SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ બુદ્ધિપ્રભા. તમે કેળવણીના ક્ષેત્રને વિશેષ પિષશુ આપે. દેશદેશ અટન કરી ભારતના ભુષણ અને દેશના કોહિનુર સુજ્ય શ્રીમંત સરકાર ગાયકવાડ સિયાજીરાવે પણ દેશના ઉદયને માટે મુખ્યમાં મુખ્ય બે બાબતની જરૂર જોઈ છે તે એક કેળવણીની વૃદ્ધિ કરવી અને બીજું બાળલગ્ન અટકાવવાં. કારણ કે સર્વ સુધારાનાં મૂળ અને ઉત્ક્રાંતિનાં મૂળ તેમજ અંતરે છે. શ્રીમંત સરકારે તેની જરૂરીઆત સ્વાકારી છે તેટલું જ નહિ પરંતુ પિતાના સમસ્ત રાજ્યમાં તે બાબતના કાયદા પસાર કરી હિંદ ભૂમિમાં કીર્તિને અમર સ્તંભ રોપ્યો છે. આ ઉપરથી આ૫ બંધુઓ જોઈ શક્યા હશે કે કેળવણીની કેટલી બધી આવશ્યકતા છે. માટે પ્રત્યેક વીરપુત્ર પિતાની શક્તિ અનુસાર કેળવણી લેતી સંસ્થાને પ્રથમ મદદ કરશે વ્યવસ્થાપક એવી આશા રાખું છું. माणसामां श्री वीशापोरवाड जैन ज्ञाती तरफथी वे जैन उपा श्रयोना खात मुहुर्तनी शुभ किया. શ્રી વિશાપરવાડ જૈન જ્ઞાતિ તરફથી હાલમાં અને બે જૈન ઉપાશ્રયનાં મકાને બાંધવામાં આવનાર છે. તેના ખાત મુહુર્તની ક્રિયા કરવાનું તે, ૨૭ માહે જાન્યુઆરી અને ૧૯૧૬, વાર ગુરૂને સવારના કલાક (૧૧) નું હતું. તે પ્રસંગે જ્ઞાતિ તરફથી મા રાવ લશ્રીને તે ક્રિયા કરવાને માટે અગાઉથી આમંત્રણ કરવામાં આવ્યું હતું જે તેઓશ્રીએ સ્વીકાર્યું હતું. તે મુજબ તે દીવસે સવારના દશ વાગતાના સુમારે બેંડ સાથે સંધ તરફથી તેઓશ્રીને તેડવા માટે દરબારગઢ એક સાત ગૃહસ્થનું ડેપ્યુટેશન ગયું હતું. મહારાવળજી શ્રી તસિંહજી, યુવરાજ શ્રી સાજનસિંહજી તથા કચેરીમંડળ સાથે સાડાદશ વાગતાંના સુમારે વજા પતાકાથી શણગારવામાં આવેલા મંડપમાં પધાર્યા હતા. શ્રી જ્ઞાતિ તરફથી શા. ગીરધરલાલ નથુભાએ મંગળ તીલક કર્યા બાદ જૈન કન્યાશાળાની બાળાઓ તથા બાળકોએ મહારાવલજીશ્રીના ગુણાનુવાદ ગત કવિતાઓ ગાઇ હતી. બેની આજે ઉમંગ ન માયરે, બેની પ્રજાપતિ પધારીયા; બેની તખ્તસિંહજી મહારાજરે, એની પરદુઃખભંજન સાહેબ. બેની આજે. બેની પરોપકારી રાજવી, બેની નીતિમાં નિપુ શુ છે; બેની બુદ્ધિના આઠ ગુણે કરી, બેની ભરપુર છે ભંડારરે. એની આજે. બેની રાજ્ય ધુરંધર રાજીયા, બેની તેથી હદય ઉભરાય રે; બેની સત્યશીલ ગુણે શોભતા, બેની જીવદયા પ્રતિપાળરે. બેની આજે. બેની ક્ષમાગુણ ભંડાર છે, બેની ન્યાથગુણસંપન્ન સદા; બેની સમ દ્રષ્ટિએ શોભીતા, બેની હદયકમળ છે ગબીરરે. બેની આજે, બેની કુંવર સાહેબ શોભતા, બેની સજાના ગુણે ભલા બેની પરાક્રમી સિંહ રાજીયા, એની વિદ્યા અલંકારે શીતા. એની આજે. બેની યથા ગુણે કુંવર દીપતા, બેની દીવાન સાહેબ અતી ભલા; બેની કમળ જેવા મુખે શોભતા, બેની ન્યાય આપે હા ન્યાયથી. બેની આજે. બેની ન્યાય નિપુણના ભંડાર છે, બેની ચીરણ પ્રજાપતિ; બેની રાઓલજી મહારાજ રે, બેની જેનબાળાઓ એમ વદે, બેની આજે.
SR No.522082
Book TitleBuddhiprabha 1916 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy