SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ જેન શાળા પોગી શિક્ષણુક્રમમાં અભિપ્રાય. ૨૫ યુદ્ધ પુરૂ થયા બાદ જાપાની પાર્લામેંટ એ આજ્ઞા ફરમાવી કે, નવાં જહાજ બનાવવા માટે તથા જુનાં તથા રસીઓ પાસેથી પડાવી લીધેલાં જહાજોની મરામત માટે ૪૨ કરોડ રૂપીઆ ખર્પવા અને લાગે છે કે ૧૮૧૭ની સાલ સુધીમાં આ બધી રકમ ખર્ચાઈ જશે. જે જપાની સર–વિભાગની ઇચ્છા સફળ થશે તો બીજે સાત વર્ષની અંદર ૧૨ કરોડ રૂપીઆ, સાત જંગી-જહાજ અને ૬ જગી-કુઝર્સ બનાવવામાં બીજા ખર્ચાશે. જેમાં દરેક૫ર વૈદ ચાર ઈંચની તોપે ગોઠવાશે. આ આખરી પરવાનગી પાર્લામેન્ટ આપી નથી, પણ દેવાશે એમ આશા રહે છે. जैन शाळोपयोगी शिक्षणक्रममा अभिप्राय. પૂજ્ય મહાશય અને ધર્મવીર શેઠ વેણીચંદભાઈ શુરચંદભાઈ મહેતા. મુ. મહેસાણા આપને પત્ર શાસ્ત્રવિશાર૬ જનાચાર્ય ગનિક શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ઉપર આવેલ અને તેમાં “જન શાળાગી શિક્ષણક્રમ તથા તે બાબત કેટલીક સૂચનાઓ” લખેલી છે તત સંબંધે આચાર્ય મહારાજ સાથે વાતચીત કરતાં તેઓ સાહેબે મને તે જવ વાંચવા આપ્યું હતું. તેના ઉપરથી મને જે જે વિચારે સુઝયા તે તે આ પત્ર સમક્ષ રજુ કરું છું જેથી કાંઇ પણ સમજ ફેર હોય તો તેના માટે ક્ષમા આપશે. આપના પત્ર ઉપરથી કરવા લાયક વિચારે તથા સુચનાઓ, ૧. ધાર્મિક શિક્ષણ સાથે વ્યવહારિક શિક્ષણ હોવું જોઈએ, અને તેમાં ગણિત અને મિત્ર કામ ધણજ બુદ્ધિવર્ધક છે. પણ સ્ત્રીઓ માટે તે ઉપરાંત શીવણુગુથણ અને ભરત કામ આવશ્ચય હોવું જોઇએ. ૨. સાહિત્ય શિક્ષણમાં પ્રથમ માતૃભાષામાં લખેલ સાહીત્ય વાંચી શકે, સમજી શકે તથા તેના ઉપર પોતે સ્વતંત્ર વિવેચન કરી શકે એવા પ્રકારનું સ્વભાષાનું ઉત્તમ સુન મેળવ્યા પચ્યાત સંસ્કૃત કે અન્ય ભાષાનું શિક્ષણ આપવા ગોઠવણ કરવી જોઈએ. જેટલા વિચારે સ્વભાવથી જાણી જણાવી શકાય તેટલા અન્ય ભાષાથી જાણી જવી શકાતા નથી, તેથી જ હાલ આખા ભારતવર્ષમાં પણ ઉચ્ચ શિક્ષણ જે આંગ્લ ભાષામાં અપાય છે તેના બદલે હિંદી ભાષામાં અપાય તે ઠીક એમ ઘણા વિદ્વાનોનું મંતવ્ય છે. ૩. શારીરિક બળ વધે તેવું શિક્ષણ આપવા ખાસ લક્ષ સખવું જોઈએ, કારણ કે ધર્મ સાઇન કરવાનું મુખ્ય સાધન શરીર છે. કસરત તથા વૈદકીય નિષમાના મૂળતત્વોનું શિક્ષણ આપવું જોઈએ. જન ધર્મના ઘણા નિયમે વૈદકીય દષ્ટિએ માલુમ પડે છે અને જે જે નિય વૈદકીય દ્રષ્ટિએ માલુમ પડતા હોય તે તે નિયમો ધાર્મિક દષ્ટિ સાથે મુકાબલકરી સમજાવવા. ૪. ધાર્મિક શિક્ષણ માટે પંચતિકમણ, સે લીટી દુહા, દશ સ્તવન, દશ ચેત્યવંદન, દશ છે અને પંદર સરૂનું શિક્ષણ, અર્થ અને વિવેચન સાથે શીખવવું જોઈએ. કેટલાક બોલ પણ મુખપાઠ કરાવવા પણ આટલા વિજ્યના શિક્ષણ માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષની મુદત થવી જોઈએ.
SR No.522080
Book TitleBuddhiprabha 1915 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1002 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy