________________
મહાજન મયુરમિત્ર.
પ્રકરણ ૨ જું
ચારિત્રનું ચણતર અને ચતુરાને ચુંબન પથિકના ગતભવ તરફ નજર કરીએ.
વાર કર્યો હતો તેની બરાબર ખબર નથી, તિથિ અને સાલનીએ ખબર નથી પણ સવારનો સમય હતો એટલું તે યાદ આવે છે. મંદમંદ શીતલ પવન વાતો હતિ. સૂર્યનારાયણને કેમળ પ્રકાશ વાતાયનમાંથી ગુરૂજીની બેઠક પર પડતે હતો. રાત્રીની શાંતિ જતી રહી હતી. ધીમે ધીમે જગતમાં કેલાહલ શરૂ થયું હતું, અને ગુરૂજી શિષ્યાઓની માર્ગપ્રતીક્ષા કરતા કરતા મનમાં કઈ ગણગણતા હતા.
થોડીવારમાં બારીનાં કાણુમાં બે ને તેમને જોતાં હોય એવું જણાયું. ટીકી ટીકીને સ્થિર સ્નિગ્ધ દૃષ્ટિથી જતાં હોય તેમ જણાયું. ઈર્ષાર સ્ત્રીનાં-કઈ શંકાશીલ સ્ત્રીનાં એ નેત્રે હોય એમ જણાતું હતું. ગુરૂજીની-ગુરૂ ગંગેવની ભવ્ય અને પ્રતાપી પવિત્ર મુખમુદ્રા જોઈએ ને નીચાં ઢળ્યાં અને અંતે એ કુતૂહલપૂર્ણ બંને ને ત્યાંથી ખસી ગયાં.
ગુરૂ ગંગેવ એક ગૃહસ્થને ઘેર બે યુવતીઓને ભણાવવા જતા. ચારિત્રનું ચણતર ચણતાં તેમને સારું આવડતું. બાળકોને સારી ટે પાડવી, સારી સેબતમાં ઉછેરવાં, ભયને ઉપયોગ કરવો પણ ભય કરતાં માયાને વિશેષ ઉપગ કરો, ઉત્સાહ અને આનંદી સ્વભાવથી બાળકોમાં ઉત્સાહ અને આનંદ પ્રેરે, સત્યને ચાહતાં કરવાં, કહેવા કરતાં ઘણું કરી દેખાડવું, બ્રાતૃભાવનો ને સેવા ધર્મને મર્મ સમજાવ એ બધું આ માસ્તર મહાશયને આવડતું હતું. ભણનારી બંને યુવતીઓ-યુવાન બાલાઓ સગપણમાં નણંદ ભાભી થતાં હતાં. ઘણાં ઘરમાં નણંદ ભાભીને સુખે રહેવા દેતી નથી ને નિંદા કરી મેણું ટાણું મારી ભાભીને હેરાન કરે છે. આવી અભણ કે ઈખેર નણંદ આમાં નહોતી. ધાર્મિક પાઠશાળામાં બંનેએ કેળવણી લીધી હતી. બંનેને બહુ બનતું અને જાણે બને બેનેજ હૈય એમ દેખાઈ આવતું. બને સમવયસ્કા હતી અને ઉમંગથી સાથે અભ્યાસ કરતી હતી.
બારીના કાણામાંથી બે ને ખસી ગયા પછી થોડીવારે એ અધ્યયનદીમાં એક શિષ્યા આવી પહોંચી. “અંદર આવું ગુરૂજી! ” એમ વિવેથી પૂછી માથું નમાવી તેમની પાસે તે ઉભી રહી. ગુરૂ ગગેરે પૂછ્યું કે કેમ બાઈ! આજે એકલાં છે? સહાધ્યાયી કયાં છે? ચતુરાએ જવાબ આપ્યો કે ખાસ કારણસર આવી. શકયાં નથી, અને અમારી ગૃહ લાયબ્રેરી ગોઠવવાનું ગઈ કાલે અધુરૂં રહેલું કાર્ય આજે પુરું કરી નાંખવાનું છે એમ મને કહ્યું છે.
- માસિક મંદવાડને લીધે નણંદ આજે આવ્યાં હતાં. ગુરૂ ગગેવના ઘર પાસે હમણાં હંમણાં એક દુરાચારી યુગ્મ આવી વસ્યું હતું. સદાચારી કે ગૃહસ્થના વાસમાં પણ ગમે તેવા મનુષ્યો વસવાટ કરી શકે તે મકાન વેચાતાં રાખી શકે એ આ સ્વાતંત્ર્યને ભાવ નારા જમાનામાં અનુચિત ગણાતું નથી ! ગુરૂ ગગેવટે એમના સંસ્કાર લાગે તેમ નહોતું પરંતુ “અધમ સંગતિ વધ્યા રહેતી નથી.” કંઈક પુદ્ગલે કાનમાં, આંખમાં ને પછી હયમાં અવ્યવસ્થિત રીતે અજાણ્યે દાખલ થઈ ગયાં હતાં.