SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર બુદ્ધિપ્રભા. જરૂર હતી કારણ કે આપશ્રી અમારા જૈન રાજ વનરાજ ચાવડાની પેઢીએથી ઉતરતા આવેલા છે. આપના મુળ પુરૂષ દરબાર શ્રી સામતસિંહજી સંવત ૧૬૬૫ ની સાલમાં માણસે અંબાસણથી આવેલા છે તેમ ઇતિહાસથી જણાય છે એટલે આપ ચાપેકટ કુળ ચુડામણી વીર વસુધાધીપ મહારાજા શ્રી જયશિખરજીના વંશના છે. આપશ્રી દરબાર શ્રી સામંતસિંહજીના પછી આ ગાદીએ ૧૮ મી પેઢીએ બીરાજેલા છો. આપ આ વર્તમાન કાળમાં ચાવડા વંશમાં સૂર્ય સમાન પ્રકાસી રહ્યા છે. અને અમારા મહાન જન વનરાજ ચાવડાનું સ્મરણ થતાં એટલે આનંદ થાય છે તેટલો જ આનંદ આપશ્રીને દેખવાથી થાય છે. વળી આપ એક પત્નીવ્રત ધર્મવાળા હાઈ પ્રજાજનનું કલ્યાણ કરનારા છે. અમારી કોમ ઉપર આપના વંશપરંપરાથી ઉપકાર થએલા છે. અમારા હૃદયમાં, વચનમાં અને કાયામાં સત્યનૃપતિ તરીકે આપ વસેલા છે એ વિગેરે દરેક ગુણને આપ લાયક હોઈ અમારી કોમ આ ઉપાશ્રયનું ખાત મુહુર્ત આપના મંગલ હસ્તથી કરાવવાને ઈરછે છે. વળી અમારા ધર્મધુરંધર શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગર સુરિશ્વરજી ને આપ રાજ્ય ધુરંધર ક્ષત્રીવંશ ચુડામણી એ બન્નેને પરસ્પર ધર્મ, પ્રેમ દેખીને હમને ઘણોજ હર્ષ થાય છે. તેનું વર્ણન કરવાને અમારી પાસે પુરતા શબ્દ નથી આપશ્રી સાહેબ બહાદુરના સ્વહસ્તે આવાં જૈનેનાં દરેક કાર્યો થાઓ, એમ અમે ખરા જીગરથી ઈચ્છીએ છીએ. આપશ્રીની આવી ધાર્મિક કાર્યની અનુમોદનાની પ્રવૃતિ દેખીને અમારા મહાન ગુર જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજી આપશ્રીને તથા આપના સહકુટુંબને ધર્મલાભપૂર્વક અનેક આશીર્વાદ આપે છે, અને તે સાથે અમારી જન કોમ પણ આપશ્રી હરેક પ્રકારની સુખ સંપત્તિ ભોગવી દીર્ધાયુષ રહે એમ અતઃકરણથી દુવા આપે છે. અમારા આ બે જૈન ઉપાશ્રયમાં અમારી શ્રી વિશાપોરવાડની જન જ્ઞાતીએ રૂ. ૮૦૦૦)ની રકમ આપેલી છે. તેમજ અમારી જ્ઞાતીના માનનીય અને સદ્ગસ્થ શેઠ બીચંદ કીશનાજીએ રૂ.૪૦૦૦)ની ઉદાર રકમ તથા શેઠ ચમનલાલ ડુંગરશીએ રૂ. ૨૫૦૦)ની મોટી રકમ પોતાની રાજીખુશીથી ઉપાશ્રયો બંધાવવાના કામમાં બક્ષીશ આપેલા છે. એ રીતે કરેલી મદદથી આ બે ઉપાશ્રયોનું કામ આગળ ચાલશે તેથી તેઓ સાહેબને આ સ્થાને ઉપકાર માનવામાં આવે છે. ભાષણની પૂર્ણાહુતિ થયા બાદ મહારાવળજી શ્રી તાલીઓને ગગડાટ વચ્ચે ઉમા થઈ બોલ્યા કે – જ્ઞાતિના આગેવાન અને પ્રજાજનો ! મને આપે શુભ ક્રિયા કરવા માટે આમંત્રણ કરી જે માન આપેલ છે તેના માટે હું શ્રી સંઘને આભારી છું. તમે જે ભક્તિભાવની લાગણીઓ મારા પ્રત્યે જાહેર કરેલી છે તે તમારે એટલે પ્રજાને ધર્મ છે; તે મુજબ ક્ષત્રીઓને ધર્મ છે કે, પ્રજા કે પાલણ કરવું. પ્રજા અને રાજ બન્ને પક્ષમાં અન્ય અન્ય શુદ્ધ બુદ્ધિને પ્રેમ દીપી નીકળે છે. રાજાએ પ્રજાનું કલ્યાણ ઇચ્છવું અને પ્રજાએ રાજ્યને વફાદાર રહેવું તેની ફરજ છે. (તાલીએ). એટલું બોલ્યા બાદ તેઓશ્રી દર્શનાર્થે જૈન મંદીરમાં ગયા હતા ત્યાર પછી તેઓ શ્રીના હાથે “ખાત મુહૂર્ત ”ની બન્ને મકાનની ક્રિયા ધામધુમ સાથે વિધિ સહીત કરવામાં આવી હતી. પછીથી તેઓશ્રી મંડપમાં પધાર્યા. ત્યારબાદ હાર, તેરા, અત્તર, ગુલાબ, પાન, સોપારી વિગેરે આપવાની ક્રિયા કર્યા બાદ મેળાવડે જય ધ્વનીના પિકારો સાથે બેન્ડના સુંદર સદા વચ્ચે બાર વાગતાને સુમારે વિસર્જન કરવામાં આવ્યો હતો
SR No.522082
Book TitleBuddhiprabha 1916 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy