SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ બુદ્ધિપ્રભા માં એટલી તે ઝડપથી ઉન્નતિ કરી છે કે સર્વે સુધરેલા દેશે તે તરફ આશ્ચર્યની નજરે જે રહ્યા છે, અને હાલના સન ૧૯૧૫-૧૬ ના રાક્ષસી યુદ્ધના મામલામાં તેણે જે ઉન્નતિ કરવા માંડી છે. તેથી તે એ દેશે. છકજ થઈ ગયા છે. માનવ ઇતીહાસમાં આટલા વખતમાં, કોઈ પણ જાતિએ આટલી બધી ઉન્નતિ કરી નથી. ભારતવર્ષ જાપાનને આદર્શભૂત સમજી તેના જેવું થાય એમ ઈરછી વરસીએ છીએ. સંપાદક जैन अने जैनेतर गुजराती भाषा, sh (ગતાંક પાન ૩ર૬ થી ચાલુ ) જાયું પરદેશી પરવાન, અસપતિ રાજા દીધું માન: ઈવાત પાસાહ ઇસી, ગૂજરતિ તે કહી, કસી. કીસ્ય ખંભાયત આહલપુર, કર્યે દીવ ગઢ માંગલ; ઝાલાવાડી સુરઠ કીસી, એ રક્ત સુણી સાહસી. પરદેશીને બધાને જણ પાદશાહે માધવને માન આપ્યું ને પૂછયું કે પ્રધાનજી કહે કે ગુજરાત કેવી છે? ખંભાત ને અણહિલપુર કવાં છે? દીવ જુનાગઢ ને માંગરોળ કેવાં છે? ઝાલાવાડને સંરકની ભૂમી કેવી છે ? સાંભળવામાં છે કે ત્યાં રાજ હસિક (અવિચારી છે? કાન્હડદે પ્રબંધ સિવાય સં. ૧૪૫૦ માં રચાયેલ. ધ મુગાવબોધ નામે વ્યાકરણને લગતે ગ્રંથ જૂની ગુજરાતીના ગ્રંથ તરીકે પ્રસિદ્ધિને પામે છે. ત્યાર પછી સં. ૧૫૦૮માં રચાયેલું ને અમદાવાદમાં લખાયેલું વસંતવિલાસ કાવ્ય પ્રસિદ્ધ થયું છે. તેમાંથી થોડીક કડીઓ આ નીચે આપી છે. મુનિજનનાં મન ભેદઇ, છેદઈ માનિની માન; કામ આ મનિ આણંદ એ, કંદ એ પથિક પરાણ. વસંત ઋતુ મુનિજનેનાં પણ મન ભેદ-વિધી નાંખે છે, કામીના મનને આનંદ આપે છે, માનિનીનાં માન મૂકાવે છે અને પ્રવાસી (સ્ત્રીથી છુટા પડેલા) ના પ્રાણ લે છે. કે દલિ આંબુ તાલિહિં, લિહિં કરઈ નિનાદ; કામત કરઈ આયસ, આઈસુ પાડઈ સાદ. સખીઓ પ્રત્યે આંબાની ડાળે કોયલ ટીકા કરે છે તે તણે કામ દેવની આણ ફેરવતી હેય તેમ તે સાદ પાડે છે. બુલશરી ભીમલ મહુઅર, બહુઅ રમાઈ ઝણકાર; ભયમુન આણંદિણ, વંદણ કઈ કઈવાર. ૩૦ બોરસળીના સુવાસથી વિકળ ભમરે બહુ ગુંજારવ કરે છે. તે શું આ વારે કામદેવને જાણે આનંદયુક્ત વંદન કરતે હેયની? મુખ આગલિ તું મલિન, નલિન જ જલિનાહિ; દતત બીજા દિખાડિમ, દાડિમ તું મુખમાહિ. હે કમલ ! તે સ્ત્રીના મુખ આગળ તું મલિન દેખાય છે, જા, જા, પાણીમાં જઈ ઈ આવ, અરે ડાડિમ! તેના મુખમાના દાંત આગળ તારા દાણા દેખાડમાં. આ કાવ્ય ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર શ્રીયુત કેશવલાલ હર્ષદરાય છે ગુજરાત શાળામાં
SR No.522083
Book TitleBuddhiprabha 1916 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1022 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy