________________
૨૬૦
બુદ્ધિપ્રભા.
પ. નવ તત્વ, દંડક, જીવવિચાર, સંઘપટ્ટણ, ષટદ્રવ્ય ઉપર જેટલા આચાર્યની ટીકાઓ હોય, તે તમામ ગ્રંથોનું અવલોકન કરાવી રસાયનીક દ્રષ્ટિએ બને તેટલા દાખલા દલીલે અને મુકાબલા સાથે વિવેચન કરાવરાવી નવીન પુસ્તક તૈયાર કરાવરાવવું, અને તેનું ગોખણપટી નહિ પણ આદર્શ શિક્ષણ આપવું.
૧. શિક્ષણ આપવા માટે પુરુષ અને સ્ત્રાવર્ગ ઉભો કરવા અને તેમાં બની શકે તે સાધુ અને સાધ્વીઓ પણ દાખલ થાય એવી ગોઠવણ રાખવી, અને આ વર્ગ માટે ઘણા બહોળા વાંચન અને આદર્શ શિક્ષણ આપે તેવી એક મુખ્ય શાખા રાખવી જેમાં સઘળું સાહિત્ય અને શિક્ષકે રાખવા. (હાલના શિક્ષકો ગેખણપટી હોય છે અને ગેખ્યા સિવાય બીજું કાંઈ ૫ણું જાણી શકતા નથી તેવું ભવિષ્યમાં ન બને તેની કાળજી રાખવી).
છે. વિદ્યાર્થિઓની બુદ્ધિ ખીલે તેવા ઉપાયો જવા જોઇએ. ગેખેલું લાંબા કાળે ભુલી જવાય છે અને તેને અંશ માત્ર પણ રહેતું નથી, માટે થોડું શીખવાય પણ દાખલા, દલીલ, મુકાબલા અને અર્થ તથા વિવેચન સાથે શીખવવામાં આવે તે તેની છાપ મરણ પર્યત જતી નથી. એ ઉપર ખાસ લક્ષ આપવું જોઈએ.
૮. આવા પ્રકારનું શિક્ષણ આપવા માટે ચાર પ્રકારનાં ઘેરણ હોવાં જોઈએ.
૧, શિક્ષક તથા ઉપદેશક વર્ગ માટે. ૨. વિદ્યાથિઓ માટે (પુરૂષ વર્ગ). ૩. કન્યાઓ માટે,
૪. વિધવાઓ ને ઊઢા સ્ત્રીઓ માટે.
આ પ્રમાણે ચાર પ્રકારનાં ઘેરણ નક્કી કરવા જોઈએ અને તેના માટે સારા વિદ્વાનાની એક કમીટી નીમવી અને તેઓ જેના ધારણ ન કરે તે પ્રમાણે સમસ્ત ગુજરાતમાં શિક્ષણું આપવામાં આવે, અને ધેર પણ દર દશ વર્ષ યા જરૂર પડે તે પહેલાં પણ બદલી શકાય એવી ગોઠણ થાય તે ખલા પૈસા ઉગી નીકળે એમ મારું માનવું છે,
૮. જ્યાં સુધી ધોરણ નક્કી ન થાય ત્યાં સુધી આ સાથેના ધોરણ ઉપર ધ્યાન આપવું ઘટે તે આપશે.
ઘેરણ પહેલું,
માર્ક, ૫૦ આંક ૧૧૦ સુધી લાખ સુધીની સંખ્યા લખતાં બોલતાં શીખવવું. ૧૦૦ ગુજરાતી કક, બારાખડી, બાળપથી, દેવનાગરી કડ, બારાખડી, પહેલી પોથી. ૫૦ સમાપ્તક ચિત્રવંદન. મુખ પાઠ વિધિસહ અર્થ તથા સમજુતી સાથે. ૫૦ સ્તવન, સાય, ત્યવંદન, ગુહલીએ, , પ્રસ્તાવક દેહરા વગેરે મળી ૧૦ લીટી
મુખપાઠ સમજુતી સાથે. ૫૦ (સ્ત્રીઓ માટે) ભરત, શિક્ષણ અને ગુથણ કામનું સામાન્ય જ્ઞાન. નમુના પાંચ દરેકના
ધોરણ બીજું ૧૦૦ ગુજરાતી પહેલી ચોપડી તથા દેવનાગરી લીપીની-ચોપડી (પસંદ કરવી) માંથી
દરેકનાં પચાસ પચાસ પાનાં, વાંચન, વ્યાકરણ, શુદ્ધ લેખન તથા સમજુતી, (વિવેચન) ૧૦૦ હજારના અંક સુધી સરવાળા, બાદબાકી, બે અંકના ગુણાકાર, ભાગાકાર, સામાન્ય
તેલ, માપ ને નાણાનાં કોષ્ટક સંખ્યા પુરી.