________________
૨૦૬
બુદ્ધિપ્રભા
વળાવવા આવેલા મિત્ર પ્રાણજીવને પ્રાણપષક જીવનનું અને લક્ષ્મીપ્રસાદે લહમવર્ધક પ્રસાદનું ભાથું સાથે આપ્યું. જગતના પ્રવાસમાં જેની જરૂર છે. તેનું મંગળમય સૂચન એ પ્રમાણે થયું.
સીટી વાગી અને અગ્નિરથે અસ્થિગ્રામ તરફ પ્રયાણ કર્યું. રાત્રિને ઉજાગરે છેવાથી પથિક જરા નિદ્રાવશ થયો. સર્વપ્નમંદિરમાં નવી નવી સૃષ્ટિ રચાવા લાગી. અભણ પણ ભણેલી ગણેલી, રસશાસ્ત્રથી અજ્ઞાન પણ રસિકા જેવી, હિસાબી કામમાં નિરક્ષર પણ વ્યવહારદક્ષા પત્નીને, શ્રીયુત નાનાલાલ કવિરાજનું આત્મિક વિકાસનું કઈ ઉંડુ ગાન સં. ભળાવતો હોય તેમ પથિકે ગણગણવા માંડ્યું કે,
એક જ્વાલા જલે તુજ નેનનમાં, રસતિ નિહાળી નમું હું નમું; એક વીજ ઝલે તુજ નેનનમાં, રસ તિ નિહાળી નમું હું નમું. મધરાતના પર અધર હતા, અંધકારના દેરજ એર હતા. તુજ નેનમાં મોર ચોર હતા, રસજ્યોતિ નિહાળી નમું હું નમું. અહા વિશ્વનાં દ્વાર ખીલ્યાં ઉછળ્યાં, અહા ! અબધૂતને બ્રહ્મગ મળ્યા; અહીં લોચન લોચન માહી ઢળ્યાં, રસજ્યોતિ નિહાળી નમું હું નમ. દગ બાણથી પ્રારબ્ધ લેખ લખ્યો, કંઈ પ્રેમીએ પ્રેમ થી પર,
અહા આત્માએ આત્મનને એળ, રસજ્યોતિ નિહાળી નમું હું નમું. ગાયન પુરું થયું ત્યાં વૃકોદરનું વડુ સ્ટેશન આવ્યું. બે અગ્નિરથ ત્યાં એકઠા થયા. સામસામે થતી સીસેટીયાના અવાજથી પથિકની સ્વપ્નસૃષ્ટિ વિખાઈ ગઈ. તે જાગી ઉઠય. ઉતારૂઓની અદલા બદલી થઈ. પથિક પતરાં વિનાના ખુલ્લા સ્ટેશન પર હવે ખાવા માટે આમતેમ ફરવા લાગ્યા. શેઠજી ! ચા પીશો કે? આવી ઈસ્ટ સ્ટ્રોંગ ચા બીજે કઈ સ્ટેશને મળશે નહિ. વગેરે પાકારે થવા લાગ્યા. ચા પીવાથી જઠરાગ્નિ મંદ પડી જાય છે, માટે ધારેલાં દ્રવ્યમાં એની મોકળ નહિ રાખેલી હાઈ વિવેક્સહિત પથિકે અસ્વીકાર કર્યો. તે બડબ કે જ્યારથી આ ચા દેશમાં દાખલ થઈ છે, ત્યારથી ચાહ (સ્નેહ-ખરે પ્રેમ ) ઓછો થવા લાગે છે. મેમાનગતમાં હવે ચાને ઉપગ થી કરવામાં આવે છે. મેમાનગત પણ ચાલી ગઈ. આ દોડતાં દેતાં વાતચીત કરવાની પ્રવૃત્તિની પરાકાષ્ઠાના કાળમાં મેમાનગતને અવકાશ પણ કયાં છે ?
વીસલ થઈ ને પથિક પિતાના ડબ્બામાં પેઠે, બારણું બંધ કરીને પોતાની જગાએ બેસવા જાય છે, તે તે સ્થળે પોતાના ખીસ્તાને અઢેલીને એક નવયવના બેઠી છે. સ્ત્રી જાતિનું સ્વમાન સાચવવાના અને સ્ત્રી જાતિને સહાય કરવાના સ્વભાવવાળો પથિક જરા દૂર બેઠા. પણ તરતજ વિનાએ પીઠ ફેરવી. કંઈક લજજાવંત મુખથી પુછ્યું કે આપ ક્યાં સુધી જવાના છે. તે આપ કોણ છે ? આ ડબામાં આપણે બે જ ઉતારૂઓ એ પણ કર્મની વિચિત્ર ઘટના જણાય છે. પથિકે વિનયભાવથી યોગ્ય ઉત્તર આપી પુછ્યું કે સન્નારી ! આપ કોણ છે? કયાં રહે છે? ને ક્યાં જાઓ છે? વાવનાએ ઉત્તર આપે કે મારું નામ સાદામિની છે. હું રાજનગર જાઉં છું. પીચમનપુરી મારું નિવાસ સ્થળ છે. ભવની પિલમાં જડનાથના પડખામાં રહું છું. પથિક જરા મનમાં હસ્યો. હા ! તું પતે ભવની પિલ-ભવભ્રમણના નિવાસ સ્થળ જેવી જણાય છે ખરી !! પણ જડનાથ તે કે? શું તું વૃદ્ધ પતિની પત્ની છું?