________________
જુના જૈન લખાણોની ભાષા
૨૨૮ જૈનો જ્યાં ગયા ત્યાં ત્યાં તેમણે લોક ભાષામાં બેધ કર્યો. તેથી ત્યાં ત્યાં તે તે દેશની ભાષામાં ધર્મ સાહિત્ય લખાયું.
કર્ણાટક ને દક્ષિણના પ્રદેશમાં જતાં ત્યાં જેનેએ તે તે ભાષામાં ઘણા ગ્રંથો લખ્યા છે. ધર્મ સાહિત્ય ઉપરાંત ન્યાય, તર્ક, વ્યાકરણ વગેરે વિરપર પણ ઉત્તમ ગ્રંથો રચી તે દેશનું સાહિત્ય દીપાવ્યું છે.
ગુજરાતમાં પણ જૈન વિદ્યાનેએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જુની ગુજરાતી અને ગુજરાતી ભાષામાં ધર્મ સાહિત્ય તથા બીજું પણ સાહિત્ય લખી ગુજરાતી સાહિત્યના ભંડોળ અને શોભામાં વૃદ્ધિ કરી છે.
સિદ્ધસેન દિવાકર નામના એક જૈન ધર્મ ગુરૂએ સત્ર-શાસ્ત્રને અર્ધ માગધીને બદલે સંસ્કૃત ભાષામાં લખવા માંડયા. પણ જ્યારે તેમના ગુરૂને ખબર પડી ત્યારે તેણે સિદ્ધસેન દવાકરને તેમ કરતાં અટકાવ્યા અને ઉલટું તેને તેમ કરવા માટે પ્રાયશ્ચિત લેવાનું ફરમાવ્યું. શ્રી સિદ્ધસેનને અંગે આદિ જે માગધીમાં હતાં તેઓને સંસ્કૃત કરવાના અભિપ્રાયથી અને નવકારને બદલે વડત કરાયોજાશાથ રર્વ સાચા બનાવવાથી પ્રાયશ્ચિત આપવામાં આવ્યું હતું નહિ કે અન્ય ગ્રન્થ સંસ્કૃતમાં બનાવવાથી. ગુરૂની આજ્ઞા માથે ચડાવી સિદ્ધસેને પ્રાયશ્ચિત લીધું. આ વાત ઉપરથી જણાય છે કે લેક ભાષામાં બધું ધર્મ કાર્ય ચલાવવાનું ચગ્ય લાગેલું-લોકે ન સમજે તેવી ભાષામાં સાહિત્ય લખવાનું પસંદ નહિ કરેલું, વળી તીર્થકરોના અર્થ માગધી ભાષામાં પરૂપાયેલાં પવિત્ર વચનને ફેરવી નાંખવાથી તેની પવિત્રતાનું બળ સચવાતું નથી એવી જૈનની ખરી શ્રદ્ધા પણ ખરી.
જરૂર પડયે જૈનેએ સંસ્કૃત ભાષામાં પણ ઘણુ ગ્રંથો લખ્યા છે. ગુજરાતના મહારાજા સિદ્ધરાજ અને કુમારપાળના વખતના પ્રસિદ્ધ કલિકાલ સર્વજ્ઞ પંડિત હેમાચાર્યે ઘણું પુસ્ત-સાડાત્રણ કરેડ કલેક સ્ત્રીને જૈન સાહિત્યને તે કાળે પહેલો દરજજો અપાવ્યું હતું.
સૂત્ર અને શાસે પુસ્તકારૂઢ થયા પછી તે સૂત્રને સારી રીતે સમજાવવા માટે શીલાંગાચાર્ય તેમજ અભયદેવરિએ સંસ્કૃત ભાષામાં સારી ટીકાઓ, કોઈએ ચૂર્ણિકાઓ, નિયુંતિઓ વગેરે લખી એ સાહિત્યને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી ચાલુ ભાષામાં પાયચંદજીએ તેમજ ધર્મસિંહ મુનિએ ટબા લખ્યા છે.
હેમચંદ્રસૂરિનું અપભ્રંશ ભાષાનું વ્યાકરણ રચાયા પછી પણ અપભ્રંશ ભાષામાં કેટલેક વખત સુધી પુસ્તકો રચાયાં છે. વિક્રમ સંવતના ૧૪ સૈકાના મધ્યમાં સપ્તક્ષેત્રીરાસ, ઉપદેશ માળા અને પ્રબંધ ચિંતામણિ વગેરે ગ્રંથ રચાયા છે. આ બધાં પુસ્તકોની ભાષા આજે સહેલાઈથી સમજી શકાતી નથી, એને જુની ગુજરાતી ભાષાના ચં કહી શકાય.
ગુજરાતી ભાષામાં વિક્રમ સંવતના ૧૫ મા સૈકાના શરૂઆતથી જૈન કવિઓએ રાસા લખવા માંડ્યા હતા. મારા એક નિબંધમાં એ વિષે યથાશક્તિ કહેલું હોવાથી અહીં પિષ્ટપષણ કરવાની જરૂર નથી. અર્ધ માગધીને નમુને આ નીચે આપે છે.
ગણધસ્કૃત આવશ્યક સૂત્રમાંથી– लोगस्स उज्जोयगरे, धम्मतिथ्थयरे जिणे । अरिहंते कित्तइस्स, चउविसंपि केवली ।।