોમલ કરના થતા અંધાતિ-સ્પશે વળી માસ્તર મહાશયનું મન ડેાળી નાંખ્યું. બેન શબ્દ બલવાને બદલે કહ્યું કે બાઈ ચતુરા ! મારી વિનંતિ સ્વીકારી. નજીવી ને નાની છે.
ચતુરાએ કહ્યું, ગુરૂજી મેં ક્યારે ના પાડી? ખુશીથી આપ આજ્ઞા કરે.
બાઈ..... જરા....નજીક....આવીશ. કાનમાં કહેવું છે. ભીંત સાંભળે તે પણ ઠીક નહિ. તેને પણ કાન હોય છે.
આપ કેમ જતાં ધ્રુજતાં બેલો છે? હમણું કેટલાક દિવસ થયાં તમારી સ્થિતિ મને સમજાતી નથી. તમે મને લાંબા વખતથી જે ઉત્તમ શિક્ષણ આપ્યું છે ને જે કંઈ